Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
[ ૨૧ ]
ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિનો આશય આ પ્રમાણે છે– ખેતરની જમીનને હળથી ખેડતાં સો વખત જતા આવતા લીટા (ચાસ) પડે અર્થાત્ સો વખત હળ જેટલી જમીનમાં ફરે (આવ-જા કરે) તે નિયત્ત-નિવર્તન પ્રમાણ જમીનને એક હળ કહે છે. આ અર્થ પ્રમાણે એક નિવર્તન (ચાસ) = એકવાર હળની આવવા-જવાની જમીન ત્રણ ફૂટ (આશરે) થાય, તેથી એક સો નિવર્તનના ત્રણસો ફૂટ એટલે કે ૧૦૦ ગજ (લગભગ ૧૦૦ મીટર જમીન) થાય, તેથી એક હળની જમીન બરાબર ૧૦૦ મીટર લંબાઈ અને ૧૦૦ મીટર પહોળાઈના ક્ષેત્રના માપની જમીનનો ટુકડો. આનાથી ૫૦૦ ગણી જમીન આનંદ શ્રાવકે ખેતી માટે રાખી હતી.
આનંદ શ્રાવકના વ્યાપાર સંબંધી કથન અહીં વ્રતગ્રહણના પાઠમાં નથી. પ્રારંભિક વર્ણનમાં આવ્યું છે કે આનંદને વ્યાજ વટાવનો વ્યાપાર હતો.
કરોડોની મુદ્રા રાખે તો પણ સર્વ શ્રેષ્ઠ શ્રાવકોમાં તેની ગણના થઈ છે. તેને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી, કારણકે વ્રત સ્વીકારતી વખતે તેની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ તેમણે સંતોષ રાખ્યો. પરિગ્રહ વૃત્તિને સીમિત કરી, ઇચ્છાઓને સંયમિત કરી, તેથી જ તેને સીમિત પરિગ્રહવાળા કહેવાય છે.
નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી અહીં કેટલાક પરિગ્રહનું જ પરિમાણ બતાવ્યું છે. (૧) સોનું (૨) ધન (૩) ચતુષ્પદ (૪) કવિય વગેરેનું કથન આ વ્રતમાં કર્યું છે. શેષ પાંચ પ્રકારના પરિગ્રહનો સમાવેશ ઉપરોકત મર્યાદામાં જ સમજી લેવો. |२५ तयाणंतरं च णं उवभोग-परिभोगविहिं पच्चक्खाएमाणे, उल्लणियाविहि परिमाणं करेइ । णण्णत्थ एगाए गंधकासाईए, अवसेसं सव्वं उल्लणियाविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- ૩૧મો = એકવાર ભોગવવા યોગ્ય વસ્તુ પરમોન = વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ. ભાવાર્થ :- ત્યાર પછી તેમણે ઉપભોગ- પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ભીના શરીરને લૂછવાના, ઉપયોગમાં આવતા અંગ લૂછવાના ટુવાલ વગેરેનું પરિમાણ કર્યું.(મર્યાદા કરી)-સુગંધિત અને લાલ -એક પ્રકારના અંગ લૂછવાના ટુવાલ સિવાય બધા જ અંગ લૂછવાના ટુવાલનો હું ત્યાગ કરું છું. | २६ तयाणंतरं च णं दंतवणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं अल्ललट्ठीमहुएणं, अवसेसं दंतवणविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- અત્તમદુi = લીલા જેઠીમધનું દાતણ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે દાતણ વગેરેની મર્યાદા કરી. લીલાં જેઠી મધનાં દાતણ સિવાય બીજાં બધાં દાતણનો હું ત્યાગ કરું છું. २७ तयाणंतरं च णं फलविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं खीरामलएणं, अवसेसं फलविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- હીરામીણM = દૂધિયા આંબળાં, ગોટલી વિનાનાં આંબળાં. ભાવાર્થ :- ત્યાર પછી ફળવિધિનું પરિમાણ કર્યું કે– એક ક્ષીર(મીઠાં) આંબળાં સિવાય અન્ય ફળોનો હું ત્યાગ કરું છું.