Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
આ મનોરથ ઉચ્ચ ભાવનાના પોષણમાં અથવા પ્રગતિમાં સહાયક છે. શ્રમણ સાધનાના અભ્યાસનું આ એક વ્યાવહારિક રૂપ છે. જે રીતે એક શ્રમણ પોતાના જીવનની દરેક પ્રવૃત્તિમાં જાગૃત અને સાવધાન રહે છે તેમ શ્રમણોપાસક પણ આ વ્રતમાં તે પ્રકારનું આચરણ કરે છે. પૌષધોપવાસ વ્રતમાં સામાન્ય રીતે આ ચાર વાત મુખ્ય છે– (૧) અશન, પાણી વગેરે ખાદ્ય અને પેય પદાર્થોનો ત્યાગ (૨) શરીરની સજાવટ, વેશભૂષા, સ્નાન વગેરેનો ત્યાગ (૩) અબ્રહ્મચર્યનો ત્યાગ (૪) સમગ્ર સાવધ–સપાપ, કાર્યસમૂહનો ત્યાગ
૪૨
આમ તો પૌષધોપવાસ ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ જૈન પરંપરામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પાખી વગેરે તિથિઓ નક્કી કરી છે. તેમાં પણ આઠમ, ચૌદશ અને પાખી (અમાસપૂનમ) આ તિથિઓ આગમમાં કહેલી છે. પૌષધોપવાસના અતિચારોનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— (૧) અપ્રતિલેખિત દુષ્પ્રતિલેખિત શય્યા સંસ્તારક :– શય્યા = પૌષધ કરવાનું સ્થાન તેમજ સંસ્તારક = જેના પર સૂઈ શકાય તેવા ચટાઈ વગેરે સામાન્ય પાથરવાનાં ઉપકરણ. તે જોયા વગર અથવા લાપરવાહીથી જોયેલા સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો.
(૨) અપ્રમાર્જિત—દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક :- · પોંજેલું ન હોય અથવા લાપરવાહીથી પોંજેલું સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો.
(૩) અપ્રતિલેખિત—દુષ્પ્રતિલેખિત ઉચ્ચાર પ્રવણભૂમિ -- જોયા વગર અથવા અયોગ્ય રીતે જોયેલા સ્થાનનો વડીનીત કે લઘુનીત(મળ-મૂત્ર) ત્યાગ માટે ઉપયોગ કરવો. (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રવણભૂમિ ઃ– પોંજ્યા વગર તથા અયોગ્ય રીતે પોંજેલા સ્થાનનો લઘુનીત કે વડીનીતના ત્યાગ માટે ઉપયોગ કરવો.
(૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન :– પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે અથવા યથાવિધિ પાલન ન કર્યું હોય.
કેટલીક પ્રતિઓમાં પોસહસ્ત્ર સમ્મ મળશુપાલળયા એવો પાઠ પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ અનુસાર આ વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી નથી. ભગવતી શતક-૧૨, ઉદ્દેશક ૧–૨ માં શંખ-પુષ્કલીના અધિકારમાં પુષ્કલી આદિ અનેક શ્રાવકોએ ભોજન-પાણી કરીને પૌષધ કર્યો હતો, તેવું વર્ણન છે. શ્રમણોપાસકે પૌષધ વ્રતના ઉપરોક્ત અતિચારોથી દૂર રહેવું જોઈએ.
યથા સંવિભાગ વ્રતના અતિચાર :
५९ तयाणंतरं च णं अहासंविभागस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला ] ગાળિયા, ન સમાયરિયવ્યા, તેં નહીં- સચિત્ત-બિલ્લેવળયા, सचित्तपिहणया, વાલાને, પવવણે, મરિયાદ્ |
શબ્દાર્થ :- સહાસવિભાગસ્ત્ર = પોતાની વસ્તુમાંથી યોગ્ય રૂપથી વિભાજન કરવું મરિયાદ્ અભિમાન વગેરે કષાય ભાવોથી કે અવિવેકથી સુપાત્રદાન આપવું.
ભાવાર્થ:
ત્યાર પછી શ્રમણોપાસકે યથા સંવિભાગ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારોને જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત નિક્ષેપણતા (૨) સચિત્ત પિધાન (૩) કાલાતિક્રમ (૪) પરવ્યપદેશ (૫) મત્સરિતા.