Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન—૩: શ્રમણોપાસક ચુલનીપિતા
सोहम्मवडिसगस्स महाविमाणस्स उत्तर-पुरत्थिमेणं अरुणप्पथे विमाणे देवत्ताए उववण्णे चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा
पढमस्स ।
શબ્દાર્થ :- સિન્નિધિજ્ઞ = સિદ્ધ થશે તેવત્તાÇ = દેવરૂપે.
=
૧૦૧
ભાવાર્થ :- શ્રમણોપાસક ચુલનીપિતા, કામદેવ શ્રમણોપાસકની જેમ તે ધારણ કરેલ પ્રધાન અણુવ્રત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસ દ્વારા અનેક પ્રકારે આત્માને ભાવિત કરી, વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી, એક માસની સંલેખનાથી આત્માને ઝૂષિત કરીને ૬૦ ભકત અનશન સંપન્ન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, મરણના સમયે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સૌધર્મ દેવલોકમાં સૌધર્માવતસક મહાવિમાનના ઈશાનકોણમાં સ્થિત અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની આયુ:સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ થશે મોક્ષ પ્રાપ્ત કરશે.
અહીં અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ.
ઉપસંહાર ઃ- · ચુલનીપિતા દેશ્રદ્ધાવાન હતા. શ્રદ્ધાને અંત સુધી અખંડ રાખી, પરંતુ માતાની મમતાને કારણે દેવ પ્રતિ સમભાવ રહ્યો નહીં. પૌષધભાવમાં સ્ખલના થઈ. તે શ્રાવકે એક તરફ પોતાના પુત્રોનાં શરીર પર થનારી દારુણ વેદના સહર્ષ સ્વીકારી, પરંતુ માતા પર આવતી આપત્તિની કલ્પનાથી તે અધીર થયા. માતા પ્રતિ જે કર્તવ્યનિષ્ઠા હતી તે ગુણરૂપ હતી, પરંતુ ઐહિક કર્તવ્યનિષ્ઠામાં તે પારલૌકિક આધ્યાત્મિક સાધનારૂપ પૌષધની સીમાનું ઉલ્લંઘન કરી ઉપસર્ગદાતાને પકડવા આદિની પ્રવૃત્તિ અને સંકલ્પરૂપ પ્રતિકાર કરવા તત્પર થઈ ગયા. તે જ તેની સ્કૂલના થઈ. તે જ તેનો દોષ થયો. માતાના નિર્દેશથી પ્રાયશ્ચિત કર્યું અને પુનઃ આત્મભાવમાં લીન થયા. આ રીતે છદ્મસ્થ સાધકોને કોઈપણ નિમિત્તથી દોષ સેવનની સંભાવના રહે છે તેવા સમયે જાગૃતિપૂર્વકનું પ્રાયશ્ચિત કરવું તે જ તેની શુદ્ધિનો ઉપાય છે.
જ
II અધ્યયન-૩ સંપૂર્ણ ॥