Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગતિશીલ છે. સંશોધન સહ મૂળપાઠ, વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યાં છે, તેથી આગળ વધીને શ્રમણસંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકર મુનિજી મ. સા. એ પણ અત્યંત સંક્ષિપ્ત નહીં તેમજ અત્યંત વિસ્તૃત પણ નહીં, તે રીતે હિંદી વિવેચન સહ આગમ બત્રીસીને સમાજ સમક્ષ પ્રગટ કરીને મહાન ૠત સેવાનું કાર્ય કર્યું છે. જે સ્થાનકવાસી સમાજની બહુમૂલ્યવાન સંપત્તિ છે.
આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિએ બત્રીસ શાસ્ત્રોનો હિંદીમાં અને ગુજરાતી ભાષામાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે સામાન્ય અને પ્રૌઢ બન્ને સ્વાધ્યાયીઓને ઉપયોગી છે.
આ રીતે આગમ સાહિત્યને જીવંત અને ચિરકાલીન રાખવા સમયે સમયે આગમ પ્રેમી સાધકોએ વિધવિધ પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે. તેમ છતાં પ્રત્યેક પ્રકાશનોની પોતાની વિશેષતા છે.
પ્રસ્તુત સંસ્કરણ :
પ્રસ્તુત પ્રકાશનની પોતાની આગવી વિશેષતા છે. તેમાં મૂળપાઠ, ભાવાર્થ, સંક્ષિપ્ત વિવેચન, પ્રસંગોપાત સાધક–જીવનોપયોગી હિતશિક્ષાઓ, શ્રાવક જીવનોપયોગી વિષયોનાં વિશેષ પરિશિષ્ટો અને અંતે અર્થ સહિત કઠિન શબ્દોનું આલેખન કર્યું છે. સ્વાધ્યાયપ્રેમી સાધકો તેનો સ્વાધ્યાય કરશે ત્યારે જ તેની વિશેષતાને પારખી શકશે, અનુભવી શકશે.
આભાર દર્શન :
મનુષ્યનાં જીવનમાં સંયમપાલનનો અવસર અમૂલ્ય છે. પરંતુ તે અમૂલ્ય અવસરમાં પણ કોઈક સુભગ ઘડીઓ હોય છે કે માનવના તન-મનને પ્રસન્ન બનાવે છે. આવી જ અણમૂલી ઘડીઓ મારા જીવનમાં પણ આવી. પૂ. ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી અને તેના ઉપલક્ષે આગમ–લેખન કાર્ય.
ગુજ્જનો અને ગુણીમૈયાના અસીમ આશીર્વાદથી સાહિત્ય જગતમાં અક્ષરદેહે આગળ આવવાની પવિત્ર તક મને પ્રાપ્ત થઈ.
પૂજ્યવરા મુક્ત–લીલમ–ઉષા ગુણીની કૃપાદૃષ્ટિથી આ ઉપાસકદશાંગ સૂત્રનું અનુવાદ સહ વિવેચન કરવાનો મને આદેશ મળ્યો. જે કાર્ય મારું પરમ સૌભાગ્ય માની, ગુર્વાજ્ઞા સમજીને મેં સ્વીકારી લીધું. ઉત્સાહપૂર્વક કાર્યનો આરંભ કર્યો. તે જ ઉત્સાહ સાથે કાર્ય સંપન્ન કર્યું. આગમ અવગાહન કરતાં કરતાં શ્રુત ઉપાસનાનો અદ્ભુત આનંદ
52