Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
કરોડ સોનામહોર વ્યાપારમાં તથા એક કરોડ સોનામહોર પરના વૈભવ સાધન સામગ્રીમાં હતી. તેને એક ગોકુળ હતું. જેમાં દસ હજાર ગાયો હતી.
४ तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स अग्गिमित्ता णामं भारिया होत्था । ભાવાર્થ:- આજીવિક ઉપાસક સકડાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું,
५
| तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स पोलासपुरस्स नगरस्स बहिया पंच कुंभकारावण-सया होत्था । तत्थ णं बहवे पुरिसा दिण्ण- भइ भत्त-वेयणा कल्लाकुल्लि बहवे करए य वारए व पिहडए य घडए य अद्ध घडए य कलसए य अलिंजरए य जंबूलए य उट्टियाओ य करेंति । अण्णे य से बहवे पुरिसा दिण्ण- भइ भत्त-वेयणा कल्लाकल्लि तेहि बहूहिं करएहि य वारएहि य पिहडएहि य घडएहि य अद्ध-घडएहि य कलसएहि य अलिंजरएहि य जंबूलएहि य उट्टियाहि व रायमग्गंसि वित्ति कप्पेमाणा विहरंति । શબ્દાર્થ :- આવળ = દુકાન જેવયા = વેતન મત્ત = ભોજન તાપ્તિ = પ્રભાતે, સવાર થતાં જ વારણ ગાડવો, ઘડો. વિદ- કુંડાં માંસ- માર્ગ ઉપર વિત્ત - આજીવિકા.
૧૨૬
ભાવાર્થ :- પોલાસપુર નગરની બહાર આજીવિકોપાસક સકડાલપુત્ર કુંભારની પાંચસો કર્મશાળા હતી. ત્યાં ભોજન તથા મજૂરી રૂપે વેતન પર કામ કરનારા પગારદાર અનેક માણસો સવારે આવીને જળ ભરવાના ઘડા, ગાડવા, થાળી અથવા કૂંડાં, નાના ઘડાઓ, કળશો, માટલાં, કૂંજા તથા ઉષ્ટ્રિકા(તેલ ભરવાના મોટા વાસણ, જેમાં લાંબી ડોક અને મોટું પેટ હોય તેવા આકારનાં વાસણો બનાવતા હતા. ભોજન અને મજૂરી પર કામ કરનારા બીજા અનેક માણસો સવાર થતાં જ ઘણાં જ જળ ભરવાના ઘડા, ગાડવા, ચાળી અથવા કુંડા, ઘડા, નાના ઘડાઓ, કળશ, માટલા, કૂંજા તથા ઉષ્ટિકાતિલ ભરવાના મોટાં વાસણ, જેમાં લાંબી ડોક અને મોટું પેટ હોય તેવા આકારનાં વાસણો) વગેરે સાથે લઈને માર્ગ પર જઈને આજીવિકા પ્રાપ્ત કરતા હતા. અર્થાત તેને વેચતા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સકડાલપુત્રના વ્યાપારનો ઉલ્લેખ છે. તેની પાંચસો કર્મશાળા નગરની બહાર હતી. તેનો વ્યાપાર ઘણો જ વિકસિત હતો. તેમાં અનેક સામાન્ય લોકો પોતાની આજીવિકા પ્રાપ્ત કરતા હતા. તેમજ તેના વિશાળ વ્યાપાર ઉપરથી તેની સાધન-સંપન્નતા પણ જાણી શકાય છે.
સકડાલપુત્રની સાધના :
६ तए णं से सद्दालपुत्ते आजीविओवासए अण्णया कयाई पुष्वावरण्ह-काल- समयंसि जेणेव असोगवणिया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालस्स मंखलिपुत्तस्स [अंतियं] धम्मपणत्ति उवसंपज्जित्ताणं विहरइ ।
ભાવાર્થ :- એક દિવસ આજીવિકોપાસક સકડાલપુત્ર બપોરના સમયે અશોક વાટિકામાં ગયા. ખલિપુત્ર ગોશાલકની ધર્મ પ્રાપ્તિ-ધર્મોપાસનામાં લીન થયા.
વિવેચનઃ
સકડાલપુત્ર આટલો મોટો વ્યાપારી હોવા છતાં તેના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેથી જ ગૃહસ્થ