Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 315
________________ ૮-૨૯ થી ૩૦ ૧૦૩ ૧૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 [30] આઠ ભેદે ઔમિક કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીત-અનાગતસવકાળ. [] અરહંત અરિષ્ટનેમિને ચાવતું આઠમા પુરપયુગ પર્યન્ત યુગાંતર ભૂમિ થઈ, બે વર્ષ કેવલી પયય પછી કોઈ મોટો ગયું. [] શ્રમણ ભગવંત મહાવીરના આઠ રાજાએ મુંડ થઈ, ઘર છોડી અણગાર પ્રવજ્યા લીધી. તે - વીરાંગદ, વીરયશ, સંજય, એણેયક, શેત, શિવ, ઉદાયન, કાશિવર્ધન શંખ રાજર્ષિ • વિવેચન-૭૨૯ થી ૩૩ર : [૨૯] સૂગ સુગમ છે. માત્ર સ્વપ્ન દર્શનનો અયક્ષ દર્શનમાં અંતભવિ છતાં સુપ્ત અવસ્થારૂપ ઉપાધિથી જુદો ગણેલ છે. [૩૦] સમ્યગદર્શનાદિ સ્થિતિનું પ્રમાણ ઉપમા યોગ્ય અદ્ધાકાલ વડે થાય છે, માટે તેનું નિરૂપણ કરે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ઉપમાન યોગ્ય છે ઉપમા. પચ, સાગરરૂપ તપ્રધાન દ્ધા-કાળ, તે અદ્ધૌપમ્પ. * * * પથ વડે પરિમાણથી ઉપમા છે જે કાળમાં, પલ્યોપમ * * - એ રીતે સાગરોપમ છે. અવસર્પિણી આદિનું તો સાગરોપમ વડે નિષ્પન્નપણું હોવાથી ઉપમાકાળપણું વિચારવું. સમય આદિથી શીર્ષપહેલિકા પર્યા તો ઉપમા હિત ગણત્રી કાળ છે. [૩૧] કાળના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે - X " આઠ પુરુષ કાળ પર્યન્ત યુગાંતકર ભૂમિ અર્થાત્ પુરુષ લક્ષણ યુગની અપેક્ષાએ અંતકર-ભવક્ષયકારી ભૂમિ-કાળરૂપ તે હતી. તાત્પર્ય એ - નેમિનાથ પ્રભુના શિષ્ય-પ્રશિષ્ય ક્રમથી આઠ પાટ સુધી મોક્ષામાં ગયા, પછી નહીં. પર્યાય અપેક્ષાએ પ્રસંગથી અંતકર ભૂમિ કહી. નેમિનાથ પ્રભુને બે વર્ષનો કેવલી પર્યાય થતાં કોઈ સાધુએ ભવનો અંત કર્યો. [૩૨] તીર્થકર વક્તવ્યતા અધિકારથી જ આ સૂત્રને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અંતર્મુતકારિત અર્થ હોવાથી મુંડ કરાવીને એમ જાણવું. - x -x- આ રાજા જેમ દીક્ષિત કરાયા તેમ કહેવાય છે. તેમાં વીરાંગદ, વીરયશા, સંજય ત્રણ પ્રસિદ્ધ છે. એણેયક ગોત્રથી છે. તે કેતકાદ્ધ દેશની શ્વેતાંબીનગરીના શ્રાવક પ્રદેશી રાજાના કોઈ નિજક રાજર્ષિ છે. શેત-આમલકલ્પા નગરીનો સ્વામી, જે નગરીમાં સૂર્યાભિદેવ સૌધર્મ દેવલોકથી ભગવન મહાવીરને વંદનાર્થે આવેલ અને નાટ્યવિધિ દર્શાવી હતી અને ભગવંતે જયાં પ્રદેશી રાજાનું ચારિત્ર કહેલું હતું. શિવઃહસ્તિનાગપુરનો રાજા હતો. જેણે એકઘ વિચારેલું કે- હું જે કારણે રોજ હિરાચ્છાદિથી વૃદ્ધિ પામું છું તે પૂર્વકૃત કર્મફળ છે. હવે પણ શુભ કર્મો માટે પ્રવૃત્તિ કરું. પછી રાજ્યમાં પુત્રને સ્થાપી, અખિલ ઉચિત કર્તવ્ય કરીને દિશાપોતિ તાપસપણે પ્રવજ્યા લીધી. પછી છ-છની તપસ્યા કરતાં, યથોચિત આતાપના લેતા, પડેલા પત્રાદિ વડે પારણું કરતાં તેને વિર્ભાગજ્ઞાન થયું. સાત દ્વીપ-સાત સમુદ્ર જોવા લાગ્યો ‘મને દિવ્યજ્ઞાન થયું’ માની નગરમાં પોતાને દેખાતું હતું તેનો ઉપદેશ કરવા લાગ્યો. ભગવંત પધાર્યા, ગૌતમ સ્વામીએ ભિક્ષાર્થે ફરતા આ વાત સાંભળી. ભગવંતને કહ્યું, ભગવંતે અસંખ્ય દ્વીપ-સમુદ્રો પ્રરૂપ્યા. શિવ શંકિત થયો. તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું-ભગવંત પાસે ગયો. તેણે દિક્ષા લીધી. અગ્યાર અંગ ભણીને શિવરાજર્ષિ સિદ્ધ થયાં. ઉદાયન-સિંધુ સૌવીરાદિ સોળ દેશ, વીતભયાદિ ૩૬૩ નાગરો, દશ મુગટબદ્ધ રાજાનો સ્વામી શ્રમણોપાસક હતો. જેણે ઉજ્જૈનના રાજા ચંડuધોતને - x • જીતી લીધેલો. પોતાનો પુત્ર અભિજિત દુર્ગતિમાં ન જાય તેવી અનુકંપાથી રાજ્ય ન સોંપી, ભાણેજ કેશીને રાજ્ય સોંપીને દિક્ષા લીધી - x • વિષ મિશ્રિત દહીં ખાવાથી મૃત્યુ પામી, મોક્ષે ગયા. તે મુનિગુણના પક્ષપાતથી કોપેલી દેવીએ -x- નગરનો નાશ કર્યો. શંખ કાશીવર્ધન-વાણારસી નગરી સંબંધી જનપદની વૃદ્ધિ કરનાર, આ રાજા પ્રસિદ્ધ નથી. માત્ર અલક નામના સજાને ભગવંતે વાણારસીમાં દિક્ષા આપી તેમ અંતગડદશાંગ સૂત્રમાં જોવા મળે છે. તે જો અપરનામ હોય તો આ સંભવે. -ઉકત રાજર્ષિઓ, મનોજ્ઞ-અમનોજ્ઞ આહારદિમાં સમભાવ વૃત્તિવાળા હતા. તેથી આહારનું સ્વરૂપ કહે છે— • સૂઝ-૭૩૩ થી ૩૬ : [33] આહાર આઠ ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે - મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને અમનોજ્ઞ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ. [૩૪] સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર તથા વહાલોકકલ્પ નીચે રિટ વિમાન પતરમાં અખાડા સમાન ચોરસ સંસ્થાન સંસ્થિત આઠ કૃણરાજિઓ કહી છે - પૂર્વમાં બે કૃષ્ણરાજિ, દક્ષિણમાં બે કૃષ્ણરાજિ પશ્ચિમમાં બે કૃણરાજિ અને ઉત્તરમાં બે કૃણાજિ. પૂર્વની અંદરની કૃષ્ણરાજિ દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજિ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે, પશ્ચિમની અંદરની કૃષ્ણરાજિ ઉત્તરની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. ઉત્તરની અંદરની કૃણાજિ પૂવની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમની બાહ્ય બે કૃષ્ણરાજિ છ હાંસવાળી છે ઉત્તર અને દક્ષિણની બે કૃષણરજિ ત્રિકોણ છે. બધી વ્યંતરમાં ચોરસ છે. - આ આઠે કૃષ્ણરાજિના આઠ નામો કહેલા છે – કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માધવતી, વાતપરિઘક, વાતપરિક્ષોભ, દેવપરિઘ, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોમાં આઠ લોકાંતિક વિમાનો કર્યા છે. તે આ પ્રમાણે - અર્ચિ, અમિાલી, વૈરોચન, પલંક્ર, ચંદ્વાભ, સુરાભ. સુપતિષ્ઠાભ, આગેવાભ. આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારના લોકાંતિક દેવો છે - [૩૫] સારસ્વત, આદિત્ય, વલ્હી, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમ સ્થિતિ છે. [3] ધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. અધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહા છે, એ રીતે આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379