Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 364
________________ ૧૦/-/૯૬૬ થી ૯૭૬ કરાય છે, તેમાં ક્ષૌમક એટલે વસ્ત્ર, અશ - અરીસો. અંશુY - હાથનો અવયવ. વાવ - ભૂજા. ૦ બંધદશાના પણ બંધાદિ અધ્યયનો શ્રુત અને અર્થ વડે કહેવા યોગ્ય છે. ૦ દ્વિગૃદ્ધિ દશા તો સ્વરૂપથી પણ જણાયેલ નથી. ૨૦૫ . ૦ દીર્ઘદશા - સ્વરૂપથી ન જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નિયાવલિકા શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ તે ચંદ્ર અધ્યયન. તે આ – રાજગૃહી નગરીમાં જ્યોતિષ્કનો રાજા ચંદ્ર, મહાવીર સ્વામીને વંદન કરીને, નાટ્યવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ, ભગવંતને તેનો વૃત્તાંત પૂછ્યો. ભગવંતે કહ્યું – શ્રાવસ્તિ નગરીમાં ગજિત્ નામે આ ચંદ્ર ગૃહપતિ હતો. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી અને શ્રમણપણાને અલ્પ વિરાધીને ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ યશે તથા - - - સૂરની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. તેની વક્તવ્યતા ચંદ્રવત્ સમજવી. વિશેષ એ કે – સુપ્રતિષ્ઠ નામથી હતો. શુક્ર-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ છે – રાજગૃહીમાં ભગવંતને વાંદીને શુક્ર પાછો ગયા પછી ગૌતમ સ્વામીએ પૂછયું, ભગવંત બોલ્યા - વાણારસીમાં આ સોમિલ નામે બ્રાહ્મણ હતો. તેણે પાર્શ્વનાથને પૂછ્યું કે – હે ભગવંત ! આપને ચાપનીય છે, સરસવ-માસા-કુલત્થા તમને ખાવા યોગ્ય છે ? તમે એક છો - બે છો - અનેક છે ? ઇત્યાદિ ભગવંત આ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિપર્યાસથી આરામાદિ લૌકિક ધર્મસ્થાનો કરાવીને દિશાૌક્ષિક તાપસપણે દીક્ષિત થઈને દરેક છૐના પારણામાં ક્રમ વડે પૂર્વાદિ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. કોઈ દિવસે તે સોમિલ જે ગર્વાદિ સ્થાનમાં હું પડીશ ત્યાં જ પ્રાણ તજીશ, એવો અભિગ્રહ સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તર દિશા સન્મુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાળમાં અશોકવૃક્ષ નીચે હોમાદિ કર્મ કરીને બેઠો, ત્યાં તેને કોઈ દેવે કહ્યું કે – હે સોમિલ બ્રાહ્મણ મહર્ષિ! તારું દુષ્પવ્રુજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તવર્ણ વૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. ત્રીજા આદિ દિવસે પીપળો, વડ, ઉંદુબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો - કેવી રીતે મારું દુષ્પ્રવ્રુજિત છે? દેવ બોલ્યો - પાર્શ્વનાથ સમીપે તેં અણુવ્રતાદિ શ્રાવક ધર્મને સ્વીકારીને હમણા અન્યથા વર્તે છે. માટે તારું દુષ્પ્રવ્રુજિત છે. તેથી હજું પણ તે જ અણુવ્રતાદિ ધર્મને તું ગ્રહણ કર. જેથી તારું સુપ્રવ્રુજિત થાય. એ રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યુ. પછી શ્રાવકપણાને પાળીને, આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને શુક્રાવતંસક વિમાનમાં શુક્રપણે ઉત્પન્ન થયેલ છે. શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન છે. તે આ – શ્રીદેવી, રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકાથી આવી, નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. ગૌતમસ્વામીએ પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે ગૌતમ સ્વામીને કહ્યું – રાજગૃહીમાં ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ સુદર્શન નામે શેઠ હતો. પ્રિયા તેમની પત્ની હતી. તેમને ભૂતા નામે બૃહકુમારિકા પુત્રી હતી. