Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૬]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
જવાથી બીજી જાડી પહેરવી પડે તો આગાર રાખી શકાય છે. ઘરના સદસ્યોના ચપ્પલ, બૂટ ઉપરાંતનો પણ ત્યાગ કરી શકાય છે. મોજાની ગણના વસ્ત્રમાં થાય છે. (૫) તાંબલ : મુખવાસની ચીજો, જેમકે સોપારી, એલચી, વરિયાળી, પાન ચૂર્ણ વગેરેની જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ– જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને તેને પોતાની ઇચ્છાનુસાર પૃથ-પૃથક પણ ગણી શકાય છે. () વસ્ત્ર પહેરવાનાં વસ્ત્ર અને અન્ય ઉપયોગમાં આવતાં વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે– ખમીશ, પેટ, રૂમાલ, ટુવાલ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજાં, ડ્રેસીસ, મુહપત્તિ આદિ. (૭) કસમ : શોખથી સુંઘવાના પદાર્થોની જાતિમાં મર્યાદા કરવી. જેમ કે- તેલ, અત્તર, પરફયુમ, સેંટ, સ્પે આદિ. કોઈ ચીજનું પરીક્ષણ કરવા માટે સુંઘવી પડે. જેમ કે ઘી, તેલ, ફળ આદિ, તેનો આગાર. ભૂલચૂક કે દવાનો આગાર. (૮) વાહનઃ સર્વ પ્રકારના વાહનની મર્યાદા કરવી. જાતિ તથા નંગની મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, સ્કૂટર, રીક્ષા, મોટર, રેલવે, ઘોડાગાડી આદિ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નમસ્કારમંત્રના આગાર સાથે જાતિ અને નંગની મર્યાદા કરી શકાય છે. પ્રતિદિન આવશ્યક ન હોય ત્યારે હવાઈ જહાજ,(વાયુયાન) જલયાન આદિનો સર્વથા ત્યાગ કરી શકાય છે. (૯) શયન : ઓઢવા – પાથરવાના ગાદી, તકિયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવે તો તેનો આગાર તથા જેની ગણના શક્ય ન હોય તેવા પ્રસંગોમાં પણ આગાર. એક જગ્યાએ બેઠા હોય તેની એક શયન તરીકે પણ ગણના નિશ્ચિત કરી શકાય છે. જે રીતે ગાલીચો, ગાદી, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોય. પલંગ પર અનેક ગાદી તકિયા એક સાથે હોય અને તેના પર બેસવાનો પ્રસંગ આવે તો તેને એક ગણવું. જે રીતે સુવિધા અને સરળતા રહે તે રીતે પોતાની મર્યાદા અને આગાર નિશ્ચિત કરી શકાય છે. રોજીંદા વપરાશનો આગાર રાખી નવાની મર્યાદા કરી શકાય છે. (૧૦) વિલેપન : લેપ અને શૃંગારના પદાર્થો, જે શરીર પર લગાડાય છે. તેની જાતિની મર્યાદા કરવી. જેમ કે- તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલિન, ક્રીમ, પાવડર, કંકુ, હીંગળો, મહેંદી આદિ. ભોજન પછીના ચીકણા હાથ અથવા અન્ય સમયે કોઈ લેપ્ય પદાર્થથી હાથ લિપ્ત થઈ જાય, તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલચૂક અને દવાનો આગાર. (૧૧) બ્રહ્મચર્ય : સંપૂર્ણ દિવસ-રાતને માટે કુશીલનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સાત પ્રહર, છ પ્રહર અથવા દિવસનો ત્યાગ અથવા સમયથી મર્યાદા કરી શકાય છે. (૧૨) દિશિઃ સ્વ સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલાંકિલોમીટર અથવા માઈલથી અધિક આવાગમન ન કરવું, તેની મર્યાદા કરવી, ઊંચી દિશામાં પહાડ પર અથવા ત્રણ, ચાર આદિ મંજિલના મકાન પર જવાની મર્યાદા કરવી. નીચી દિશામાં ભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં કરવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નમસ્કાર મંત્રના આગારથી મર્યાદા કરવી. (કિલોમીટરમાં અથવા રાજયમાં) સ્વાભાવિક સ્થાનની જમીન ઊંચી કે નીચી હોય તો તેનો આગાર. ટેલિફોન, ટેલિગ્રામ, પત્ર આદિ વ્યવહાર સ્વયં કરવાની મર્યાદા કરવી, (કિ.મી. માં અથવા પૂર્ણ ભારતમાં અથવા અમુક-અમુક દેશ અથવા પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય.