Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 235
________________ | પરિશિષ્ટ-૧: દશ શ્રાવકોનું જીવન ૧૭૩ ] પત્નીના નામ:- દશ શ્રાવકોની પત્નીના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) શિવાનંદા (૨) ભદ્રા (૩) શ્યામા (૪) ધન્યા (૫) બહુલા (૬) પૂષા (૭) અગ્નિમિત્રા (૮) રેવતી (૯) અશ્વિની અને (૧૦) ફાલ્ગની. lal ઉપસર્ગ - દશ શ્રાવકોને આવેલા ઉપસર્ગો આ પ્રમાણે છે– (૧) આનંદને અવધિજ્ઞાન થયું. (૨) કામદેવને દેવકૃત પિશાચ, ગજ અને સર્પનો ઉપસર્ગ થયો. તે ઉપસર્ગથી પરાજિત થયા નહીં. (૩) ચલની પિતાને દેવકૃત ઉપસર્ગ થયો. તેમાં અંતે માતાના વધની ધમકીથી વ્રતભંગ અને માતાના નિમિત્તે પુનઃ સ્થિર થયા. (૪) સુરાદેવને દેવકૃત ઉપસર્ગ થયો. તેમાં અંતે વ્યાધિ ઉત્પન્ન કરવાની ધમકીથી વ્રતભંગ અને પત્નીના નિમિત્તે બોધ પામ્યા. (૫) ચુલશતકને દેવકૃત ઉપસર્ગમાં ધનહરણની ધમકીથી વ્રતભંગ અને પત્નીની પ્રેરણાથી પ્રતિબોધ પામ્યા. (૬) કુંડકૌલિકને દેવ દ્વારા વસ્ત્ર-દુપટ્ટો અને નામાંકિત મુદ્રિકાનું અપહરણ થયું. દેવ દ્વારા ગોશાલક મતની પ્રશંસા થઈ પરંતુ કંડકૌલિક સ્વધર્મમાં સ્થિર થયા. (૭) શકડાલપુત્રને ઉપસર્ગમાં પત્ની વધની ધમકીથી વ્રતભંગ અને અંતે અગ્નિમિત્રા નામની પત્ની દ્વારા ધર્મમાં સ્થિર થયા. (૮) મહાશતકને રેવતી નામની પોતાની દુવ્રતા-દુરાચારિણી પત્ની દ્વારા ઉપસર્ગ થયો. તેમાં નિશ્ચલ રહ્યા પરંતુ અંતિમ આરાધના કાલમાં અનિષ્ટ–અપ્રિય ભાષણથી દોષ સેવન અને ગૌતમ સ્વામીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર. (૯-૧૦) નંદિની પિતા અને શાલિની પિતા આ બંનેને કોઈ ઉપસર્ગ થયો નથી. I૪ ગતિ- દશે શ્રાવકો સંખનાપુર્વક મૃત્યુ પામીને પ્રથમ સૌધર્મ દેવલોકમાં ભિન્ન ભિન્ન વિમાનોમાં ઉત્પન્ન થયા. તે વિમાનોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) અરુણ (૨) અરુણાભ (૩) અરુણપ્રભ (૪) અરુણકાંત (૫) અરુણશિષ્ટ (૬) અરુણ ધ્વજ (૭) અરુણભૂત (૮) અરુણવતંસ (૯) અરુણગવ (૧૦) અરુણકીલ./પી વ્રજ સંખ્યા દશે શ્રવાકોની વ્રજ સંખ્યા ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો (૨) છ ગોકુળ-0,000 ગાયો (૩) આઠ ગોકુળ-૮0,000 ગાયો (૪) છ ગોકુળ-0,000 ગાયો (૫) છ ગોકુળ–$0,000 ગાયો (૬) છ ગોકુળ- 50,000 ગાયો (૭) એક ગોકુળ- ૧૦,000 ગાયો (૮) આઠ ગોકુળ- ૮૦,૦૦૦ ગાયો (૯) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો (૧૦) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો હતો. વૈભવ પરિમાણ– દશે શ્રાવકો પાસે વૈભવ ક્રમશઃ આ પ્રમાણે હતો- (૧) બાર કરોડ સુવર્ણ મુદ્રા (૨) અઢાર કરોડ (૩) ચોવીસ કરોડ (૪) અઢાર કરોડ (૫) અઢાર કરોડ (૬) અઢાર કરોડ (૭) ત્રણ કરોડ (૮) ચોવીસ કરોડ (૯) બાર કરોડ (૧૦) બાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. મર્યાદા- દશે શ્રાવકોએ ૨૧ બોલની મર્યાદા કરી. (૧) ઉલ્લણયાવિહિં (૨) દાતણની મર્યાદા (૩) ફળની મર્યાદા (૪) અત્યંગન (૫) ઉબટન (૬) સ્નાન વિધિ (૭) વસ્ત્ર વિધિ (૮) વિલેપન (૯) પુષ્પ (૧૦) આભરણ (૧૧) ધૂપ (૧૨) ભોજન (૧૩) ભઠ્ય-મિષ્ટાન્ન (૧૪) ઓદન (૧૫) સૂપા (૧૬) ધૃત-ઘી (૧૭) શાક (૧૮) માધુરક–પાલંકા વિશેષ પ્રકારનો ગુંદ (૧૯) જમણ–તળેલા પદાર્થો (૨૦) પાણી (૨૧) મુખવાસની મર્યાદા અથવા અભિગ્રહ કર્યા.l૮-લા અવધિજ્ઞાન- આનંદ અને મહાશતક આ બંને શ્રાવકને અવધિજ્ઞાન થયું. તેમાં આનંદ અને મહાશતકના અવધિજ્ઞાનનો વિષય ઊર્ધ્વ દિશામાં સૌધર્મ દેવલોક સુધી, અધ દિશામાં પ્રથમ નરકના લોલુપ નામના નરકાવાસ સુધી, ઉત્તર દિશામાં હિમવાન પવર્ત પર્યત અને શેષ ત્રિદિશામાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦-૫00 યોજન સુધી જાણતા હતા અને મહાશતક પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262