Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧: પરિચય
:
કારણે અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થયો અને તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં વાણિજ્ય ગામની બહાર ધુતિપલાસ ચૈત્યમાં પધાર્યા. લોકો ધર્મલાભ લઈ રહ્યા હતા. તે સમયે ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી હંમેશાં છઠ્ઠને પારણે છઠ્ઠ કરી રહ્યા હતા. એક દિવસ તે પારણા માટે વાણિજ્યગામના કોલ્લાક સન્નિવેશમાં ગયા ત્યારે તેણે આનંદ શ્રાવકના આજીવન અનશન વિષયક વાત સાંભળી. તેમણે વિચાર્યું કે હું પણ ત્યાં જઈ આવું. તે આનંદ શ્રાવકની પૌષધશાળાની પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું. પોતાના સ્થાનથી સ્થાનાંતર થવું તેમના માટે અશક્ય હતું. પોતે વિધિવત્ વંદન કરી શકે તે માટે તેણે ગૌતમસ્વામીને નજીક પધારવાની વિનંતી કરી. ગૌતમસ્વામી નજીક આવ્યા. આનંદ શ્રાવકે ભકિતપૂર્વક વંદન કર્યા. અને એક પ્રશ્ન પણ કર્યો. ‘ભલે ! શું ગુહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે?' ગૌતમે કહ્યું “હા, આનંદ! થઈ શકે છે', ત્યારે આનંદે કહ્યું હું એક શ્રાવકની ભૂમિકામાં છું, મને પણ અવધિજ્ઞાન થયું છે. હું તે જ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી, ઉત્તરમાં ચુલહિમવંત પર્વત સુધી, ઊર્ધ્વ દિશામાં સૌધર્મ દેવલોક સુધી તથા અધોદિશામાં પ્રથમ નરકના લોલુપાચ્યત નરકાવાસ સુધી જોઈ શકું છું.' આ વાત સાંભળી ગૌતમસ્વામી બોલ્યા “આનંદ! ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ નહીં, માટે તમે આ અસત્ય બોલ્યા છો, તેની આલોચના અને પ્રાયશ્ચિત કરો.'
આનંદશ્રાવક બોલ્યા, “હે ભગવન્! શું જિન પ્રવચનમાં સત્ય અને યથાર્થ ભાવો માટે પણ આલોચના હોય છે?' ગૌતમસ્વામીએ કહ્યું- આનંદ ! તે પ્રમાણે નથી. ત્યારે આનંદ બોલ્યા “ભગવાન ! જિન પ્રવચનમાં જો સત્ય અને યથાર્થ ભાવોની આલોચના ન હોય તો આપ જ આ સંબંધમાં આલોચના કરો અર્થાતુ મેં જે કહ્યું છે તે અસત્ય નથી.' ગૌતમસ્વામી વિચારમાં પડી ગયા. આ સંબંધમાં ભગવાનને પૂછવાનો નિર્ણય કર્યો. તે ભગવાન પાસે આવ્યા. તેણે સર્વ હકીકત ભગવાન મહાવીર સ્વામીને કહી અને પૂછયું કે આલોચના અને પ્રાયશ્ચિતના ભાગી કોણ છે?
ભગવાને કહ્યું- હે ગૌતમ! તમે જ આલોચના કરો અને આનંદ પાસે જઈ તમે ક્ષમાયાચના કરો.
ગૌતમસ્વામી પવિત્ર અને સરળ સ્વભાવના સાધક હતા. તેમણે ભગવાન મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને સરળભાવથી પોતાના દોષની આલોચના કરી. આનંદ શ્રાવક પાસે જઈ ક્ષમાયાચના પણ કરી.
આનંદ શ્રાવક પોતાનાં આત્મ પરિણામોમાં ઉત્તરોત્તર દઢ અને દઢતર થતાં ગયાં. એક માસની સંલેખનાના અંતે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગી ને સૌધર્મ દેવલોકના સૌધર્માવલંસક મહાવિમાનના ઈશાનખૂણામાં સ્થિત અરુણ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી આનંદ શ્રાવકનો આત્મા મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.