Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
બેસવાનું ઉપકરણ, યાન–માલસામાન લઈ જવાની ગાડી, વાહન સવારી વગેરે ઘણાં સાધન સામગ્રી તથા સોના-ચાંદી, સિક્કા વગેરે પ્રચુર ધનના સ્વામી હતા. તેઓ આયોગપ્રયોગ સંપ્રવૃત્ત-વ્યાપારદષ્ટિથી ધનનું આદાન-પ્રદાન કરનારા હતા. તેને ત્યાં ભોજન કર્યા પછી પણ ઘણાં આહાર પાણી વધતાં હતાં. તેનાં ઘરમાં ઘણાં નોકર, ચાકર, ગાય, ભેંસ,બળદ, પાડા, ઘેંટા, બકરાં, વગેરે હતાં. તે લોકોથી અપરિભૂત હતાં અર્થાત્ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં બહુ લોકોથી ઊંચા દરજ્જામાં હતા.
વિવેચનઃ
.
ગાથાપતિ શબ્દનો સામાન્ય અર્થ ‘ગૃહસ્વામી’ થાય છે. વિશેષ અર્થમાં ધનધાન્ય, સમૃદ્ધિ, વૈભવ આદિના અધિકારી(સમૃદ્ધ)ગૃહસ્થને ગાથાપતિ કહે છે. નગરી, ચૈત્ય અને રાજધાનીનું વર્ણન અહીં સંક્ષિપ્તમાં કર્યું છે. વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્રમાં છે.
आओग-पओग - आयोगेन - द्विगुणादि लाभेन द्रव्यस्य प्रयोगः, अधमर्णानां दानं तत्र संप्रयुक्तानि व्यापृतानि तेन वा संप्रयुक्तानि । —[ઉપાસક દશાંગ ટીકા. અને ભગવતી શ—ર,
ઉ –૫]
આનંદશ્રાવક પોતાની સંપત્તિનો દ્વિગુણા લાભ માટે પ્રયોગ કરતો હતો અર્થાત્ જરૂરિયાતમંદને દાન આપતો, વ્યાપારાદિમાં સહાયક બનતો વગેરે રીતે સાધર્મિકોને સહાયક બનતો હતો. આ રીતે તે શાહુકારીની પ્રવૃત્તિ કરતો હતો.
વિક્રિય પમત્તપાળે = ભોજન કર્યા પછી તેના ઘરમાં પ્રચુર ભોજન શેષ રહેતું હતું. તેના કર્મચારી પણ ઘણા હતા, તેથી તેઓને માટે પણ ઘણું ભોજન બનતું હતું.
તેને ત્યાં ગો, મહિષ આદિ પશુ સમૂહ પણ ઘણો હતો. આ પ્રસંગથી પ્રગટ થાય છે કે તે સમયે ખેતી અને ગાય પાલનનું કાર્ય ઉત્તમ મનાતું હતું. સમૃધ્ધ ગૃહસ્થ તેને આનંદથી સ્વીકારતા હતા.
७ | तस्स णं आणंदस्स गाहावइस्स चत्तारि हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडीओ वुड्डिपउत्ताओ; चत्तारि हिरण्णकोडीओ पवित्थरपउत्ताओ, चत्तारि वया दसगोसाहस्सिएणं वएणं होत्था ।
શબ્દાર્થ:- ખિહાળ = ખજાનો વૃગ્નિ = વ્યાપારમાં પવિત્થર = ઘરના વૈભવમાં, વિસ્તારમાં પત્તારિ વયા = ચાર ગોકુલ, વ્રજ વસ-નો-સાહસ્લિણ = દસ હજાર ગાયોના
ભાવાર્થ :- આનંદ ગાથાપતિ એ ચાર કરોડ સોનૈયા ખજાનામાં રાખ્યા હતા. ચાર કરોડ સોનૈયા વ્યાપારમાં રોકયા હતા. ચાર કરોડ સોનૈયા ઘરના વૈભવ–ધન,ધાન્ય, દ્વિપદ અને ચતુષ્પદ પ્રાણી વગેરે સાધન સામગ્રીમાં રાખ્યા હતા. તેના ચાર વ્રજ–ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ હજાર ગાયો હતી. વિવેચનઃ
અહીં પ્રયોગ કરવામાં આવેલ હિરણ્ય-સોનાનો અભિપ્રાય સોનાના સિક્કાઓથી છે. તે સમયમાં તેનું ચલણ પ્રચલિત હશે. સોનાના સિક્કાનું ચલણ આ દેશમાં પ્રાચીન કાલથી ચાલ્યું આવે છે. ભગવાન મહાવીર સ્વામી પછી પણ ભારતમાં સોનાના સિક્કાનું ચલણ હતું. વિદેશી શાસકોએ ભારતમાં જે સોનાના સિક્કાનું ચલણ કર્યું, તેને દીનાર કહેતા હતા. સંસ્કૃત ભાષામાં ‘દીનાર’ શબ્દનો ‘દીનાર’ તરીકે જ સ્વીકાર