Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૫૪]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
દ્વારા મારી નાંખ્યું. આમ તેઓની એક એક કરોડ સોનામહોર અને એક એક ગોકુળ સહજ રૂપે મને પ્રાપ્ત થઈ જાય. હું શ્રમણોપાસક મહાશતકની સાથે મનુષ્ય જીવનના વિપુલ વિષય સુખ ભોગવતી રહીશ. આ પ્રમાણે વિચાર કરી તે પોતાની બાર શોકયોને મારવા માટે અનુકૂળ અવસર અને એકાંતની શોધ કરવા લાગી. | ९ तए णं सा रेवई गाहावइणी अण्णया कयाइ तासि दुवालसण्हं सवत्तीणं अंतरं जाणित्ता छ सवत्तीओ सत्थप्पओगेणं उद्दवेइ, उद्दवेत्ता छ सवत्तीओ विसप्पओगेणं उद्दवेइ, उद्दवेत्ता तासिं दुवालसण्हं सवत्तीणं कोलघरियं एगमेगं हिरण्णकोडिं, एगमेगं वयं सयमेव पडिवज्जइ, पडिवज्जित्ता महासयएणं समणोवासएणं सद्धिं उरालाई भोगभोगाई भुंजमाणी विहरइ । શબ્દાર્થ :- ૩ = મારી નાખવા શોત-પરિવં = પીયરથી લાવેલા. ભાવાર્થ :- કોઈ સમયે ગાથાપતિની પત્ની રેવતીએ અનુકૂળ અવસર જોઈને પોતાની બાર શોક્યોમાંથી છ ને શસ્ત્ર પ્રયોગ દ્વારા અને છ ને વિષપ્રયોગ દ્વારા મારી નાંખી. આ રીતે પોતાની બાર શોક્યોને મારી તેઓના પિયરથી લાવેલી એક એક કરોડ સોનામહોર તથા એક એક ગોકુળ પોતે લઈ લીધાં અને તે શ્રમણોપાસક મહાશતકની સાથે વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. વિવેચન -
પ્રસ્તુત બે સૂત્રોમાં રેવતીની અધમાધમ વિચારાધારા અને તદનુસારના અધમ કૃત્યનું નિરૂપણ છે. વિષયવાસના જીવનને સર્વનાશ તરફ લઈ જાય છે તેનું સાક્ષાત્ દષ્ટાંત રેવતીનું આ કૃત્ય છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સતત ચિંતન આસક્તિનો ભાવ જાગૃત કરે છે. જે વિષયની આસક્તિ જાગૃત થાય તેની કામના થાય, કામના પૂર્તિ માટે વિધ વિધ પ્રયત્નો થાય. તેમાં જે કોઈ બાધક બને તેના પર ક્રોધ થાય અથવા કામના પૂર્તિ ન થાય તો ક્રોધ થાય. ક્રોધી વ્યક્તિ મૂઢ બની જાય, હેય-ઉપાદેયનો, યોગ્યયોગ્યનો વિવેક ભૂલી જાય છે. તેની સ્મૃતિનો નાશ થાય. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ અને બુદ્ધિનાશ સર્વ વિનાશને નોતરે છે.
રેવતીનું આ દુષ્કૃત્ય પણ વિષય-વાસનાનું જ પરિણામ હતું. વાસનાપૂર્તિ માટે પોતાની જ બાર બાર શોક્યોનો ક્રૂર રીતે ઘાત કરવો તે એક અમાનુષી કાર્ય હતું અને તેમાં પણ એક સ્ત્રી હૃદયને માટે આ કૃત્ય અત્યંત રોમાંચક અને બીભત્સ હતું. રેવતીની દુર્વ્યસનની લાલસા - |१० तए णं सा रेवई गाहावइणी मंसलोलुया, मंसेसु मुच्छिया, गिद्धा, गढिया, अज्झोववण्णा बहुविहेहिं मसेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च मज्जं च सीधुं च पसण्णं च आसाएमाणी, विसाएमाणी, परिभाएमाणी, परिभुजेमाणी विहरइ । શબ્દાર્થ - નોતુય = લોલુપ મુછિયા = મુગ્ધ મુંનમાળી = ભોગવતી. ભાવાર્થ :- ગાથાપતિની પત્ની રેવતી માંસ ભક્ષણમાં લોલુપ, આસક્ત, લુબ્ધ તથા તત્પર રહેતી