Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 8
________________ શાઅય પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે રહી દીક્ષાની આરાધના કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી, દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એ નિર્ણય કરેલે કે આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનેદકુમારે અને પછી શ્રી જસરાજ. ભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ. શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબે સં ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સોમવારે માંગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનેશકુમારને મળવા રાજકોટ આવ્યા અને કહ્યું કે માર આ અનિત્ય સંસારને વહેલી તકે જ છોડે છે તો પણ તૈયાર થઈ જા. શ્રી વિનોદભાઈ તે પહેલેથી તૈયાર જ હતા જ જેથી કહ્યું કે હું આજ્ઞા લઈને આવું છું તમે જાઓ. શ્રી વિનેદકુમારે શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોલ રવાના કર્યા અને પોતે નિશ્ચયપૂર્વક સવિનય નમ્રતા પૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળી કે હજી વાર છે સમય પાકવા કારણ પિતાના સુપુત્ર પ્રત્યે મોહ ઘણેજ હતા. તેને વિગ સહન કરવામાં માતા અને પિતા ઘણાજ અસમર્થ હતા તેથી એજ વાક્ય કહીને સંતોષ આપતા. પણ આ નશ્વર સંસાર અનિત્ય પદાર્થો અને પુગલના સ્વરૂપને જાણ વૈરાગ્ય રસમાં ઓતપ્રોત બનેલ વિનેશકુમારે એ નિર્ણય કર્યો કે મારે હવે આ અણમે લા સમયને બરબાદ કરે નહિ. અનન્તભાવ ભયહારી અનંત કલ્યાણ દીક્ષામાં જવા માટે તેમણે બીજે રસ્તો શોધી કાઢયો. પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતો અને ત્યારબાદ કઈ કઈ વખત પત્રવહેવાર પણ થતો હતે. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ. શ્રી લાલચંદજી મહારાજ, ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પિતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે. આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહીં અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે જવામાં ઘણું વિદને થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવું અને તે જ ઉત્તમ છે તેમ મનમાં નક્કી કર્યું. - તા. ૨૫-૫–૫૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલ્લું ભેજન કરી, અંતરથી જે વિચાર કરેલ તે મુજબ તૌયાર બની ગયા ઘરના સવને તેઓ માટે આવી સ્વપ્નમાં પણ કલ્પના ન હતી કે શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 879