Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન—૨ : શ્રમણોપાસક કામદેવ
૭૯
ડુક્કર વૃષ્ટિ = કુક્ષિ મા = બકરી વળજોલી = સોનાથી વેષ્ટિત ઝુમ્મ = કાચબા વીસફ = વીસ પુષ્ત્ર = પૂંછડી ગુલમુતેંત = ગરજી રહ્યો હતો, કિકિયારી કરતો.
ભાવાર્થ :- ત્યાર પછી પિશાચ રૂપધારી દેવે જોયું કે શ્રમણોપાસક કામદેવ નિર્ભય ભાવે ઉપાસનામાં રત છે. તે શ્રમણોપાસક કામદેવને નિગ્રંથ પ્રવચન–જિનધર્મથી વિચલિત, ક્ષુભિત, વિપરીત પરિણામયુક્ત કરી શક્યો નથી, તેના મનોભાવ બદલાવી શક્યો નથી, તેથી શ્રમિત, ક્લાંત અને ખિન્ન થઈને ધીરે ધીરે પાછો હટી ગયો, પાછળ હટીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, બહાર નીકળીને દેવમાયા જન્ય પિશાચ રૂપનો ત્યાગ કર્યો. ત્યારપછી દેવમાયાથી એક વિશાળકાય હાથીનું રૂપ ધારણ કર્યું.
તે હાથી સુપુષ્ટ સાત અંગથી યુક્ત હતો. તેની દેહરચના સુંદર અને સુગઠિત હતી. તે આગળથી ઊંચો અને ઉપર ઉઠેલો હતો . પાછળથી ડુક્કરની જેમ નીચે નમેલો હતો. તેની કુક્ષિ–જઠર, બકરીની કમર જેવી હતી. તેનો નીચેનો હોઠ અને સૂંઢ લાંબાં હતાં. મોઢામાંથી બહાર નીકળેલા દાંત અડધી ખૂલેલી કળી જેવા ઉજ્જવળ અને સફેદ હતા. તે સોનાની મ્યાનમાં હતા, એટલે કે સોનાના વેપ્ટનયુક્ત હતા. તેની સૂંઢનો આગળનો ભાગ કંઈક ખેંચેલા ધનુષ્યની જેમ સુંદર રૂપમાં વળેલો હતો. તેના પગ કાચબા જેવા પૂર્ણ, એકદમ જાડા અને ચપટા હતા. તેને વીસ નખ હતા. તેની પૂંછડી શરીર સાથે ચોંટેલી, સુંદર અને પ્રમાણોપેત લંબાઈ પહોળાઈ વગેરે સુંદર આકારવાળી હતી. તે હાથી મદથી ઉન્મત હતો. વાદળાંની જેમ ગરજી રહ્યો હતો. તેની ઝડપ મન અને પવનના વેગને જીતનારી હતી.
१२ विडव्वित्ता जेणेव पोसहसाला, जेणेव कामदेवे समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! तहेव भणइ जाव ण भंजेसि, तो ते अज्ज अहं सोंडाए गिण्हामि, गिण्हित्ता पोसहसालाओ
मि, णणित्ता उड्ड वेहासं उव्विहामि, उव्विहित्ता, तिक्खेहिं दंत-मुसलेहिं पडिच्छामि, पडिच्छित्ता अहे धरणि-तलंसि तिक्खुत्तो पाएसु लोलेमि, जहा णं तुमं देवाणुप्पिया ! अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि ।
શબ્દાર્થ:- સોંઘાવ્ = સૂંઢમાં નીનેમિ = લઈ જઈને વેહાલ = આકાશમાં વ્વિામિ = ઉછાળીશ મૂલત્તે♥િ = મૂસળ જેવા દાંતોથી હિન્છામિ = પકડીશ અન્હે = નીચે તિવ્રુત્તો = ત્રણવાર પાણ્યુ = પગથી તોતેમિ = કચડી નાંખીશ, રગદોળી નાંખીશ.
ભાવાર્થ :- આવા હાથીના રૂપની વિક્રિયા કરીને પૂર્વોક્ત દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શ્રમણોપાસક કામદેવ હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણોપાસક કામદેવને પૂર્વવર્ણિત પિશાચની જેમ કહ્યું યાવત્ જો તમે વ્રત ભંગ નહીં કરો તો હું તમને મારી સૂંઢથી પકડી લઈશ. પકડીને પૌષધશાળાની બહાર લઈ જઈશ, બહાર લાવી ઉપર આકાશમાં ઉછાળીશ, ઉછાળીને મારા તીક્ષ્ણ અને મૂસળ જેવા દાંતોથી પકડીશ, પકડીને નીચે પૃથ્વી પર ત્રણવાર પગથી રગદોળીશ, જેથી તમે આર્તધ્યાન, વિકટ દુઃખથી પીડિત થતાં, અકાળે જ જીવનથી પૃથક્ થઈ જશો, મરી જશો.
१३ તર્ णं से कामदेवे समणोवासए तेणं देवेणं हत्थिरूवेणं एवं वुत्ते समाणे, अभीए जाव विहरइ ।
શબ્દાર્થ:- વુત્તે સમાળે = કહેવા છતાં પણ વિહરફ = ધર્મ ધ્યાનમાં રત રહ્યા, વિચરે છે.