Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 291
________________ el-/૫૯૭ વિવેચન-૫૯૩ - અધોલોકના ગ્રહણથી ઉર્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઇષત પ્રાગભારા નામે પૃથ્વી છે, અહીં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના ૯oo યોજના તિછલિોકમાં હોય છે, તો પણ દેશઉણ પણ પૃથ્વી છે, તેથી દોષ નથી. આ સાત પૃથ્વી ક્રમથી જાડાઈથી ૧,૮૦,૦૦૦ યોજનાદિ છે. કહ્યું છે કે • પહેલી ૧,૮૦,ooo, બીજી ૧,૩૨,૦૦૦, બીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,ooo, પાંચમી ૧,૧૮,ooo, છઠ્ઠી ૧,૧૬,૦૦૦, સાતમી ૧,૦૮,000 યોજન જાડાઈવાળી છે. અધોલોક અધિકારસ્થી તર્ગત વસ્તુ સૂત્રો ચાવતું બાદર સૂગથી આ સૂમો સુગમ છે. વિશેષ આ - ઘનોદધિનું બાહરા ૨૦,000 યોજન છે. ઘનવાd, તનુવાત, આકાશાંતરનું બાહરા અસંખ્યાત યોજન છે - X - - છત્રને અતિક્રમીને છ તે છત્રાતિછમ, તેના જેવું સંસ્થાન અર્થાત નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું એવા આકારે રહેલ તે છત્રાતિછત્ર સંસ્થાન સંસ્થિતા. અર્થાત્ સાતમી પૃથ્વી સાત અજ વિસ્તૃત છે, છઠ્ઠી આદિ એકેક સજહીન છે. કંપની એટલે પાલક, પુષપભાજનવત્ પહોળાં સંસ્થાનથી સંસ્થિત તે પટલક પૃથુસંસ્થાન-સંસ્થિતા જાણવી. નામો અને ગોત્રો, તે પણ નામો છે. નામ પ્રમાણે ગુણયુક્તવાળા ગોગો છે. અને ઘમ્માદિ નામો તો જુદા છે - x . અવકાશાંતરમાં બાદરવાયું છે, તેનું સૂર • સૂત્ર-૫૯૮ થી ૬૦૧ - [૫૯૮) ભાદર વાયુકાલિક સાત ભેદે કહ્યા - પૂવવાયુ, પશ્ચિમવાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાય, ઉંચોવાયુ, ધોવાયુ, વિદિશાવાયુ.. [૫૯] સાત સંસ્થાનો કહ્યા છે - દીધ, હૃવ, વતુળ, સ, ચતુસ્ત્ર, પૃથલ અને પરિમંડલ... ૬િoo] સાત ભયસ્થાનો કહ્યા છે • ઇહલોકભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, મરણ ભય અને અપકીર્તિ ભય. ૬િ૦૧] સાત કારણે છાણ જણાય છે • જીવોનો વિનાશ કરનાર હોય, મૃષા બોલનાર હોય, દત્ત લેનાર હોય, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ ભોગવનાર હોય, પૂબ સહકાર અનુમોદનાર હોય, સાવધ છે તેમ કહી તેને સેવનાર, હોય, જેવું બોલે તેવું આચરનાર હોય... સાત કારણે કેવલી જણાય છે - પાણીનો વિનાશ કરનાર ન હોય યાવતુ જેવું બોલે તેવું આચરણ કરનાર હોય. • વિવેચન-૫૯૮ થી ૬૦૧ - [૫૯૮] સમવાયુમાં ભેદ નથી તેથી બાદરનું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા વિદિશાના ભેદથી સ્પષ્ટ જ છે... [૫૯૯] વાયુ અર્દશ્ય છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે. માટે તેના સૂત્રો, તે પ્રસિદ્ધ છે. પ્રતરઘનાદિ અન્યથી જાણવા. ૬િ૦૦] મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન આત્માનો પરિણામ તે ભય. તેના આશ્રયો તે ભયસ્થાનો. (૧) તેમાં મનુષ્યાદિને સ્વજાતિય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોક ભય. અહીં અધિકૃત ભયવાળાની જાતિને વિશે લોક તે ઈહલોક તેથી જે ભય તે ઈહલોક ભય.. (૨) તિર્યચ, દેવાદિથી મનુવાદિને જે ભય તે પરલોક ભય.. