Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'અધ્યયન–૩: શ્રમણોપાસક ચુલનીપિતા
[ ૯૩]
ગૌતમસ્વામીએ જે રીતે આનંદના સંબંધમાં ભગવાનને પ્રશ્ન કર્યો હતો, તે રીતે ચુલની પિતાના ભાવિ જીવનના સંબંધમાં પણ પ્રશ્ન કર્યો. ભગવાને તેનું સમાધાન કર્યું.
શેષ ઘટના ગાથાપતિ કામદેવની સમાન છે. ગ્લનીપિતા પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ સ્વીકારીને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-નિવૃત્ત ધર્મસાધના અંગીકાર કરી ઉપાસનામાં લીન થયા. દેવકૃત ઉપસર્ગઃ - | ३ तए णं तस्स चुलणीपियस्स समणोवासयस्स पुव्व रत्तावरत्तकाल-समयंसि एगे देवे अंतियं पाउब्भूए । શબ્દાર્થ - અને તે = કોઈક દેવ. ભાવાર્થ - પૂર્વાર્ધ રાત્રિના અપરાત્રિકાળ (અદ્ધરાત્રિકાળ) સમયે શ્રમણોપાસક ચુલની પિતાની સમક્ષ એક દેવ પ્રગટ થયો. પુત્રવધની ધમકી:| ४ तए णं से देवे एगं महं णीलुप्पल जाव असिं गहाय चुलणीपियं समणोवासयं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! जहा कामदेवो जाव ण भंजेसि, तो ते अहं अज्ज जेट्ठ पुत्तं साओ गिहाओ णीणेमि, पीणेत्ता तव अग्गओ घाएमि घाएत्ता तओ मंस-सोल्ले करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयंसि अहहेमि अहहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ :- નીતુવૃત્ત = ઉત્પલ જેવી નીલી સિં = તલવાર સંસિ = ભંગ કરીશ સંસ-સોજો = માંસના ટુકડા ડાઈલિ = કડાઈ માન = તળીશ આર્યવામિ = સિંચીશ. ભાવાર્થ :- દેવે એક મોટી, નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર કાઢીને જે રીતે રાક્ષસ રૂપધારી દેવે કામદેવને કહ્યું હતું, તે જ પ્રમાણે શ્રમણોપાસક ચુલની પિતાને કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ નહીં કરો તો હું આજે તમારા મોટા પુત્રને ઘરેથી લાવીશ. લાવીને તમારી સમક્ષ તેને મારી નાંખીશ. મારીને તેના ત્રણ ટુકડા કરીશ. ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં ઉકાળીશ. તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ. જેથી તમે આર્તધ્યાન અને અતિદુઃખથી પીડિત થઈને અકાળે જ પ્રાણોથી રહિત થઈ જશો. વિવેચન :
આ સૂત્રમાં આવેલ સામયિંસિ શબ્દનો અર્થ ટીકામાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે– 'आदाणभरियसि' त्ति आदाणम्-आद्रहणं यद् उदक तैलादिकम् अन्यतर द्रव्य-पाकाय अग्नौ उत्ताप्यंते तद् भृते । अद्दहेमि = आद्रहयामि-उत्कालयामि । -उपारु टीका ।
કોઈપણ વસ્તુને પકાવવા માટે જે પાણી કે તેલને ઉકાળવામાં આવે તેનાથી ભરેલી કડાઈમાં ઉકાળીશ. નિષ્કર્ષ :- અહીં વ્યાખ્યામાં પાણી કે તેલ વગેરે શબ્દનો પ્રયોગ થયો છે. છતાં આ પ્રસંગમાં પાણી