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ. સાતિચાર મરીને સ્વર્ગે ગઈ અને ત્યાંથી સ્ત્રીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી - ચેટક રાજાની પુત્રી અને વીતભય નગરના ઉદાયન મહારાજની પત્ની હતી. જેણીએ જિનબિંબની પૂજાર્થે સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કર્યા પછી વિભ્રમથી મને અવસર વિના દાશીએ ફ્ક્ત વસ્ત્ર આપ્યું. એમ માનીને ક્રોધથી અરીસા વડે મારી, તેણી મરણ પામી. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને દેવપણાએ ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જૈનીના રાજા પ્રત્યે વિક્ષેપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીષ્મમાં તૃષાથી પરાભવિત સૈન્યને શીતલ જલ વડે પરિપૂર્ણ જલાશય કરવા વડે ઉપકાર કરેલ હતો. આવા સ્વરૂપનું અધ્યયન તે પ્રભાવતી અધ્યયન સંભવે છે. - ૪ - બહુપુત્રિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપુત્રિકા અધ્યયન કહેવાય છે. તે આ - રાજગૃહીમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકલ્પથી બહુપુત્રિકા દેવી આવી, વાંદીને પાછી ગઈ, ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઈચ્છાવાળી થઈ, ભિક્ષાર્થે આવેલ આયનિ પુત્રના લાભ માટે પૂછ્યું. સાધ્વીએ ધર્મ કહ્યો અને દિક્ષા આપી. તે ઘણાં લોકોના અપત્યો વિશે પ્રીતિ વડે અન્યંજન, ઉદ્વર્તનાદિમાં તત્પર બની, અતિચાર સહિત મરણ પામીને સૌધર્મકો ગઈ. ત્યાંથી રચવીને વિભેલ નામક સંનિવેશમાં બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. પછી પિતાના ભાણેજની પત્ની થશે અને જોડલાંને જન્મ આપનારી થશે. તે સોળ વર્ષમાં ૩૨-સંતાનને જન્મ આપશે. તેથી સંતાનના ખેદથી આયનિ પૂછશે. સાધ્વીઓ તેને ધર્મ કહેશે. શ્રાવકધર્મ સ્વીકારશે. પછી કાલાંતરે દિક્ષા લેશે. ત્યાંથી સૌધર્મભે ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર સંભૂતિવિજય, ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ, શકટાલપુત્ર સ્થૂલભદ્રના દિક્ષા દાતા, તેના વૃત્તાંત વડે પ્રતિબદ્ધ નવમું અધ્યયન છે. શેષ ત્રણ અધ્યયનો અપ્રતીત છે. ૦ સંક્ષેપિક દશા - નહીં જણાયેલ સ્વરૂપવાળી છે પણ તેના અધ્યયનોનો આ અર્થ છે - અહીં આવલિકા પ્રવિષ્ટ - પંક્તિબદ્ધ અને ઈત-છૂટા છૂટા વિમાનો, તેનું પ્રવિભજન જેમાં છે તે વિમાન પ્રવિભક્તિ. તેમાં એક અલ્પગ્રંથ, બીજું મહાગ્રંથ છે. તે ટ્યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ અને મહતિ વિમાન પ્રવિભક્તિ છે.... આચારાદિ અંગની ચૂલિકા. જેમ આચારની અનેક પ્રકારે છે, તેમ અહીં કહેલ - ન કહેલ અર્થસંગ્રાહિકા ચૂલિકા છે. વર્ગચૂલિકા - વર્ગ એટલે અધ્યયનાદિ સમૂહ, તેની ચૂલિકા. વિવાહચૂલિકા - ભગવતી સૂત્રની ચૂલિકા તે વ્યાખ્યા ચૂલિકા. અરુણોપપાત - અહીં અરુણ નામે દેવ, તેના સમય વડે નિબદ્ધ ગ્રંય. તેનો ઉપપાત - અવતારનો હેતુ તો અરુણોપપાત. જ્યારે તે અધ્યયન વડે ઉપયુક્ત સાધુ

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379