Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 295
________________ ૭/-/૬૦૪ થી ૬૪૩ એમ ગીતના ત્રણ આકારો થાય છે. - ૪ - છ દોષ - છોડવા યોગ્ય છે. (૧) મૌત - ડરપોક, (૨) ઉત્તાŕ - અતિતાલ (૩) ૨૪૧ - લઘુ સ્વર, પાઠાંતરથી પ્પિૐ - ઉતાવળું. (૪) ઉત્તાનં - અતિતાલ અથવા અસ્થાનતાલ, તાલ - કેશિકાદિ શબ્દ વિશેષ, (૫) જાવા - ઘોઘરો સ્વર, (૬) અનુનાસ - આનુનાસિક કે નાસિકાથી કરેલ સ્વર, આ દોષયુક્ત ન ગાઈશ. આઠ ગુણો - સ્વર કલા વડે પૂર્ણ, ગેયના રાગ વડે અનુક્ત, અન્યાન્ય સ્કૂટ શુભ સ્વરો કરવાથી અલંકૃત, અક્ષર અને સ્વરને ફ્રૂટ કરવાથી વ્યક્ત, ખરાબ સ્વર ન હોય તે અવિસૃષ્ટ, કોકીલના કુંજનવત્ મધુર, તાલ-વંશ-સ્વરાદિને અનુસરેલ તે સમ, લલિતની જેમ જે સ્વર ધોલનાના પ્રકાથી શબ્દને સ્પર્શવા વડે થ્રોગેન્દ્રિય સુખ ઉપજવાથી સુકુમાર. આ અષ્ટ ગુણોથી યુક્ત ગેય હોય છે. અન્યથા વિડંબના થાય છે. ૬૭ વળી બીજું - ૩૬ - વક્ષ, કંઠ, શિરમાં વિશુદ્ધ અર્થાત્ જે ઉરમાં સ્વર વિશાળ તે ઉરવિશુદ્ધ, કંઠમાં વર્તતો સ્વર અસ્ફૂટિત હોય તો કંઠ વિશુદ્ધ, શિરમાં પ્રાપ્ત સ્વર જો અનુનાસિક ન હોય તો શિરવિશુદ્ધ અથવા ત્રણેમાં શ્લેષ્મ વડે અવ્યાકુલ રૂપ વિશુદ્ધ હોય તે સ્વર પ્રશસ્ત છે. - ૪ - ઉચ્ચારણ કરાય તે ગેય એમ સંબંધ કરાય છે. વિશિષ્ટ શું ? મૃત્યુ - મધુર, િિમત - અક્ષરોમાં ઘોલનાથી સંચતો સ્વર રંગતિવત્ ઘોલનાબહુલ, પદ્મદ - ગેય પદો વડે ગુંથેલ. - x - સમ શબ્દ પ્રત્યેક સાથે જોડાયેલ છે. તેથી સમતાલ - હસ્તતાલ, ઉપચારથી તેનો ધ્વનિ જેમાં છે તે સમતાલ તથા સમ પ્રત્યેક્ષેપ કે પ્રતિક્ષેપ - મૃદંગ, કંશિકાદિ આતોધના ધ્વનિરૂપ કે નૃત્યત્ પાદક્ષેપ લક્ષણ જેમાં છે તે. - x - સાત સ્વરો, અક્ષરાદિ વડે સમાન છે જેમાં તે. અક્ષરસમ ગાથાની વ્યાખ્યા - - ૪ - દીર્ઘ અક્ષરમાં દીર્ઘ, હ્રસ્વમાં હ્રસ્વ, પ્લુતમાં પ્લુત ને સાનુનાસિકમાં સાનુનાસિક તે અક્ષરસમ. જે ગેયપદ નામિકાદિ અન્યતરબદ્ધ સ્વરમાં પડે છે, તે ત્યાં જ જે ગાનમાં ગવાય તે પટ્ટસમ. જે પરસ્પર હણાયેલ હસ્તતાલ સ્વરાનુવર્તિ તે તાલસામ. શ્રૃંગ-લાકડાદિમાં કોઈ એક અંગુલિ કોશિક વડે હણાયેલ તંત્રીનો સ્વર પ્રકાર તે લય, તેને અનુસરતો ગાનારનો જે ગેય તે લયસમ. વંશ તંત્રી આદિથી ગૃહીત સ્વર સમાન ગાતો તે ગ્રહસમ. ઉચ્છ્વાસ નિઃશ્વાસના માનને ન ઉલ્લંઘતો જે ગેય તે નિઃસ્વસિતોસિત સમ. તે વંશતંત્રી આદિ અંગુલીના સંચારથી ગવાય તે સંચાર સમ. આ ઉક્ત સપ્ત સ્વરાત્મક ગેય છે. જે ગેય સૂત્રનો બંધ તે આ અષ્ટગુણવાળો જ કરવો. તે કહે છે - નિષ - સિલોગો, તે અલિકાદિ બત્રીશ દોષરહિત, અર્થ વડે યુક્ત, અર્થ જણાવનાર કારણથી યુક્ત, કાવ્યાલંકાર યુક્ત, નીચોડયુક્ત, અનિષ્ઠુર - અવિરુદ્ધ - અલજ્જનીય નામ વાળું કે ઉત્પાસસહિત, પદ ચરણાદિ પરિમાણયુક્ત, શબ્દ-અર્થ-નામથી મધુર. સમ - સિલોગો, પાદ અને અક્ષર વડે સમ-ચાર ચરણ વડે સમ. અનું સમ એતર સમ, વિષમ - સર્વત્ર પાદ અને અક્ષરોની અપેક્ષા હોય છે. બીજા એમ કહે ૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે કે - ચારે