Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૪૬]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
णिसंते। से वि य धम्मे मे इच्छिए पडिच्छिए अभिरुइए, तं गच्छाहि णं तुम देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदाहि, णमंसाहि, सक्कारेहि, सम्माणेहि, कल्लाणं, मंगलं, देवय, चेइयं पज्जुवासाहि, समणस्स भगवओ महावीरस्स अतिए पंचाणुव्वइय सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि । શબ્દાર્થ :- પર્વ = આ પ્રમાણે વસિ = કહ્યું વMફ = કલ્પનીક, કરણીય અન્ન = આજ સUMઊંત્થિા = અન્ય ધર્મોથી સંબંધિત પુરુષ અતિરેખ માસ્તવિક્તા = બોલાવ્યા વગર બોલવુંત્તિ
તારે" = આજીવિકા સંકટગ્રસ્ત હોવી સારું = પ્રશ્નો પsઉમઃ = નીકળે છે નિદિધર્મો = ગૃહસ્થ ધર્મ, શ્રાવક ધર્મ, પડિવળાદિ = ગ્રહણ કરો. ભાવાર્થ :- ત્યાર પછી આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રતરૂપી બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરી તેણે ભગવાનને આ પ્રમાણે કહ્યું.
હે ભગવાન! આજથી અન્ય યુથિક – અન્ય ધર્મોના સંન્યાસી, તેના દેવો(તેના મુખ્ય ધર્મ પ્રવર્તકો) અને તેના દ્વારા પરિગૃહીત ચૈત્ય (તે અન્ય તીર્થિયોના ધર્મમાં સ્વીકારેલી કોઈપણ મૂર્તિઓ) તેને વંદના કરવી, નમસ્કાર કરવા, તેના બોલાવ્યા વિના તેની સાથે આલાપ-સંલાપ કરવો, તેને ધાર્મિક દૃષ્ટિથી અશન-ખાદ્યપદાર્થ, પાન–પાણી, ખાદિમ-ફળ, મેવા વગેરે વસ્તુઓ તથા સ્વાદિમ-સ્વાધ, પાન સોપારી વગેરે મુખવાસ અથવા મુખ શુદ્ધિકર ચીજો આપવી, વારંવાર આપવી વગેરે પ્રવૃત્તિઓ મારા માટે કલ્પનીય નથી. અર્થાત્ હું આ કાર્ય કરીશ નહીં પરંતુ (૧) રાજા (૨) ગણ–જનસમુદાય અથવા વિશિષ્ટ જનસત્તાત્મક, ગણતંત્રીય શાસન (૩) બળ-સેના અથવા બલવાન પુરુષ (૪) દેવ (૫) ગુરુ, માતા-પિતા વગેરે ગુરુજનનો આદેશ અથવા આગ્રહ તથા (૬) પોતાની આજીવિકા સંકટગ્રસ્ત હોવાની સ્થિતિ વગેરે પરિસ્થિતિમાં કરવાનો અપવાદ છે અર્થાત્ આ સ્થિતિમાં ઉક્ત કાર્ય મારા માટે કરવા યોગ્ય છે.
શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક–અચિત્ત, એષણીય–તેના દ્વારા સ્વીકાર કરવા યોગ્ય નિર્દોષ, આહાર, પાણી, ખાધ તથા સ્વાધ; વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછણ, (રજોહરણ અથવા પગ લૂછવાનું વસ્ત્રો પાટ, બાજોઠ, રહેવાનું સ્થાન, પથારી રૂપે પાથરવા માટે ઘાસ વગેરે, ઔષધ(સૂકી જડીબુટ્ટી), ભેષજ (બે-ત્રણ દ્રવ્ય ભેગા કરીને બનાવેલી દવા) આપવી મને કહ્યું છે, મારા માટે કરણીય છે.
આનંદ શ્રાવકે આ અભિગ્રહ–સંકલ્પનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને ભગવાનને પ્રશ્નો પૂછયા, પ્રશ્નો પૂછીને તેનું સમાધાન કર્યું સમાધાન કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને ભગવાન પાસેથી યુતિપલાશ નામના ચૈત્યથી બહાર નીકળીને વાણિજ્યગામ નગરમાં પોતાને ઘેર આવ્યા. ત્યાં આવીને પોતાની પત્ની શિવાનંદાને કહ્યું હે દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મારા માટે ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર છે. હે દેવાનુપ્રિયે! તમે ભગવાન મહાવીર પાસે જાઓ અને વંદના કરો, નમસ્કાર કરો, તેનો સત્કાર કરો, સન્માન કરો, તે કલ્યાણસ્વરૂપ છે, મંગલમય છે, દેવસ્વરૂપ છે અને જ્ઞાનવંત છે, તેમની પર્યાપાસના કરો તથા પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ (શ્રાવકધર્મ) સ્વીકાર કરો. વિવેચનઃ
શ્રાવકનાં બાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે.