Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપતિ એટલી વિપુલ હતી કે તે મુદ્રાઓની ગણના કરવી મુશ્કેલ હતી તેથી તેનું પરિમાણ પાત્રથી બતાવ્યું છે અમે વિવેચનમાં પ્રાચીન માસા, કર્ષ, તોલા, શેર, પ્રસ્થ, આઠક વગેરે માપને સ્પષ્ટ કર્યા છે.
આનંદ શ્રાવકની આરાધનાના પ્રસંગમાં અગિયાર શ્રાવકોની પ્રતિમાનું વર્ણન શ્રી દશાશ્રુતસ્કંધના આધારે, આનંદ શ્રાવકને પ્રગટ થયેલા અવધિજ્ઞાનના પ્રસંગમાં છ લેશ્યાનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે તથા અવધિજ્ઞાનનું વર્ણન નંદીસૂત્રના આધારે કર્યું છે.
આ રીતે અન્ય આગમોના આધારે આગમના પ્રત્યેક વિષયો સ્પષ્ટ થવાથી પાઠકોની જિજ્ઞાસા પૂર્તિ થાય અને શાસ્ત્રસ્વાધ્યાયનો રસ જળવાઈ રહે છે.
આમ પરમાત્મા કથિત શાસ્ત્રના ભાવોને યથાર્થ રીતે સમજીને જન-જન સુધી પહોંચાડવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે.
શાસ્ત્રસંપાદનના માધ્યમથી શાસનસેવાની અનુપમ તક અમોને પ્રાપ્ત થઈ તેના માટે ઉપકારી ગુરુભગવંતો પ્રતિ અંતરનો આદરભાવ અને વંદનીય-પૂજનીય ભાવો પ્રગટ કરી ધન્યતા અનુભવીએ છીએ.
પ્રાંતે આ આગમ યુગયુગાન્તર પર્યંત મુમુક્ષુ અને ઉપાસકોને પથદર્શક બને, સ્વાધ્યાયમાં સહાયક બને, આગાર ધર્મની આરાધના કરાવી, સાધકને આરાધક બનાવે એ જ મંગલ ભાવના.
શાસ્ત્રના ભાવોની પ્રરૂપણામાં કાંઈ પણ સ્ખલના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિદુકકડમ્
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
41
સદાૠણીમાત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.