ચરણોમાં સમાન અક્ષર હોય તે સમ, પહેલા-ત્રીજા અને બીજા-ચોથા ચરણનું રામપણું હોય તે અર્ધસમ, બધા ચરણોમાં વિષમઅક્ષર તે વિષમ. આ ત્રણ પધના પ્રકારો છે. ચોથો પ્રકાર નથી. મિિત - ૪ - એટલે ભાષા કહેલી છે. પાદિ સ્વરના સમૂહમાં. સૂત્ર-૬૪૦-૬૪૧ની ગાથામાં કેવી સ્ત્રી, કેવું ગાય ? તે મૂલ-અર્થ મુજબ જાણવું. સૂત્ર-૬૪૨માં તંત્રીસમ આદિ પૂર્વવત્ જાણવું. - ૪ - ૪ - સૂત્ર-૬૪૩ની વ્યાખ્યા પણ મૂલ-અર્થ મુજબ કહેવાયેલી છે. [તેથી અહીં નોંધેલ નથી. અનંતર ગાનથી લૌકિક કાયકલેશ કહ્યો. હવે લોકોત્તરને કહે છે— • સૂત્ર-૬૪૪ થી ૬૫૮ : [૬૪૪] સાત પ્રકારે કાયકલેશ તપ કહ્યો છે. તે આ - સ્થાનાતિગ, ઉત્ક્રુટુકાસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લંગડશાયી. [૬૪૫] જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો કહ્યા છે - ભરત, ઔરવત, હૈમવત, હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યવર્ષ, મહાવિદેહ... જંબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે - સુલ્લ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી, મેરુ... જંબુદ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વાભિમુખ થઈ લવણ સમુદ્રમાં મળે છે - ગંગા, રોહીતા, હરિતા, શીતા, નકાંતા, સુવર્ણકૂલા, તા... જંબૂદ્વીપમાં પશ્ચિમ સન્મુખ વહેતી સાત મહાનદીઓ લવણસમુદ્રમાં મળે છે - સિંધુ, રોહિતાંશા, હરિકાંતા, શીતોદા, નારીકાંતા, રૂયકૂલા, રક્તવતી. ધાતકીખંડદ્વીપના પૂર્વામાં સાત ક્ષેત્રો કહ્યા છે - ભરત યાવત્ મહાવિદેહ... ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે ચૂલ્લ હિમવાન્ યાવત્ મેરુ... ધાતકીખંડમાં દ્ધિમાં પૂર્વદિશાભિમુખ વહેતી સાત મહાનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે . ગંગા યાવત્ ક્તા... ધાતકીખંડના પૂર્વાર્ધમાં પશ્ચિમાભિમુખ વહેતી સાત મહાનદીઓ લવણ સમુદ્રમાં મળે છે - સિંધુ ચાવત્ રક્તવી... ધાતકીખંડમાં પશ્ચિમાદ્ધમાં ક્ષેત્રો આદિ એ રીતે જ છે. વિશેષ એ - પૂર્વાભિમુખ વહેતી નદી લવણસમુદ્રમાં મળે છે, પશ્ચિમાભિમુખ વહેતી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવરદ્વીપર્વમાં પૂર્તિમાં સાત ક્ષેત્રો આદિ તેમજ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. પશ્ચિમાભિમુખ નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. બાકી પૂર્વવત્. એ રીતે પશ્ચિમાઈમાં પણ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદી કાલોદમાં, પશ્ચિમાભૂમિખ પુષ્કરોદમાં મળે છે. સર્વત્ર વર્જક્ષેત્રો, વર્ષધર પર્વતો, નદીઓ કહેવા જોઈએ. [૬૪૬] બુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થયા. [૬૪] મિત્રદામ, સુદામ, સુપાર્શ્વ, સ્વયંપભ, વિમલદોષ, સુઘોષ અને મહાઘોષ,... [૬૪૮] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા .... [૪૯] વિમલવાહન, ચાક્ષુષ્માન, યશવાન, અભિચંદ્ર, પ્રોનજિત, મરુદેવ, નાભિ...

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379