Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 359
________________ ૧૦/-/૯૬૨,૯૬૩ (૧) આહાર સંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી વલાદિ આહારને અર્થે પુદ્ગલ ગ્રહણ કરવારૂપ ક્રિયા જેના વડે જણાય છે તે આહારસંજ્ઞા. (૨) ભય વેદનીયના ઉદયથી ભય વડે અત્યંત ભ્રમિત થયેલની દૃષ્ટિ, વદન વિકાર, રોમરાજીનું ઉભા થવું આદિ ક્રિયા જેનાથી જણાય તે ભયસંજ્ઞા. (૩) પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રી અંગ જોવાથી પ્રસન્ન વદન થવાથી સ્પંભિત થયેલ બંને સાથળોનું કંપાયમાન થવું આદિ લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય તે મૈથુન સંજ્ઞા... (૪) લોભના ઉદયથી ભવના કારણભૂત આસક્તિપૂર્વક સચિત્ત-અચિત્ત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય તે પરિગ્રહ સંજ્ઞા... (૫) ક્રોધના ઉદયથી તેના આવેશગર્ભિત મુખ, નયન, દંતચ્છદ ચેષ્ટા જ જેના વડે જણાય છે તે ક્રોધ સંજ્ઞા. (૬) માનના ઉદરથી અહંકારાત્મક ઉત્કર્ષાદિ પરિણતિ જ જેના વડે જણાય તે માનસંજ્ઞા... (૭) માયાના ઉદય વડે અશુભ સંલેશથી અસત્ય ભાષાણાદિ ક્રિયા જેના વડે જણાય તે માયાસંજ્ઞા... (૮) લોભના ઉદયથી લાલસા સંયુક્તપણાથી સચિત અચિત્ત દ્રવ્યની પ્રાર્થના જેવા વડે થાય તે લોભસંજ્ઞા... (૯) મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ રૂપ ક્રિયા જેના વડે જણાય તે ઓઘસંજ્ઞા... (૧૦) તે વિશેષ બોધ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોકસંજ્ઞા. તેથી ઓઘસંજ્ઞા દર્શનના ઉપયોગરૂપ અને લોક સંજ્ઞા જ્ઞાનના ઉપયોગરૂપ છે. અન્ય આચાર્યો વિપરીત રીતે કહે છે. બીજા એમ કહે છે કે સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા અને લોક્દષ્ટિ તે લોકસંજ્ઞા. આ સંજ્ઞાઓ સુખે સમજી શકાય તે માટે પ્રાયઃ યશોક્ત ક્રિયા નિબંધન કર્મોદયાદિ પરિણામરૂપ જ જાણવી. - ૪ - આ દશ સંજ્ઞા બધાં જીવોને વિશે ચોવીશદંડક દ્વારા નિરૂપણ કરે છે. સામાન્ય સૂત્ર માફક નાકસૂત્રમાં દશ સંજ્ઞાઓ છે તેમ બીજા પણ વૈમાનિક પર્યન્ત ચોવીશ દંડકોમાં સંજ્ઞાઓ છે. ૧૯૫ - [૯૬૫] અનંતર સૂત્રમાં વૈમાનિકો કહ્યા, તે સુખવેદના અનુભવે છે. તેથી વિપરીત નાસ્કો દુઃખ વેદના અનુભવે છે - x - વિશેષ એ - વેદના એટલે પીડા. શીતસ્પર્શ જનિત તે શીતવેદના, તે ચોથી આદિ નરકમાં હોય છે. એ રીતે ઉષ્ણપ્રથમાદિમાં, ક્ષુધા-ભુખ, પિપાસા-તૃષા, કંડુ-ખરજને, પઝે-પરતંત્રતાને, ભય-બીકને, શોક-દીનતાને, જરા-વૃદ્ધત્વને, વ્યાધિ-જવર, કુષ્ઠાદિને.. આ વેદનાદિ અમૂર્તને જિનો જાણે છાસ્થ નહીં— - • સૂત્ર-૯૬૬ થી ૯૭૬ : [૬૬] દશ સ્થાનોને છાસ્થ સર્વભાવથી જાણતો-જોતો નથી. તે આ – ધર્માસ્તિકાય યાવત્ વાયુ, (૯) આ જિન થશે કે નહીં, (૧૦) આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં... આ દર્શને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરિહંત