Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અલ્પબદુત્વ, જીવ-અજીવ દ્રવ્યની અનંતતા, અજીવ સંસ્થાનના ભેદ-પ્રભેદ, લોકશ્રેણી જેવા વિષયો લોકના પદ્ધવ્યને સમજાવે છે. છ પ્રકારના નિગ્રંથો અને પાંચ પ્રકારના ચારિત્રનું સુવિસ્તૃત વર્ણન સાધકોને સ્વસ્થિતિનું દર્શન કરાવી પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. દશ સમાચારી, પ્રતિસેવના, આલોચના, પ્રાયશ્ચિત્ત અને તપનું વિશદુવિશ્લેષણ સાધ્વાચારને પ્રગટ કરે છે. શતક-૨૬માં જીવના કર્મબંધની સૈકાલિકતા, શતક-૨૭માં પાપક્રિયા કરવાની તૈકાલિકતા શતક–૨૮માં પાપક્રિયાના સમર્જનની સૈકાલિકતા, શતક–૨૯માં પાપકર્મવેદનના પ્રારંભ અને અંતના ચાર ભંગનું વર્ણન છે.
શતક ૩૦માં જીવોનું ચાર પ્રકારના સમવસરણનું વિભાજન કરીને તેમાં આયુષ્ય- બંધ વગેરે વિષયોનું નિરૂપણ છે.
શતક ૩૧માં લઘુયુગ્મ જીવોની ઉત્પત્તિ અને શતક–૩રમાં લઘુયુગ્મ જીવોની ઉદ્વર્તના વિષયક ૩૩ દ્વારનું કથન છે.
શતક–૩૩માં એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ, બંધ, વેદન આદિ વિષયનું વર્ણન છે. શતક–૩૪માં સાત પ્રકારની શ્રેણી દ્વારા જીવનો ગમનમાર્ગ અને તેના વિવિધ વિકલ્પોનું નિરૂપણ છે. શતક–૩૫ થી ૪૦માં મહાયુગ્મ એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય પયેતના જીવોની અને શતક-૪૧માં રાશિયમ જીવોની ઉત્પત્તિ વિષય કથન છે. આ રીતે વિવિધ પ્રકારના જીવોના વિવિધ સંખ્યામાં થતાં જન્મ-મરણનું નિરૂપણ, સંસારી જીવોની વિવિધતા અને તેની વિધ-વિધ પરિસ્થિતિનું દર્શન કરાવે છે.
સમગ્ર રીતે જોતાં જણાય છે કે સૂત્રકારનો આશય વિવિધ પ્રકારે અનંત સંસારના સ્વરૂપનું દર્શન કરાવી સાધકના અંતરમાં સંવેગ અને વિષય-વિકાર પ્રતિ નિર્વેદ ભાવ જાગૃત કરી તેને સાધનામાં સ્થિર કરવાનો છે. પ્રસ્તુત સંસ્કરણ :
ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી
45