Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
[ ૪૧ ]
નષ્ટ થાય છે. સાધનાનો અભ્યાસ દઢ થતો નથી માટે તેનું વર્જન અત્યંત આવશ્યક છે. દિશા સહિત દ્રવ્યાદિ અનેક બોલોની મર્યાદા કરવી તે પણ આ વ્રતનો વિષય છે. જેને ૧૪ નિયમ કહે છે અને જે પ્રતિદિન ધારણ કરાય છે.
લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. જૈન દર્શનનું અંતિમ લક્ષ સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત થવાનું છે. એક સાથે સમસ્ત ભૌતિક ભાવોની આસક્તિને છોડીને આત્મભાવોમાં સ્થિર થવું તે સામાન્ય જન માટે શકય નથી. તેથી જ ક્રમશઃ એષણા, કામના અને ઇચ્છાનું નિયંત્રણ કરતાં કરતાં અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. આ અભ્યાસમાં આ વ્રત ઘણું આવશ્યક છે. પૌષધ વ્રતના અતિચાર:|५८ तयाणंतरं च णं पोसहोववासस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- अप्पडिलेहिय-दुप्पडिलेहिय-सिज्जासंथारे, अप्पमज्जियदुप्पमज्जिय-सिज्जासंथारे, अप्पडिलेहिय-दुप्पडिले हिय-उच्चारपासवणभूमी, अप्पमज्जिय दुप्पमज्जिय-उच्चारपासवणभूमी, पोसहोववासस्स सम्म अणणुपालणया । શબ્દાર્થ :- ક્વાર પાવનભૂમિ = વડીનીત, લઘુનીત પરઠવાની જગ્યા સિક્કા સંથાર = શય્યા સંસ્તારક, મકાન, આસન. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસકે પૌષધવ્રતના પાંચ મુખ્ય] અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં, તે આ પ્રમાણે છે– (૧) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત શય્યાસંસ્તારક (૨) અપ્રમાર્જિત- દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક (૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત ઉચ્ચારપ્રસવણભૂમિ(મળ મૂત્રના ત્યાગની ભૂમિ) (૪) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ તથા (૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન. વિવેચન :
પૌષધોપવાસમાં પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ શબ્દ ઉપ ઉપસર્ગ અને વાસ શબ્દથી બન્યો છે. ઉપ નો અર્થ સમીપે અને વાસનો અર્થ છે નિવાસ કરવો. ઉપવાસનો શાબ્દિક અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો એ છે. આત્મગુણોનું સામીપ્ય અથવા સાંનિધ્ય સાધવામાં કેટલાક સમય માટે બહિર્મુખતા નાશ પામે છે. બહિર્મુખતામાં સહુથી વધારે મહત્વપૂર્ણ સ્થાન ભોજનનું છે તેથી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છે કે ઉપવાસી ઉપાસક એક નક્કી કરેલા સમય માટે (૨૪ કલાક માટે) ગૃહસ્થપણાના સર્વ સંબંધને છોડીને લગભગ સાધુવતુ થઈને એક સ્થાનમાં નિવાસ કરે. સૂવું, બેસવું, વડીનીત, લઘુનીત વગેરે દરેક માટે પણ નિર્વદ્ય સ્થાન નિશ્ચિત કરી લે છે. સાધુની જેમ આવશ્યક ઉપકરણનો પણ યતના અથવા સાવધાનીથી ઉપયોગ કરે છે.
શ્રાવક અથવા ઉપાસકના ત્રણ મનોરથમાં એક મનોરથ આ પ્રમાણે છે કે- વાળમાં મુકે પવિત્તા પુત્રને મારા જીવનમાં એ અવસર ક્યારે આવશે કે જ્યારે હું મુંડિત થઈને દીક્ષિત થઈશ.