Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અમારી વિનંતીને માન્ય કરીને પૂ. પ્રાણગુરુના અંતેવાસી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મહારાજ સાહેબે વિશાળ આગમ જ્ઞાનના આધારે દરેક આગમ ઉપર પોતાની મૌલિક વિચારધારા અભિગમ ના માધ્યમથી પ્રગટ કરી છે. જ્ઞાનસ્થવિરા પૂ. શ્રી જયાબાઈ મ. એ પોતાના અનુભવના આધારે પૂ. ગુરુદેવનું જીવન-કવન અલ્પ સમયમાં જ આલેખિત કર્યું.
અમારા કાર્યમાં સહાયક બનનાર પ્રત્યેક શ્રુત સહાયકો પ્રતિ અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ.
આજે પૂ.ગુરુવર્યોના આશીર્વાદે પૂ.ગુરુણીવર્યાના કૃપાબળે અને સ્વાધ્યાયપ્રેમી સાધકોના સહિયારા પ્રયત્ન દ્વાદશાંગી ગણિપિટકનું સાતમું અંગ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર રૂપે પ્રથમ આગમરન જૈન સમાજના શ્રદ્ધાળુ, શ્રુતપ્રેમી સમક્ષ પ્રગટ કરતાં અત્યંત આનંદ સહ કૃતાર્થતાની લાગણી અનુભવીએ છીએ.
વાચકો તેને વધાવશે. અંતરથી આવકારશે, શ્રદ્ધાથી સ્વીકારશે, સ્વભાવ સ્થિરતાના લક્ષે સ્વાધ્યાય કરશે તેવા અખંડ વિશ્વાસ સહ, અસ્તુ. આશીર્વાદ
- સાધ્વીરના ઉર્વશીબાઈ મ.! આગમ અનુવાદ લખવાનો તમારો પુરુષાર્થ પ્રશંસનીય છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રમણોપાસકની જે ઉપાસના દર્શાવી છે, તે ઉપાસના પ્રત્યેક વાચક, પાઠક, શ્રોતાજનના ઉર–ઉરમાં વસી જાય. વાસના ઉપાસના બને અને રાગ-દ્વેષનાં બીજ બળી વીતરાગ બને તેવી શુભકામના. તમે પણ આવા અનુવાદ કરી, એકાગ્રચિત્તની સાધના કરી આત્માના ઉરમાં વસો અર્થાત્ આત્માના અનંત ગુણોને પ્રગટ કરવા સ્વ-અધ્યાય કરો, પરથી દૂર થઈ સ્વમાં વસો, નિજાનંદી બનો. સંપાદનનું કાર્ય આર્યા આરતીએ ઘણું સરસ કર્યું છે તેને પણ ધન્યવાદ. આત્મદેવની આરતી ઉતારી સ્વરૂપ રમણતા કરે તેવી મંગલ કામના.
તમારાં નામ ગુણવાચક બને અને મોક્ષ શીધ્ર પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ.
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ-અંબા માત" ને વંદન કરું ભાવભર્યા ; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહ, એવી કરું વિજ્ઞાપના.
પૂ. ગુરુપ્રાણ-આમ્રચરણાનુગામી આર્યા લીલમ
ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ.સ.
39