Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અનાવશ્યક અતિવિસ્તારના ભયથી આગમોમાં સર્વ સામાન્ય વર્ણનો માટે 'નાવ' અને ' વળો'દ્વારા સંકેત કર્યો છે. જેને અનુસરી બીજા આગમોમાં તે વર્ણન લઈ લેવામાં આવે છે. સેંકડો વર્ષો સુધી કંઠસ્થ અને પછી લેખિત પ્રણાલીમાં આગમોને સુરક્ષિત રાખવા માટે આવું કરવું આવશ્યક હતું. સામાન્ય રીતે રાજા, શ્રેષ્ઠી, સાર્થવાહ, નગર, ઉદ્યાન, ચૈત્ય, સરોવર વગેરેનું વર્ણન પ્રાયઃ એક સરખું હોય છે. તેના માટે એક એક વિશેષ પાઠ ગોઠવવામાં આવ્યા છે. જેને સામાન્ય રીતે બધા રાજાઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, નગરો, ઉદ્યાનો, ચૈત્યો, સરોવરો વગેરેને માટે પોતપોતાના નિર્ણિત પાઠો ઉપયોગમાં લેવાય છે. પ્રસ્તુત આગમમાં પણ એવું જ થયું છે.
આ રીતે ઉપાસક દશાંગ સૂત્રમાં દશ શ્રાવકના કથાનકના માધ્યમથી તત્કાલીન શ્રાવકોની ધાર્મિક ભાવના સાથે સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. તેમ જ ગૃહસ્થ જીવનની પ્રત્યેક ફરજો પૂર્ણ કરતાં ગૃહસ્થો પણ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરી વ્રત-નિયમોનું પાલન કરી શકે છે અને ક્રમશઃ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને શ્રમણભૂત જીવન જીવી અંતિમ આરાધના કરી શકે છે. તેનું તાદશ ચિત્ર પ્રગટ થયું છે. જિન શાસનના સ્તંભ સમ ચાર તીર્થમાં [સાધુ- સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા] સ્થાન પામનાર પ્રત્યેક વ્યક્તિને સાધના – આરાધનાનો હક સમાન છે, આ જ જૈન ધર્મની વિશેષતા છે. કોઈપણ વ્યક્તિ શ્રમણ બની શકે છે, શ્રમણોપાસક બની શકે
છે.
ઉપાસક દશાંગ સૂત્ર ગૃહસ્થો માટે દીવાદાંડી સમ છે, ગૃહસ્થોને જીવન જીવવાની કળા શીખવે છે, ભોગમાંથી ત્યાગ તરફ જવાના મહામાર્ગને પ્રદર્શિત કરે છે. ૩૨ આગમોમાં શ્રાવકો માટેનું આ એક અને અનન્ય આગમ છે. જે ઉપાસકોની અમૂલ્ય
નિધિ છે.
આગમોનું પ્રકાશન :
આગમોનું પૂર્ણત: હિંદી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આગમ વિદ્વાન સમાદરણીય મુનિશ્રી અમોલખૠષિએ કરાવ્યું. ત્યારની પરિસ્થિતિમાં તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ત્યાર પછી શાસ્રાચાર્ય શ્રી પરમ પૂ. ઘાસીલાલજી મ. એ સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિંદી અને ગુજરાતી ભાષામાં પણ પ્રકાશન કરાવ્યું. તેમ જ જૈન શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પૂ. આત્મારામજી મ. સા.એ કેટલાંક આગમોની સંસ્કૃત છાયા વ્યાખ્યા સહ હિંદી અનુવાદનું મહાન કાર્ય કર્યું. જે વાસ્તવમાં અત્યંત ઉપયોગી હતું. તે ઉપરાત જૈન શ્વેતાંબર, તેરાપંથ તરફથી આગમ પ્રકાશનનું કાર્ય
51