યાવત્ (જાણે છે કે) આ સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં. [૬] દશ દશાઓ કહી છે કવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃત્ દશા, અનુત્તરોષપાતિદશા, આચારદશા, પ્રવ્યિાકરણદશા, બંધદશા, દ્વિવૃદ્ધિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ ૧૯૬ દશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા. [૯૬૮] કવિપાકદશાના દશ અધ્યયનો કહ્યા છે મૃગાપુત્ર, ગૌમાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, સૌરિક, ઉદુંબર, સહસોદાહ-આમરક અને કુમાર લિચ્છવી. [૯૬૯] ઉપારક દશાના દશ અધ્યયનો કહ્યા − [૭૦] આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચૂલ્લશતક, કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, સાલૈયિકા [સાલિ] પિતા. [૧] કૃત્ દશાના દશ અધ્યયનો કા – [૭] નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કંક, પલ્ટક, બડપુત્ર. [૭૩] અનુત્તરોષપાતિક દશાના દશ અધ્યયનો કહ્યા • [૬૪] ઋષિ દાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, શ્વેતલી, દશાર્ણભદ્ર, અતિમુક્ત. આ દશ કહ્યા છે. - [૭૫] આચારદશાના દશ અધ્યયનો કહ્યા છે - (૧) વીશ અસમાધિ સ્થાન, (ર) એકવીશ શબલ દોષો, (૩) તેત્રીશ આશાતના, (૪) આઠ પ્રકારે ગણિસંપદા, (૫) દશ ચિત્તસમાધિ સ્થાન, (૬) અગિયાર ઉપાસક પ્રતિમા, (૭) બાર ભિક્ષુ પ્રતિમા, (૮) પર્યુષણા કલ્પ, (૯) ૩૦ મોહનીય સ્થાન, (૧૦) જાતિ સ્થાન. - ૦ પ્રશ્ર્વ વ્યાકરણ દશાના દશ અધ્યયનો કહ્યા ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાયભાષિત, મહાવીરભાષિત, સૌમક પ્રશ્નો, કોમલ પ્રશ્નો, આદર્શ પ્રશ્નો, અંગુષ્ઠ પ્રશ્નો, બાહુ પો. ૦ બંધ દશાના દશ અધ્યયનો કહ્યા છે બંધ, મોક્ષ, દેવદ્ધિ, દશારમંડલિક, આચાર્ય વિપતિપત્તિ, ઉપાધ્યાય વિપતિપત્તિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત અને કર્મ. - ૦ દ્વિગૃદ્ધિ દશાના દશ અધ્યયનો કહ્યા છે . વાત, વિત, ઉષાત, સુક્ષેત્રકૃષ્ણ, બેતાલીશ સ્વપ્ન, શ્રીશ મહાસ્વપ્નો, બૌતેર સર્વસ્વપ્નો, હાર, રામ અને ગુપ્ત. એ દશ કહ્યા છે. ૦ દીર્ધદશાના દશ અધ્યયનો કહ્યા છે - ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપપત્તિ, બહુપુત્રિકા, મંદર, સ્થવિર, સંભૂતિ વિજય, સ્થવિર પદ્મ ઉચ્છ્વાસ નિઃશ્વાસ. - - ૦ સંક્ષેપિક દશાના (દશ) અધ્યયનો કહ્યા છે - (૧) તુલિકા વિમાન પ્રવિભક્તિ, (ર) મહતી વિમાન પ્રવિભક્તિ, (૩) અંગૂલિકા, (૪) વચૂલિકા, (૫) વિવાહ ચૂલિકા, (૬) અરુણોષપાત, (૭) વરુણોષપાત, (૮) ગ્લોપપાત, (૯) વેલંધરોપવાત અને (૧૦) વૈશ્રમણોપપાત. [૯૭૬] દશ સાગરોપમ કોડાકોડીનો ઉત્સર્પિણીકાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીનો અવસર્પિણીકાલ છે.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379