Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 236
________________ - ૧૭૪ શ્રી ઉપાસક દશાંગ સત્ર દિશામાં ૧000 યોજન સુધીના લવણ સમુદ્રના ક્ષેત્રને જાણતા હતા./૧૦ પ્રતિમાના નામ- શ્રાવકોની ૧૧ પ્રતિમાના નામ આ પ્રમાણે છે- (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (દ) અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય પ્રતિમા (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા (૮) સ્વયં આરંભ ત્યાગ પ્રતિમા (૯) પ્રેષ્ઠ ત્યાગ પ્રતિમા (૧૦) ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા. ll૧૧il. ભવિષ્યની ગતિ- દશે શ્રાવકોએ અગિયાર પ્રતિમાઓનું પાલન કરીને, વીસ વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરીને, અંત સમયે એક માસના અનશનપૂર્વક કાલધર્મ પામીને, સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામીને સિદ્ધ થશે. ll૧રો આ સૂત્રથી મળતા જીવન સંસ્કાર :(૧) પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ ન કરવો જોઈએ. (૨) માનવ જીવનને ગુણોનો ભંડાર બનાવવું જોઈએ કે જે ઘરમાં અને સમાજમાં દરેકને માટે હિતકારી થાય. (૩) ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિઓ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો જોઈએ. (૪) શ્રાવકોએ મહિનામાં છ પૌષધ માટે ચિંતનશીલ અને પ્રયત્નશીલ બનવું જોઈએ. (૫) ઘરના પ્રત્યેક સદસ્યો માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બનાવવા જોઈએ. (૬) સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ વિશિષ્ટ સાધનાનું લક્ષ્ય રાખવું જોઈએ. (૭) જીવનના અંતિમ સમય સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું જોઈએ. (૮) દુઃસહ્ય પરિસ્થિતિમાં અને સંકટના સમયે પણ ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં અડગતા રાખવી જોઈએ. (૯) ચમત્કારની આશાથી જીવનને સંશયાત્મક ન બનાવવું જોઈએ. (૧૦) કોઈ પણ ધર્મી વ્યક્તિ પર સંકટ આવે તો પણ ધર્મશાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણ વિવેક રાખવો જોઈએ. કોઈ પ્રકારના નિરાશાપૂર્ણ વાક્ય ન બોલવાં જોઈએ. ચમત્કાર થવો તે કોઈ ધર્મનું ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. (૧૧) ઘરમાં કોઈ વિપરીત સંયોગ [મહાશતક અને રેવતીની સમાન] પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્માચરણની પ્રગતિને રોકવી ન જોઈએ. મહાશતકની પત્ની રેવતીએ ૧૨ પત્નીઓને મારી નાંખી, દરરોજ માંસ-મદિરાનો આહાર કરતી વગેરે આપત્તિજનક વ્યવહારમાં પણ મહાશતકે સાધનાને સફળ કરી. (૧૨) જીવનમાં ત્રણ મનોરથોનું અવશ્ય ચિંતન કરવું જોઈએ-૧. કયારે હું સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરું. ૨.કયારે પંચ મહાવ્રતધારી સાધુ બનું. ૩.કયારે હું અંતિમ સમયે આરાધનાપૂર્વકના પંડિત-મરણને પ્રાપ્ત કરું. (૧૩) જીવનમાં અમુક વર્ષની ઉંમર નિશ્ચિત કરી લેવી જોઈએ, ત્યાર પછી પૂર્ણ નિવૃત્ત જીવન જીવવું જોઈએ. (૧૪) સરળતા, નમ્રતા અને ભૂલ સુધારવાની ભાવના વગેરે ગુણોના વિકાસથી યુક્ત જીવન બનાવવું જોઈએ. (૧૫) ગુણવિકાસ, તપવિકાસ, જ્ઞાનવિકાસ થવા છતાં પણ ગુરુઓ પ્રત્યે વિનયભક્તિ અવશ્ય રાખવી જોઈએ. (૧) આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનો વિનય, કામદેવની દઢતા અને સંધર્ષમય પરિસ્થિતિઓમાં મહાશતકની ધર્મશ્રદ્ધાને સદાને માટે સ્મૃતિમાં રાખવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262