Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 358
________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૯૩ ૧૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંશયનો વ્યવચ્છેદ કનાર, સર્વજન બોધક એવી ભાષા બોલનાર, સર્વજગજીવ વત્સલ, સર્વગૂણીગણ ચવર્તી, સર્વ નર, દેવના નાયક સમુદાય વડે લેવાયેલ ચરણયુગ, મહાવીર નામે એ જ ફરીથી કહેવાય છે. ગ્લાધા કરનારાનો આદર જણાવવા અથવા અનેકપણું જણાવવા માટે. માયર્વ - આદિ પૂર્વવતુ. સ્વપ્નદર્શન કાળે ભગવંત સરોગસમ્યગ્રદર્શની હતા માટે સરળ સમ્યગ્દર્શનનું નિરૂપણ કરતાં કહે છે • સૂત્ર-૯૬૨,૯૬૩ - [૬] દશ ભેદે સરાણ સમ્યગ્દર્શન કર્યું છે – [૯૬૩] તે આ – (૧) નિસર્ગ ચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂમરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, () વિસ્તારરુચિ, (૮) ક્રિયાશિ, (૯) સંક્ષેપરુચિ, (૧૦) ધમરુચિ. • વિવેચન-૯૬૨,૯૬૩ - [૯૬૨] સરા - ઉપશાંત ન થયેલ અને ક્ષય ન થયેલ મોહવાળાનું જે સમ્યગ્દર્શન • dવાર્થ શ્રદ્ધાન તે સરાણ સમ્યગ્દર્શન અથવા સગસહિત સમ્યગ્દર્શન છે જેને તે સરાણ સમ્યગ્દર્શન. [૯૬૩] રુચિ શબ્દ બધામાં જોડવો. – (૧) નિસર્ગ - સ્વભાવ તેના વડે તત્ત્વાભિલાષરૂપ રુચિ છે જેને તે નિસર્ગરુચિ અથવા નિસf - સહજતી રુચિ તે નિસર્ગ રુચિ, જે જાતિસ્મરણ જ્ઞાનાદિ રૂપ પોતાની બુદ્ધિ વડે સદ્ભૂત જીવાદિ પદાર્થોને જાણીને સહે છે તે નિસર્ગ રુચિ કહ્યું છે - જે જિનદષ્ટ ભાવ દ્રવ્યાદિ ચાર ભેદથી બીજાના ઉપદેશ સિવાય સ્વયમેવ જાતિ મરણાદિથી સહે છે - અન્યના નથી એવી શ્રદ્ધા તે નિસર્ગ રુચિ જાણવી. (૨) ઉપદેશરુચિ - ગુરુ આદિના કથન વડે રુચિ છે જેને તે ઉપદેશ સચિ. સર્વત્ર તપુરષ સમાસ સ્વયં સમજવો અર્થાત જિનેશ્વરોએ કહેલ જીવાદિ પદાર્થો જ તીર્થકર કે તેના શિષ્યાદિ વડે ઉપદેશાયેલને જે સહે છે તે - x - (3) આજ્ઞારુચિ - સર્વાના વચનાત્મક આજ્ઞા વડે છે જેને છે. જે પાતળા સગદ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે આચાર્યાદિની આજ્ઞા એ જ કુગ્રહના અભાવથી જીવાદિ પદાર્થો તેમજ છે એવી રુચિ. માપતુષાદિની જેમ તે આજ્ઞારુચિ સમજવો. કહ્યું છે - સમ્યકત્વને અટકાવનાર રાગ, દ્વેષ, મોહ અજ્ઞાન જેના નાશ પામ્યા છે તે નિશ્ચયે આજ્ઞા વડે રુચિ કરતો આજ્ઞારુચિ હોય છે. () સૂબરૂચિ - સૂત્ર - આગમ વડે રુચિ છે જેને છે. જે સ્ત્રાગમને ભણતો તે જ અંગપ્રવિટાદિ વડે સમ્યકત્વને પામે છે. ગોવિંદ વાચકવતુ તે સૂમરુચિ. (૫) બીજરુચિ - જેમ બીજ જે એક પણ અનેકાર્થ પ્રતિબોધક વચન, તેના વડે રુચિ છે જેને તે બીજરુચિ અત્િ જેને યોક પણ જીવાદિ પદને જાણવા વડે અનેક પદાર્થમાં રુચિ ઉત્પન્ન થાય છે તે બીજરુચિ. કહ્યું છે - જેમ ઉદકના એક દેશમાં નાખેલ તેલબિંદુ સમસ્ત ઉદકમાં ફેલાય છે, તેમ એક જીવાદિ પદની રુચિ વડે 7/13 અનેક