Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૪ ]
શ્રી ઉપાસક દશાગ સૂત્ર
સમજવું વધારે ઉપયુક્ત છે, કારણ કે પાઠમાં ઉકાળવા માટેનો શબ્દ છે, તળવા માટેનો શબ્દ નથી. બીજી વાત એ છે કે અહીં ગરમ કરવાનું, ઉકાળવાનું પ્રયોજન છે. તળવાનું પ્રયોજન નથી. તળવાનું પ્રયોજન કોઈપણ ચીજને ખાવા માટે કે સ્વાદિષ્ટ બનાવવા માટે હોય છે. જ્યારે અહીં તો ગરમ કરીને શ્રાવક ઉપર છાંટવાનું પ્રયોજન છે. આ વિચારણાથી મૂળપાઠના અનુવાદમાં, 'પાણીથી ભરેલી કડાઈ એવો અર્થ સ્વીકારવામાં આવ્યો છે. ચુલની પિતાની નીડરતા :| ५ तए णं से चुलणीपिया समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जावविहरइ । ભાવાર્થ :- દેવ દ્વારા આ પ્રમાણે કહેવા છતાં ચુલનીપિતા નિર્ભય ભાવથી ધર્મધ્યાનમાં લીન રહ્યા.
६ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चंपि तच्चपि चुलणीपियं समणोवासयं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! तं चेव भणइ जाव विहरइ । ભાવાર્થ :- જ્યારે તે દેવે શ્રમણોપાસક ચુલનીપિતાને નિર્ભય જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર તે જ પ્રમાણે કહ્યું પરંતુ ચુલનીપિતા પૂર્વવત્ નિર્ભયતાથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. જયેષ્ઠ પુત્ર-વધઃ|७ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासित्ता आसुरत्ते चुलणीपियस्स समणोवासयस्स जेटुं पुत्तं गिहाओ णीणेइ णीणेत्ता अग्गओ घाएइ, घाएत्ता तओ मंससोल्लए करेइ, करेत्ता आदाणभरियसि कडाहयसि अद्दहेइ, अद्दहेत्ता चुलणीपियस्स समणोवासयस्स गायं मंसेण य सोणिएण य आयंचइ । શબ્દાર્થ – પિત્ત = જોઈને ફ = લઈને પત્તા = વધ કરીને આવા મિિપ = તેલ, પાણી વગેરે કોઈપણ પ્રવાહી પદાર્થથી ભરેલી ગાયં = (ગોત્ર) શરીરને. ભાવાર્થ :- દેવે ચલનીપિતાને જ્યારે આ રીતે નિર્ભય જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થયો અને ચલન પિતાના જયેષ્ઠ પુત્રને તેના ઘેરથી ઉપાડી લાવ્યો અને તેની સામે તેને મારી નાંખ્યો. મારીને તેના ત્રણ ટુકડા કર્યા, ઉકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીને ઉકાળ્યા. તેનાં માંસ અને લોહીથી ચુલનીપિતાના શરીરને સિંચ્યું. |८ तए णं से चुलणीपिया समणोवासए तं उज्जलं जाव अहियासेइ । શબ્દાર્થ:- ૩mā = તીવ્ર. ભાવાર્થ :- ચુલની પિતાએ તે તીવ્ર વેદનાને સમતાપૂર્વક સહન કરી. મધ્યમ અને કનિષ્ઠ પુત્રનો વધ:| ९ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चंपि तच्चपि चुलणीपियं समणोवासय एवं वयासी-हं भो चुलणीपिया समणोवासया !