Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 373
________________ ૧૦/-/૧૦૦૯ ૨૨૪ સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩ - X - X - છેલ્લે અનંત શબ્દના ગ્રહણથી વૃદ્ધિ આદિ માફક અંત્ય મંગલ કહ્યું. આ અનંત શબ્દ બધાં અધ્યયનોના અંતે ભણેલ છે. તેથી બધે સાંત્વમંગલ પણે જાણવું - x • x - સ્થાન-૧૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ વૃત્તિકાર પ્રશસ્તિ - (સંક્ષેપમાં નોંધેલ છે.) જે આરંભે કહેલ કે મહાનિધાનભૂત સ્થાનાંગ સૂત્રનો પ્રકાશની જેમ અનુયોગ આરંભાય છે, તે ચાંદ્રકુલીન, સિદ્ધાંતોક્ત અપ્રતિબદ્ધ વિહારી શ્રી વર્ધમાન સૂરિના ચરણસેવી, પ્રમાણાદિની વ્યુત્પત્તિયુક્ત પ્રકરણ અને પ્રબંધના કn • * * * * જિનેશ્વરા આર્યના લઘુ-ગુરુભાઈ વ્યાકરણાદિ શાસ્ત્રના કર્તા શ્રી બુદ્ધિસાગર સૂરિના. ચરણ કમળમાં ભમરરૂપ અભયદેવસૂરિ નામે મેં ભગવંત મહાવીરની શિષ્ય પરંપરામાં વર્તતા. અજિતસિંહ સૂરિના શિષ્ય ઉત્તરસાધકની જેમ જ્ઞાન અને ક્રિયામાં પ્રધાન એવા યશોદેવગણિની સહાય વડે સિદ્ધ થયેલ મહાનિધાનવત્ : x - મને મંગલને અર્થે પૂજ્યની પૂજા હો. ભગવંત મહાવીર, ભગવંત પાર્શ્વનાથ, પ્રવચન દેવતાઓને નમસ્કાર થાઓ. - X - X • ઇત્યાદિ - X - X - X - X - પુદ્ગલ વિષયક દશ સ્થાન કહે છે • સૂત્ર-૧૦૧૦ : જીવો, દશ સ્થાન વડે બાંધેલા યુગલો પાપકર્મપણે ગ્રહણ કર્યા છે, કરે છે, કરશે. તે આ રીતે – પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત ચાવતું સાનિન્દ્રિય નિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જસ [ત્રણે કાળને આશ્રીને જાણવા. દશ પ્રદેશિક સ્કંધો અનંતા કહ્યા, દશ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનતા કહ્યા છે, દશ સમય સ્થિતિક યુગલો અનંતા કહા છે, દશ ગુણ કાળ યુગલો અનંતા કહ્યા છે. એ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવત્ દશ ગુણરસ પુગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૧૦૧૦ : અથવા જાતિ, યોનિ, કુલાદિ વિશેષો, જીવોને કર્મના ચય, ઉપચય આદિથી થાય છે. પ્રકાલભાવિ દશ સ્થાનના અવતારથી કર્મના ચયાદિ કહે છે. જીવો-જીવન ધર્મવાળા પણ સિદ્ધ નહીં. • x• દશ સ્થાનો વડે પ્રથમ સમય એકેન્દ્રિયવાદિ પચયિ હેતુથી જે બંધ યોગ્યતાથી તૈયાર કર્યા, તે દશ સ્થાન નિર્વર્તિત અથવા જેઓને દશ સ્થાન વડે નિષ્પાદના છે તે દશ સ્થાન નિર્વર્તિત. તે કર્મવMણાને ઘાતિકર્મ કે બાકમ, તે કરાતું હોવાથી કર્મ, પાપકર્મ છે, તેનો ભાવ તે પાપકર્મતા. ગ્રહણ કર્યા છે - કરે છે - કરશે. આ કથનથી આત્માનું ત્રિકાળ અન્વયિત્વ કહે છે. કેમકે સર્વથા અન્વયિત્વ ન હોવામાં અકૃતાભ્યાગમ અને કૃત વિપનાશનો પ્રસંગ આવે. વા શબ્દ વિકલાર્થ છે. તે આ પ્રમાણે - પ્રથમ સમય એકેન્દ્રિયવનો છે જેઓને તે પ્રથમ સમયો, એકેન્દ્રિયો એવા તે પ્રથમ સમય એકેન્દ્રિયો. તેમાં વર્તતા જેઓએ કમપણે ભેગા કર્યા - સામાન્યથી ગ્રહણ કર્યા તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તેથી વિપરીત તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તે પગલોનું એ રીતે બે ભેદપણું, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિયોમાં પ્રત્યેકમાં કહેવું. એ હકીકત અતિદેશ વડે કહે છે. આ પ્રમાણે ચય, ઉપચયાદિ બધાં કહેવા. - x • વિશેષ છે - ઘન - કષાયાદિથી પરિણત જીવને કર્મ પુદ્ગલનું ગ્રહણ માંગ. ૩પવન - ગ્રહણ કરેલને જ્ઞાનાવરણ આદિ ભાવ વડે સ્થાપવા. વંધન - નિકાચિત કરવું. કથીરા - વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં પ્રક્ષેપવું. થેન - અનુભવવું. નિર્જરા - જીવપ્રદેશોથી દૂર કરવા. પુદ્ગલ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- જેના દશ પ્રદેશો છે તે દશ પ્રદેશ. તે જ દશા પ્રદેશવાળા - પરમાણુવાળા સ્કંધો - સમુચ્ચયો. એમ દ્રવ્યથી પુદ્ગલની વિચારણા તથા દશ આકાશના પ્રદેશોને વિશે જે અવગાઢ તે દશ પ્રદેશાવગાઢ. એમ ફોગથી વિચારણા. દશ સમય પર્યન્ત સ્થિતિવાળા એમ કાલથી વિચારણા. દશ ગુણ એટલે એક ગુણ કાળાની અપેક્ષાએ દશગણું, કાળો વર્ણ વિશેષ છે જે પુદ્ગલો તે દગુણ કાળા, એ રીતે બીજા નીલાદિ ચાર વર્ણો વડે - X - X - આદિ કહેવું. સ્થાનાંગ સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ -X - X - X - X - X - X - વિભાગ-સમાપ્ત)|

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379