Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર
[ ૧૩૫ ]
કે સકડાલપુત્રે પરિગ્રહના રૂપમાં એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક કરોડ સોનામહોર વ્યાપારમાં તથા એક કરોડ સોનામહોર ઘરના વૈભવમાં સાધન સામગ્રીમાં રાખી હતી. તેને એક ગોકુળ હતું, જેમાં દસ હજાર ગાયો હતી.
સકલાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તે ત્યાંથી પાછા ગયા. પોલાસપુર નગરની મધ્યમાંથી પસાર થતાં પોતાના ઘર પત્ની અગ્નિમિત્રા પાસે આવ્યા અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, તમે ત્યાં જાઓ, તેમને વંદના થાવત્ પર્યાપાસના કરો, અને તેમની પાસેથી પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કરો.
२८ तए णं सा अग्गिमित्ता भारिया सद्दालपुत्तस्स समणोवासगस्स 'तह' त्ति एयमटुं विणएणं पडिसुणेइ । ભાવાર્થ :- શ્રમણોપાસક સકડાલપુત્રની પત્ની અગ્નિમિત્રાએ તહત્તિ- આપ કહો છો તેમ જ છે, એ પ્રમાણે કહીને વિનયપૂર્વક પોતાના પતિના કથનનો સ્વીકાર કર્યો. વિવેચન :
આ પ્રસંગ ગૃહસ્થ જીવનના પરસ્પરના સંબંધો કેવા હોવા જોઈએ, તેના પર પ્રકાશ પાડે છે. પ્રત્યેક સાંસારિક પ્રવૃત્તિ દાંપત્ય જીવનમાં સાથે થાય છે, તે જ રીતે ધાર્મિક અનુષ્ઠાનો પણ સાથે થાય તો તે આદર્શ ગૃહસ્થ કહેવાય. સકલાલપુત્ર આદર્શ જીવન જીવી રહ્યા હતા. તેની પત્ની અગ્નિમિત્રાને પતિ પ્રત્યે પૂર્ણ આદર પૂર્વક સમર્પિત ભાવ હતો. પતિના વચનને કોઈ પણ પ્રકારના તર્કવિતર્ક કર્યા વિના સ્વીકાર્યું પોતાની વરસોની માન્યતા અને શ્રદ્ધાને છોડી પતિની આજ્ઞા અનુસાર સહજ રીતે પ્રભુની દેશના સાંભળવા તૈયાર થઈ.
२९ तए णं से सद्दालपुत्ते समणोवासए कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! जाव जुत्तामेव धम्मियं जाणप्पवर उवट्टवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । શબ્દાર્થ :- કુરિયર સેવકોને. ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક સકલાલપુત્રે પોતાના સેવકોને બોલાવીને કહ્યું–હે દેવાનુપ્રિય! તીવ્ર ગતિવાળા, વાવ, ધાર્મિક યાનપ્રવર – શ્રેષ્ઠરથ તૈયાર કરો, તૈયાર કરી મને શીધ્ર ખબર આપો. ३० तए णं ते कोडुबियपुरिसा सद्दालपुत्तेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्टतुट्ठ- चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाणहियया, करयल- परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु ‘एवं सामी' त्ति आणाए विणए ण वयणं पडिसणेति, पडिसूणेत्ता खिप्पामेव लहुकरणजुत्तजोइयं जाव धम्मिय जाणप्पवर उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणति । ભાવાર્થ :- શ્રમણોપાસક સકડાલપુત્રે આ પ્રમાણે કહ્યું, ત્યારે સેવકોએ અત્યંત પ્રસન્ન થતાં, ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કરતાં, અતિ સૌમ્ય-માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા, હાથ જોડી, મસ્તકની ચારેબાજુ ફેરવી તથા અંજલિબદ્ધ કરીને સ્વામી એમ આદરપૂર્ણ