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 (3) ગ્રહણ કરાય તે આદાન - ધનાર્થે ચોરાદિથી થતો ભય તે આદાન ભય.. (૪) બાહ્ય નિમિતાપેક્ષા સિવાય ગૃહાદિમાં રહેલાને સત્રિ આદિમાં જે ભય તે અકસ્માતભય.. (૫) પીડા આદિથી જે ભય તે વેદનાભય.. (૬) મરણ ભય પ્રતીત છે.. (a) અમુક કાર્યથી અપકીર્તિ થશે તેવો ભય તે અશ્લોકભય. [૬૦૧] ભય છઘસ્યોને હોય, તે જ સ્થાનોલી જણાય તે સ્થાનોને કહે છેહેતુભૂત સાત સ્થાનો વડે છવાસ્થને જાણે. તે આ - (૧) પ્રાણીઓનો નાશ કરનાર, તેઓનો ક્યારેક નાશ કરનાર હોય છે. અહીં પ્રાણાતિપાતન એવા વકતવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી “અતિપાતયિતા” કશન વડે ધર્મી કહેલા છે. પ્રાણીને મારવાથી આ છાર્યા છે એમ નિશ્ચય કરાય છે. કેવલી તો ચારિત્રાવરણ ક્ષીણતાથી નિરતિચાર ચામ્રિપણાથી અપતિસેવી હોવાથી ક્યારેય પણ પ્રાણીનો નાશ કરનાર ના હોય, એવી રીતે સર્વત્ર ભાવના જાણવી. (૨) અસત્ય બોલનાર હોય છે... (3) અદત લેનાર હોય છે... (૪) શબ્દાદિ આસ્વાદનાર હોય છે... (૫) પુષ્પ અને વસ્ત્રાદિ અર્ચનમાં, બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર - પૂજાદિમાં હર્ષ પામનાર હોય. (૬) આ આધાકમદિ સાવધ-સપાપ છે, એમ પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે... (9) સામાન્યથી જેમ બોલે તેમ કરે નહીં, જુદું બોલે અને જુદું કરનાર હોય. - આ સાત સ્થાનો વિપરીતપણે કેવલીને જણાવે છે. કેવલીઓ પ્રાયઃ ગોગવિશેષવાળા હોય છે. પ્રવચાની યોગ્યત્વથી, નાભેયાદિવતું. આ હેતુથી સાતમૂલગોત્ર આદિ વડે ગોવિભાગને કહે છે સૂત્ર-૬૦૨ : સાત મૂલ ગોત્રો કહ્યા છે - કાશ્યપ, ગૌતમ, વસ, કુન્સ, કૌશિક, મંડવ, વાષ્ટિ... જે કાશ્યપો છે તે સાત ભેદે છે - કાશ્યપ, શાંડિલ્ય, ગૌડ, વાલ, મૌજકી, પવપાકી, વકૃણ... ગૌતમ સાત ભેદે છે - ગૌતમ, ગર્ગ, ભારદ્વાજ, અંગિરસ, શર્કરાભ, ભારાભ, ઉદકાભભ... - વત્સો છે તે સાત ભેદે છે - વત્સ, આનેય, મૈત્રેય, સ્વામિલી, શેલક, અસેિન, વીતકર્મ... કુત્સો છે તે સાત ભેદે છે - કુન્સ, મૌગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલિક, હારિd, સોમજ. કૌશિકો છે તે સાત ભેદે છે - કૌશિક, કાત્યાયન, શાંલાકાયન, ગોલિકાયન, પક્ષિકાયન, આનેય, લોહિત.. મંડવ છે તે સાત ભેદે છે . મંડવ, અરિષ્ટ, સંમુકત, તૈલ, એલાપત્ય, કાંડિલ્ય, ક્ષારાયન... વાશિષ્ઠો છે તે સાત ભેદે છે - વાશિષ્ઠ, ઉજાયન, ચારેકૃષ્ણ, વ્યાઘાપત્ય, કૌડિન્ય, સંજ્ઞી અને પારાસર. • વિવેચન-૬૦૨ - સૂણ સુગમ છે. વિશેષ આ કે - ગોત્ર એટલે તયાવિધ એક એક પુરપથી ઉત્પન્ન મનુષ્યસંતાન. ઉત્તર ગોકાપેક્ષાએ આદિભૂત ગોગો. કાશમાં થયેલ તે કાશ્ય - સ, તેને પીનાર તે કાશ્યપ, તેના સંતાનો તે

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379