પદોની રુચિ થાય છે અને તેવા પ્રકારના ક્ષયોપશમથી સમ્યકત્વને પામે છે. તે બીજયિ જાણવો. - x - (૬) અભિગમરુચિ • અભિગમ એટલે જ્ઞાન, તેથી રુચિ છે જેને છે. જેના વડે આચારાંગાદિ શ્રત, અર્થથી અધિગત હોય છે તે અભિગમ રુચિ અર્થાત્ અભિગમપૂર્વક તેની રુચિ. કહ્યું છે – આચારાંગાદિ અગ્યાર અંગો, પ્રકીર્ણક, દષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાનને અર્થથી જેણે જાણ્યું હોય તે અભિગમરુચિ છે. (9) વિસ્તારરુચિ - વિસ્તાર એટલે ફેલાવો, તેથી સયિ છે જેને તે વિસ્તાર રુચિ, જેણે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના સર્વ પયયો, સર્વે નયો અને પ્રમાણ વડે જાણેલા હોય છે તે. કેમકે જ્ઞાનને અનુસરનારી રુચિ. (૮) ક્રિયાચિ - ક્રિયા એટલે અનુષ્ઠાન. રુચિ શબ્દના યોગથી ક્રિયામાં રુચિ છે જેને છે. અર્થાત્ દર્શનાદિના આચારરૂપ અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ છે તે કિયારુચિ. કહ્યું છે - જ્ઞાન, દર્શન, તપ, ચાત્રિ, સમિતિ અને ગુપ્તિમાં જે ભાવથી ક્રિયાની રુચિ તે નિશ્ચયે ક્રિયાયિ. (૯) સંક્ષેપરુચિ - સંક્ષેપ એટલે સંગ્રહ. તેમાં રુચિ છે જેને તે સંપરુચિ. જે ન સ્વીકારેલ કપિલાદિ દર્શન અને જિનવચનમાં અનભિજ્ઞ છે, તે સંક્ષેપ વડે જ ચિલાતિપુત્રની જેમ ઉપશમાદિ ત્રણ પદ વડે જ તત્વની રુચિ પામે છે તે સંક્ષેપરુચિ છે. કહ્યું છે કે - કુદર્શન જેણે ગ્રહણ કરેલ નથી અને પ્રવચનમાં અવિશારદ છે, શેષ પ્રવચનને પણ સ્વીકારેલ નથી તે સંક્ષેપરુચિ જાણવો. (૧૦) ધર્મસયિ - ધર્મ એટલે શ્રુતાદિ, તેમાં રુચિ છે જેને તે ધર્મચિ અર્થાત્ જિનોક્ત ધમસ્તિકાય અને શ્રતધર્મ-ચાઅિધર્મને સહે છે તે ધર્મરુચિ જાણવો. જો અસ્તિકાય ઘર્મ-સ્વભાવ અર્થાત્ ધમસ્તિકાયનો ગતિસહાયક લક્ષણાદિ, શ્રતધર્મચારિત્રધર્મને જિનાભિહિત છે તેને સહે. આ સમ્યગ્દષ્ટિ, દશે સંજ્ઞાનો ક્રમથી વ્યવચ્છેદ કરે છે, માટે સંજ્ઞા• સૂત્ર-૯૬૪,૯૬૫ - [૯૬૪] સંજ્ઞાઓ દશ કહી છે – આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા, ક્રોધ સંજ્ઞા યાવતુ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા... નૈરયિકોને આ રીતે જ દશસંજ્ઞાઓ કહી છે. એ રીતે નિરંતર યાવત વૈમાનિકોને જાણવી. [૬૫] નૈરયિકો દશ ભેદે વેદનાને ભોગવતા વિચરે છે. તે આ - શીત, ઉણ, સુધા, પિપાસા, કંડુ, પરવશતા, ભય, શોક, જરા અને વ્યાધિ. • વિવેચન-૯૬૪,૯૬૫ - [૯૬૪] સંજ્ઞાન તે સંજ્ઞા એટલે આભોગ. અન્ય આચાર્યો તે મનના વિજ્ઞાનરૂપ કહે છે. અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા • વેદનીય, મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના ાયોપશમ લક્ષણ વિચિત્ર પ્રકારની આહારદિની પ્રાપ્તિ માટે જે કિયા તે સંજ્ઞા. તે ઉપાધિમેદાદિથી દશ પ્રકારે થાય છે

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379