Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 218
________________ [ ૧૫૬] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર पडिसुणंति, पडिसुणित्ता रेवईए गाहावइणीए कोल घरिएहितो वएहितो कल्लाकल्लिं दुवे दुवे गोण पोयए वहति, वहेत्ता रेवईए गाहावइणीए उवणेति । ભાવાર્થ – પિયરના નોકરોએ ગાથાપતિની પત્ની રેવતીના કથનનો જેવી આજ્ઞા કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો તથા તે તેના પિયરના ગોકુળોમાંથી રોજ સવારે બે વાછરડાંનો વધ કરીને રેવતી ગાથાપત્ની પાસે લાવતા હતા. |१४ तए णं सा रेवई गाहावइणी तेहिं गोणमंसेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च मज्जं च सीधुं च पसण्णं च आसाएमाणी, विसाएमाणी, परिभाएमाणी, परिभुजेमाणी विहरइ । ભાવાર્થ:- ગાથાપતિની પત્ની રેવતી લોઢી પર સેકેલા વાછરડાના માંસના ટુકડા આદિનું તથા મદિરાનું લોલુપ ભાવે સેવન કરવા લાગી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં રેવતીની રસેન્દ્રિયની લાલસાનું દર્શન થાય છે. વિષય-વાસનાની પૂર્તિ કરતાં કરતાં જીવ અનેક વ્યસનોમાં ફસાઈ જાય છે. એક પગથિયું નીચે ઊતરે તેને ક્રમશઃ એક પછી એક પગથિયાં નીચે ઊતરતાં સમય વ્યતીત થતો નથી. અનાદિ કાલના કુસંસ્કારથી નિમિત્ત મળતાં જીવનું પતન તુરંત જ થઈ જાય છે. રેવતીએ વાસના પૂર્તિને કારણે બાર શોક્યોનો ઘાત કર્યો. સાથે જ મધ માંસમાં આસક્ત બની અને વિવિધ પ્રકારના મધ-માંસ વિવિધ રીતે ખાતી પીતી હતી. તીવ્ર આસક્તિ વિવેકનો નાશ કરે છે. રેવતી રાજ્ય નિયમનું પણ પાલન ન કરી શકી. શ્રેણિક રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, ગુપ્ત રીતે પિયરના ગોકુળમાંથી પ્રતિદિને બે વાછરડાં વાત કરી રોજ મંગાવવા અને ખાવાં. ખરેખર ! આ અંગે વિચારતાં પણ હૃદય ધ્રૂજી ઊઠે, અંતર કંપન અનુભવે તેવું કુકૃત્ય હતું. વિષયાસક્ત વ્યક્તિનું જીવન કેવું હોય? અને તે કેવાં અધમાધમ કાર્ય નિર્લજ્જતા સાથે કરી શકે છે તે રેવતીના જીવનથી જાણી શકાય છે. જીવનસાથી મહાન કક્ષાના શ્રમણોપાસક મહાશતકની દઢતમ શ્રદ્ધા અને તેનું ધર્મ આચરણ રેવતીને કંઈ પણ અસર કરી શકયું નહીં. શ્રમણોપાસક મહાશતકની મહાન સાધના :|१५ तए णं तस्स महासयगस्स समणोवासगस्स बहूहिं सीलव्वय जाव भावेमाणस्स चोद्दस संवच्छरा वइक्कंता । एवं जहा आणंदो तहेव जाव धम्मपण्णत्तिं उवसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ:- શ્રમણોપાસક મહાશતકને વિવિધ પ્રકારનાં વ્રત-નિયમો દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયાં યાવત્ આનંદ શ્રાવકની જેમ (તેણે પારિવારિક અને સામાજિક જવાબદારી જ્યેષ્ઠ પત્રને સોંપી અને પોતે પૌષધશાળામાં) નિવૃત્ત ધર્મ સાધના સ્વીકાર કરી ધર્મધ્યાનમાં લીન બન્યા. વિવેચન : આ સંસારમાં પ્રત્યેક જીવ કર્મને આધીન છે. એક જ ઘરમાં રહેતાં, એટલું જ નહીં પરંતુ પૂર્વજન્મના

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262