Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
[ ૧૦૨]
( ચોથું અધ્યયન ) પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha
વારાણસી નગરીમાં સુરાદેવ નામના ગાથાપતિ હતા. તે ઘણા સમૃદ્ધ હતા. છ કરોડ સોનામહોરો તેના ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં તથા છ કરોડ સોનામહોરો ઘરના વૈભવમાં રાખી હતી. તેની પત્નીનું નામ ધન્યા હતું.
પુણ્યયોગે એકવાર ભગવાન મહાવીર વારાણસીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદની જેમ સુરાદેવે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે ધર્મ આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ કરતા ગયા.
એકદા સૂાદેવ પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ સ્વીકારી ઉપાસનામાં રત હતા. પૂર્વાર્ધ રાત્રિના સમયે તેની સમક્ષ દેવકૃત ઉપસર્ગ આવ્યો. એક દેવ તેની સામે પ્રગટ થયો. તેના હાથમાં તીક્ષ્ણ ધારવાળી તલવાર હતી. તેણે સુરાદેવને ઉપાસનામાંથી ચલાયમાન કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તેમને ડરાવ્યા, ધમકાવ્યા પરંતુ તેની અસર થઈ નહીં, ત્યારે ચુલનીપિતાના પુત્રોની જેમ તેના ત્રણ પુત્રોની ક્રમશઃ હત્યા કરી. દરેક પુત્રના શરીરના પાંચ પાંચ ટુકડા કરી ઊકળતા પાણીની કડાઈમાં નાખ્યા અને તે ઉકળતું માંસ અને લોહી સુરાદેવ ઉપર છાંટયાં, પરંતુ સુરાદેવની દઢતા તૂટી નહીં, તે નિર્ભયતાથી પોતાની ઉપાસનામાં સંલગ્ન રહ્યા.
દેવે વિચાર્યું કે પુત્રો પ્રત્યે રહેલી મમતા સુરાદેવને વિચલિત કરી શકતી નથી. તેને ચલિત કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ જગતના જીવોને અનેક વસ્તુઓ અને વ્યક્તિઓ પર ગાઢ આસક્તિનો ભાવ અને રાગનો સંબંધ હોય છે, પરંતુ શરીર પર સર્વથી અધિક મમત્વભાવ હોય છે, તેથી દેવે સુરાદેવને તેના શરીરમાં એક સાથે ૧૬ મહારોગ ઉત્પન્ન કરવાની ધમકી આપી અને કહ્યું કે તારા વ્રતને છોડી દે અન્યથા હું તારા શરીરમાં એકી સાથે દમ, ઉધરસ, તાવ,દાહ, પેટનો દુઃખાવો, ભગંદર, હરસ, અજીર્ણ, દષ્ટિરોગ, માથાનો દુઃખાવો, અરુચિ, આંખની વેદના, કાનની વેદના, ખૂજલી, જલંદર, અને કુષ્ઠપણું આ સોળ મહારોગ ઉત્પન્ન કરીશ. આ મહારોગથી તારું શરીર સડી જશે, તેની અસહ્ય પીડાથી તારું શરીર જીર્ણ થઈ જશે.
પોતાની નજરે દીકરાની હત્યા થતી જોઈ, છતાં સુરાદેવ ચલિત ન થયા. પરંતુ મહારોગોનાં નામ શ્રવણથી જ આકુળ વ્યાકુળ થઈ ગયા. તેણે વિચાર્યું કે આ ભીષણ રોગોની અસીમ વેદના ભોગવી મારું જીવન જ મૃતવત્ થઈ જશે. આ વિચારથી જ તે વ્યાકુળ થઈ ગયા. અનાદિકાલના દેહાધ્યાસથી સુરાદેવ પથભ્રષ્ટ થઈ ગયા. તેણે વિચાર્યું જે દુષ્ટ મારા દેહમાં સોળ મહારોગ ઉત્પન્ન કરવા ઇચ્છે છે તેને જ પકડી લેવો જોઈએ. તેણે તેને પકડવા માટે હાથ ફેલાવ્યા પરંતુ તે દેવમાયાનું ષડયંત્ર હતું. તરત જ દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. પૌષધશાળાનો જે થાંભલો સુરાદેવની સામે હતો, તે તેના હાથમાં આવ્યો. સુરાદેવ મૂઢ થઈ ગયા. તે સમજી શકયા નહીં કે આ શું થયું? તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા.
સુરાદેવની પત્ની ધન્યાએ જ્યારે આ કોલાહલ સાંભળ્યો કે તરત જ તે પૌષધશાળામાં આવી અને પોતાના પતિને તેનું કારણ પૂછ્યું, સુરાદેવે સંપૂર્ણ હકીકત પ્રગટ કરી. ધન્યા તીવ્ર બુદ્ધિમાન અને