Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 250
________________ [ ૧૮૮] શ્રી ઉપાસક દશાગ સૂત્ર (૨૦) રાત્રિ ભોજન: ચૌવિહાર, તિવિહારનો ત્યાગ કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રિમાં કેટલી વાર ખાવું, પાણી પીવું, કેટલા વાગ્યા પછી ખાવા-પીવાનો ત્યાગ, વગેરે નિશ્ચિત કરવું. સવારે સૂર્યોદય પર્યત અથવા નવકારશી કે પોરસી સુધીનો ત્યાગ કરવો. (૨૧) અસિ ઃ સ્વહસ્તે જેટલા શસ્ત્ર, ઓજાર આદિ કામમાં લેવાય તેની મર્યાદા નંગમાં નિશ્ચિત કરવી. સોઈ, કાતર, ચાક, છરી આદિ હજામતના બધાં સાધનોને એક ગણી શકાય. હજામ જો હજામત કરે તો તેની ગણના શકય નથી, તેથી તેનો આગાર રાખી શકાય. મોટા શસ્ત્ર તલવાર, ભાલા, બંદૂક, પાવડો, કોદાળી, બરછી આદિનો સંપૂર્ણ ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (રર) મસિઃ પેન, પેન્સિલ, હોલ્ડર આદિની મર્યાદા કરવી. કાગળ, નોટ વગેરેની મર્યાદા પણ શક્ય હોય તો કરી શકાય. (૨૩) કષિ વાણિજય : ખેતીનો વ્યાપાર હોય તો તેના સંબંધમાં તે ક્ષેત્રના અમુક વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. પોતે કરવાનાં વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી. નોકરી કરતા હોય તેણે તે સિવાય સર્વ વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચાની મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ : ઘડિયાળ, ચશ્મા, કાચ, થાળી, વાટકા, ગ્લાસ, લેધર–બેગ, બોકસ, કબાટ, બાજોઠ, રેડીયો, ટી.વી., સોફાસેટ આદિ ઘર-વખરીની ચીજ-વસ્તુની પોતાના ઉપયોગમાં મર્યાદા કરવી. રોજિંદા વપરાશનો આગાર રાખીને નવા ઉપકરણની મર્યાદા કરી શકાય છે. (૨૫) આભૂષણો ઃ શરીર પર પહેરવાનાં સોના ચાંદીનાં આભૂષણોની મર્યાદા જાતિમાં કે જંગમાં કરવી. અથવા નવા પહેરવાની મર્યાદા કે ત્યાગ કરવો. પહેરેલાનો આગાર કરી શકાય. પચ્ચકખાણનો પાઠઃ આ રીતે મેં મર્યાદા અને આગાર રાખ્યા છે, તે સિવાય મારી સમજણ અને ધારણા અનુસાર, દવા અને અનિવાર્ય કારણના આગાર સહિત, ઉપયોગપૂર્વક ત્યાગ, એગવિહં તિવિહેણું ન કરેમિ મણસા, વયસા, કાયસા, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ. પચ્ચકખાણ પાળવાનો પાઠ: જો મે દેસાવગાસિયં પચ્ચખાણ કર્યા (મેં અહોરાત્રને માટે જે દ્રવ્યાદિની મર્યાદા કરીને શેષના પચ્ચકખાણ કર્યા હતા.) તે સમ્મ કાએણે, ન ફાસિયં, ન પાલિય, ન તીરિય, ન કિટ્ટિય, ન સોહિયં, ન આરાહિય, આણાએ અણુપાલિય ન ભવઈ, તસ્સ મિચ્છામિ દુક્કડમ્. અથવા – ગઈ કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ્. નોંધ- પૂર્વોકત નિયમો સિવાય પ્રતિદિન સામાયિક, મૌન, ક્રોધ ત્યાગ, અસત્ય ત્યાગ, કલહત્યાગ, નવકારશી, પોરસી, સ્વાધ્યાય પ્રતિજ્ઞા, ધ્યાન આદિ નિયમો યથાશક્તિ ગ્રહણ કરવાં જોઈએ.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262