Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પદાર્થોનો ત્યાગ અને (૨) અત્યંત (અયોગ્ય) પદાર્થોનો પણ ત્યાગ કરીને (૩) એકશાટિક એક ખભા પર રહેનારા વસ્ત્રને મુખસામે ધારણ કરીને (૪) ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડયા (૫) મનને એકાગ્ન કર્યું. આ પાંચ નિયમોનું પાલન કરતા રાજા જિતશત્રુ ભગવાનની સન્મુખ આવ્યા. ભગવાનને ત્રણ આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને મન, વચન, કાયાથી પžપાસના કરી. કાયિક પર્યુપાસનાના રૂપમાં હાથ પગને સંકુચિત કર્યા. સંકુચિત કરી સાંભળવાની ઇચ્છા કરતાં, નમન કરતાં ભગવાનની સન્મુખ વિનયથી હાથ જોડીને સ્થિત રહ્યા, વાચિક પર્યુંપાસનાના રૂપમાં ભગવાન જે જે બોલતાં હતા, તેના માટે આ એમ જ છે, હે ભગવાન ! આ જ તથ્ય છે ; હે ભગવન્ ! આ સત્ય છે ; હે પ્રભુ! આ સંદેહરહિત છે; હે સ્વામી ! આ જ ઇચ્છિત છે; હે ભગવાન ! આ સ્વીકૃત છે. હે પ્રભુ આ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. આ પ્રમાણે અનુકૂળ વચન બોલતાં રહ્યા.માનસિક પર્યુપાસનાના રૂપમાં પોતાનામાં અત્યંત સંવેગ–મુમુક્ષુભાવ ઉત્પન્ન કરતાં તીવ્ર ધર્મઅનુરાગથી અનુરક્ત રહી પયુંપાસના કરવા લાગ્યા. વિવેચનઃ
૧૨
અહીં સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સંયમના ગુણોનું અને શરીરના મસ્તકથી લઈને પગ સુધીના પ્રત્યેક અંગોપાંગનું પરિપૂર્ણ વર્ણન અતિદેશાત્મક રૂપે કરવામાં આવ્યું છે. તેનું વિસ્તૃત વર્ણન ઉવવાઈસૂત્ર પ્રમાણે જાણવું.
સંપાવિડમે :–વિચરણ કરતા ભગવાનનું કથન જ્યાં આવે ત્યાં સંપવિડજામાળ અથવા સંપાવિડાને શબ્દ–પ્રયોગ થાય છે. જ્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરેલા ભગવાનનું કથન કરવામાં આવે છે ત્યારે સંપાળં શબ્દ થી ભગવાનનું વર્ણન પૂર્ણ કરવામાં આવે છે.
અહીં સૂત્રમાં ભગવાનના નગરીમાં પધારવાના વર્ણનમાં સંપાષિતામાં છે અને જંબુસ્વામીના પૃચ્છા સમયમાં સંપત્તાાં શબ્દનો પ્રયોગ છે, કારણ કે જંબૂસ્વામીના પ્રશ્ન સમયે ભગવાન સિદ્ધગતિને પ્રાપ્ત થઈ ગયા હતા.
તે વાણિજ્યગ્રામ નગરની બહાર કોલ્લાક નામનું ઉપનગર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રગત ચંપા નગરીના વર્ણન સમાન જાણવું.
આ સૂત્રમાં આવ શબ્દ કે વાઓ વગેરે શબ્દના સંકેત વિના પણ કેટલાક સંક્ષિપ્ત પાઠ છે. જેમ કે- પરિશ્તા બિળવા – આ શબ્દ દ્વારા ભગવાનના પધારવાની જાણકારી થવી, સમૂહમાં દર્શન કરવા માટે ઘેરથી અને નગરીમાંથી નીકળવું વગેરે વર્ણન છે.
અભિગમ – મુનિ દર્શન અથવા દેવાધિદેવના દર્શન કરવા માટે જનારા રાજા વગેરે માટે પાંચ રાજચિહ્નોનો ત્યાગ અને પાંચ નિયમનું પાલન કરવું જરૂરી છે. તે જ વિધિથી મુનિ પાસે જવું જોઈએ.
અન્ય શ્રદ્ઘાળુ શ્રાવકો માટે કેવળ પાંચ આવશ્યક નિયમ હોય છે, તે શાસ્ત્રીય ભાષામાં અભિગમ કહેવાય છે. વ્યવહારમાં તેને “મુનિ દર્શન માટેના સામાન્ય નિયમ' કહે છે.
પાંચ રાજ્ય ચિહ્ન :– (૧) તલવાર વગેરે શસ્ત્ર (૨) છત્ર (૩) મુગટ (૪) વાહન–રથ, હાથી, શિબિકા– પાલખી વગેરે અને (૫) ચામર.
પાંચ અભિગમ :– (૧) સચિત્તત્યાગ—ફૂલ, ફળ, આદિ કોઈપણ સચિત્ત વસ્તુ હોય તો તેને મૂકી દેવી. (૨) અચિત્ત ત્યાગ –સામાનનો થેલો, ઉપાનહ-ચંપલ જોડાં, ખાધસામગ્રી, વસ્ત્ર, વાસણ અથવા અન્ય