Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પર હળી
દત્ય સ ત્રણેય સ. ષ. શ. નું કામ સરલતાપૂર્વક કરી શકે છે. ઈશ ને ઈસ કહે છે. એ જ રીતે શબ્દો બેવડાય છે તે લગભગ સ્વજાતિમાં બેવડાય છે. જેમકે ખમુારો નમસ્કારને માટે વપરાય છે. અહીં શું પોતાની સ્વજાતિ વ માં જ બેવડાયો છે, જેથી બોલનારને સુગમ થઈ જાય છે. અહીં ઇશારો માત્ર આપ્યો છે બાકી આવા હજારો શબ્દોનું તુલનાત્મક અધ્યયન થઈ શકે છે.
જૈનાગમની આ અર્ધમાગધી ભાષા બિહારનાં ખાસ કરીને મગધ ઇત્યાદિ રાજ્યોમાં ગ્રામ્ય જીવનનું તેમજ રાજગૃહી, શ્વેતાંબિકા, ચંપાનગરી, ઇત્યાદિ શહેરી જીવનનું પણ પ્રતિબિંબ સ્પષ્ટપણે પૂરું પાડે છે. તે વખતના રાજાઓ અને શ્રેષ્ઠીઓના(જેને જૈનાગમમાં ગાથાપતિ કહ્યા છે) વૈભવનું તથા સામાજિક જીવનનું પણ જૈનાગમોમાં સારી રીતે સંકલન થયું છે. પ્રાકૃતિક અને ભૌગોલિક સ્થિતિમાં પણ વિવરણ જોવા મળે છે. જૈન સાધુની પદયાત્રાને વિહાર કહેવાય છે. આજે પણ જૈન સમાજમાં વિહાર શબ્દ પ્રસિદ્ધ છે. જૈન શ્રમણોના વિહારને કારણે જ ગંગા અને દામોદરનાં તેમજ સોનભદ્રનાં સમસ્ત ક્ષેત્રને બિહાર એવું નામ આપવામાં આવ્યું છે. કેટલાકનું મંતવ્ય છે કે બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવતા એટલે બિહાર નામ પડ્યું પરંતુ ખરું પૂછો તો સમસ્ત બિહારનું નામ જૈન શ્રમણોના વિહાર ને આધારે જ પડેલું છે. વિહાર શબ્દનો અર્થ યાત્રા થાય છે, નહીં કે મઠ!
માગધી ભાષા એ જનજીવનની ભાષા હોવાથી તેમના ગ્રંથોમાં અર્થાતુ માગધી ભાષાના ગ્રંથોમાં મહદ્દઅંશે જનજીવન સમાયેલું છે. જેનાગમો સાથે જૈનસંતો રાજસ્થાન અને ગુજરાત સુધી સંચર્યા જેથી ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ ઉપર પણ માગધી ભાષાનો પ્રભાવ પડ્યો છે અને ગુજરાતની તળપદી ભાષાઓમાં બિહારના તળપદી ભાષાના સેંકડો શબ્દ સમ્મિલિત થઈ ગયા છે. જે સંશોધન કરવાથી જોઈ શકાય છે. આટલું અહીં સૂચન કરીને જૈનાગમોની ભાષા એ એક ઉત્તમ લોકભોગ્ય ભાષાનો નમૂનો છે એટલું કહીને વિરમશું.
જૈન શાસ્ત્રોમાં જૈનાગમોના ઉચ્ચારણને નંદીઘોષ કહેવામાં આવે છે. તેનું પણ એ જ કારણ છે કે અર્ધમાગધી ભાષા માં ગવાતાં પદો મનને પ્રમુદિત કરી જાય છે, સાંભળતાં જ ચિત્તને આહ્વાદ આપી જાય છે. અધિકતર જૈનાગમ ગદ્યમાં જ લખાયેલાં છે. જ્યારે કેટલાંક શાસ્ત્રો ગીતિકા પ્રશ્ન પદ્ય કે ગાથા રૂપે લખાયા છે. (૩) જૈનાગમોનો ઈતિહાસ અને ઘટનાઓ:
જેનાગમો વિષે કહેવાય છે કે જૈન શ્રમણોમાં શાસ્ત્ર લખવાની પરંપરા ન હતી. શાસ્ત્રોની રચના થયા પછી તેમને કંઠસ્થ કરી મૌખિક બોલવાની જ પ્રથા હતી. આ વસ્તુ ખરેખર સત્ય લાગે છે કારણ કે જૈન શાસ્ત્રોના એક સરખા પાઠ અને એક સરખાં પરિચ્છેદો, વાક્યો અને ક્રિયાપદો વારંવાર બોલવાની પ્રથા છે અને એક સરખા પરિચ્છેદો વારંવાર બેવડાય છે. બોલવાનું જ્યાં વધારે પડતું લાંબું થઈ જતું હોય ત્યાં જાવ શબ્દ કહેવાની પ્રથા છે. જાવ–ચાવતુ નો અર્થ જ્યાં સુધી અને તાવ-તાવતુ નો અર્થ ત્યાં સુધી થાય છે. શાસ્ત્રો કંઠસ્થ કરવા માટે
ના ગ્રંથો
અને રાજા નાગમો
24