Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ
पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? ભાવાર્થ :- આર્ય સુધર્માસ્વામી એ કહ્યું,' હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગના દસ અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આનંદ (૨) કામદેવ, (૩) ચુલનીપિતા (૪) સુરાદેવ (૫) ચુલ્લશતક (૬) કુંડકૌલિક (૭) સકડાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિનીપિતા (૧૦)
સાલિહીપિતા.
જંબૂ સ્વામીએ ફરી પૂછ્યું– હે ભંતે ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગનાં જે દસ અધ્યયન કહ્યાં છે તેમાં તેઓએ પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? તેનું શું તાત્પર્ય કહ્યું છે ? વિવેચનઃ
સામાન્ય વર્ણનને માટે જૈન આગમમાં વળોદ્વારા સૂચન કર્યું છે, જેથી અન્યત્ર વર્ણિત અપેક્ષિત પ્રસંગને પ્રસ્તુત સ્થાન પર લઈ શકાય છે. તે જ રીતે વિશેષણાત્મક વર્ણન વિસ્તાર આદિ માટે નાવ શબ્દ દ્વારા સંકેત કરવાનું પણ જૈન આગમોમાં પ્રચલિત છે. તત્સંબંધિત વર્ણન અન્ય આગમોમાં જ્યાં આવ્યું હોય ત્યાંથી ગ્રહણ કરાય છે. અહીં ભગવાન મહાવીરસ્વામી, સુધર્માસ્વામી અને જંબૂસ્વામીનું વર્ણન નાવ શબ્દથી સૂચિત કર્યું છે, તે શ્રી જ્ઞાતાધર્મકથા, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી રાજપ્રશ્નીય સૂત્રથી જાણવું.
મુખ્ય રૂપે ભગવાન મહાવીરના શરીર આદિનો વિસ્તૃત પાઠ ઔપપાતિક સૂત્રથી અને સુધર્મા સ્વામી, જંબૂસ્વામીના પરિચયનો પાઠ જ્ઞાતા સૂત્રથી જાણવો જોઈએ.
જૈન આગમોની કંઠસ્થ પરંપરાની સુવિધા માટે અને લેખન શૈલીની સુવિધા માટે આ સંક્ષિપ્ત
પાઠની શૈલી સ્વીકારી છે.
આનંદ ગાથાપતિનું વ્યક્તિત્વઃ
६ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणियगामे णामं णयरे होत्था । वण्णओ । तस्स वाणियगामस्स बहिया उत्तरपुरत्थिमे दिसिभाए दूइपलासए णामं चेइए । वण्णओ। तत्थ णं वाणियगामे णयरे जियसत्तू राया होत्था । वण्णओ। तत्थ गं वाणियगामे आणंदे णामं गाहावई परिवसइ- अड्डे दित्ते, वित्ते विच्छिण्ण-विउल-भवणसयणासण- जाण-वाहणे, बहु-धण - जायरूव-रयए, आओग-पओग-संपत्ते, विच्छड्डियપ૩ર-મત્ત-પાળે, વહુ-વાલી-વાસ-નો-મહિસ-વેતાળમૂ વહુનળસ્ત્ર પરિભ્રૂણ । શબ્દાર્થ:- હાવજ્ઞ = ગૃહસ્વામી આબો-પોળ = વ્યાજ વટાવનો ધંધો વિઘ્ધત્રિય = વધેલો (બચેલો) અને ઘણા લોકોને અપાતો આહાર અભ્રૂણ = અતિરસ્કૃત (સમ્માનિત)
ભાવાર્થ:- આર્ય સુધર્માસ્વામી બોલ્યા – હે જંબૂ ! તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે, જ્યારે ભગવાન મહાવીરસ્વામી બિરાજમાન હતા, ત્યારે વાણિજ્ય ગામ નામનું નગર હતું. (નગરનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) તે નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) ધ્રુતિપલાસ નામનું ચૈત્ય હતું. (ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) ત્યાં જિતશત્રુ નામના રાજા હતા. (રાજાનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) ત્યાં વાણિજ્યગામમાં આનંદ નામના ગાથાપતિ રહેતા હતા. આનંદ શ્રીમંત,પ્રભાવશાળી, સંપન્ન ગૃહસ્થ હતા. તે ભવન, શયન, ઓઢવા પાથરવાનાં વસ્ત્ર, આસન–