Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 240
________________ ૧૭૮ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવો, ક્રિયાઓ અને પરિણામોને સમજીને હૃદયંગમ કર્યા હતાં. આસવ સંવરરરર = આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના સ્વરૂપ, સાધન, આચરણ, બંધન અને મુક્તિના સ્વરૂપને સમજતા હતા. તે આહત સિદ્ધાંતમાં દક્ષ, નિપુણ અને વિશેષજ્ઞ હતા અર્થાત્ તે તત્ત્વજ્ઞ, તત્ત્વાભ્યાસી, તત્ત્વાનુભવી, તત્ત્વસંવેદક અને તત્ત્વદા વિદ્વાન હતા. આત્માની વૈભાવિક અને સ્વાભાવિક દશાના, આત્માને અનાત્મ દ્રવ્યથી સંબંધિત કરનાર ભાવો અને આચરણોના, તેનાથી મુક્ત થવાના ઉપાયોના અને મુકતાત્માના સ્વરૂપ આદિના તેઓ તલસ્પર્શી જ્ઞાતા હતા. હેય-શૈય અને ઉપાદેયનો વિવેક કરવામાં નિપુણ હતા. મસા દેવાસુર = તે શ્રાવકો સુખ-દુઃખને સ્વકૃત કર્મોદયનું પરિણામ સમજીને સમભાવપૂર્વક સહન કરતા હતા, પરંતુ કોઈ દેવ-દાનવની સહાયતાની ઇચ્છા કરતા નહીં. તેઓ ધર્મમાં એવી દઢ શ્રદ્ધાવાળા હતા, કે દેવ-દાનવાદિ પણ તેમને ચલિત કરી શકતા નહીં. fi પાવયણે ઉત્સરિ = નિગ્રંથ પ્રવચન-જિનેશ્વર પ્રરૂપિત સિદ્ધાંતમાં દઢ શ્રદ્ધાવાન હતા. તેના અંતરમાં જિન સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની શંકા ન હતી. તે જિનધર્મ સિવાય અન્ય ધર્મની આકાંક્ષા રાખતા નહીં, કારણકે તેમને જિનધર્મમાં જ પૂર્ણ શ્રદ્ધા હતી. ધર્મારાધનાના ફળમાં તેમને અંશમાત્ર સંદેહ ન હતો. નિર્દી કુ ર= તેઓએ તત્ત્વોના અર્થ પ્રાપ્ત કર્યા હતા, જિજ્ઞાસા થતાં જ પ્રભુ સમીપે અથવા સર્વશ્રુત કે બહુશ્રુત સમીપે જઈને, પ્રશ્નો પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યા હતા, સિદ્ધાંતના ભાવોને સમ્યક પ્રકારે સમજીને ધારણ કર્યા હતા. તેઓએ વિશેષ ચિંતનપૂર્વક નિશ્ચય કરીને તત્ત્વોનું રહસ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મિંગ-ઉનાપુરા રતાતે એક ભવાવતારી શ્રમણોપાસકોની ધર્મશ્રદ્ધા એટલી દઢ હતી કે તેના આત્મપ્રદેશોમાં ધર્મ પ્રેમ દેઢતર અને દઢતમ થઈ ગયો હતો. તેના પ્રભાવથી તેના અસ્થિ અને મજ્જા પણ તે પ્રશસ્ત રંગથી રંગાઈ ગયા હતાં. ગયારસો ! fણા પાવયણે = તેના ધર્મ રાગની ઉત્કૃષ્ટતાનું પ્રમાણ એ જ છે કે જ્યારે સાધર્મીબંધુઓ પરસ્પર ભેગા થાય અથવા પરસ્પર ધર્મ ચર્ચા થાય, ત્યારે તેના અંતરમાં એક જ નાદ ગુંજતો હોય કે આ નિગ્રંથ-પ્રવચન એક માત્ર અર્થભૂત છે, સારભૂત છે, પ્રયોજનભૂત છે, શેષ સર્વ અસાર છે, અનર્થભૂત છે, દુઃખદાયક છે. સિયત અર્વાવકુવા = તે ઉદાર હતા, દાતા હતા. તેના ઘરનાં દ્વાર યાચકોને માટે ખુલ્લાં રહેતાં હતાં. પાખંડી કે કુઝાવચનિકોથી તેમને કોઈ પ્રકારનો ભય ન હતો. વિવેત્તરપરખવેલા = તેમ પ્રયોજનવશ કોઈના પણ ઘરમાં અથવા રાજ્યના અંતઃપુરમાં પ્રવેશ કરતાં ત્યારે લોકો તેના ચારિત્રમાં કોઈ પ્રકારની શંકા કરતા નહીં. તે પોતાના સ્વદાર–સંતોષવ્રતમાં દઢ હતા, સમાજમાં વિશ્વાસપાત્ર હતા. તે અનેક પ્રકારના ત્યાગ-પ્રત્યાખ્યાન, અણુવ્રત-ગુણવ્રત, સામાયિક, પૌષધોપવાસ અને અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા હતા, શ્રમણ નિગ્રંથોને અચિત્ત-નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર આદિ ૧૪ પ્રકારનાં દાન આપતાં હતાં અને યથાશક્તિ તપ કરતાં પોતાના આત્માને ભાવિત કરતા હતા.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262