Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 371
________________ ૧૦/-/૯૯૭ થી ૧૦૦૦ ચડીને સૂર્યમંડલને જોઈ, નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને, તે પુરુષોને ભસ્મીભૂત કરતો હતો, ત્યારે લોકોને નિવારણ કરનાર વૃદ્ધવણિકને અનુકંપાથી વનદેવી લઈ ગઈ. આ રીતે તારો ધર્માચાર્ય પોતાની સંપદાથી અસંતુષ્ટ થઈને અમારો અવર્ણવાદ કરે છે, હું મારા તપ તેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. તું તારા ધર્માચાર્યને આ બતાવ. વૃદ્ધ વણિકની જેમ હું તારી રક્ષા કરીશ. આ સાંભળીને આનંદમુનિ ભય પામ્યા, ભગવંત પાસે આવીને નિવેદન કર્યું. ભગવંતે કહ્યું – ગોશાલક આવે છે, બધાં સાધુઓ શીઘ્ર બીજે સ્થાને જાઓ, કોઈએ તેને કંઈ કહેવું નહીં. આ પ્રમાણે હે આનંદ ! તું બધાં સાધુને જણાવ. તેટલું કહેતા ગોશાલક ભગવંત પાસે આવીને બોલ્યો – હે કાશ્યપ ! - x - તું એમ ન કહે કે – આ ગોશાલક મંખલિપુત્ર છે ઇત્યાદિ. તારો શિષ્ય ગોશાલક તો દેવ થઈ ગયો. હું તો બીજો છું. પણ તેના શરીરને પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ. તે કલ્પિત વસ્તુ કહેતો હતો, તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે સાધુઓને તેજોલેશ્યાથી ભસ્મ કર્યા. પછી ભગવંતે કહ્યું – હે ગોશાલક ! કોઈ ચોર - ૪ - પરાભવિત થઈને તેવા દુર્ગને નહીં મેળવી અંગુલી કે તૃણાગ્ર વડે પોતાને છુપાવે તો શું તે છૂપાઈ શકે. તું પણ એ રીતે અન્યથા બોલીને આત્માને શું છુપાવી શકીશ? તું તે જ ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે - ૪ - ૨૧૯ એ રીતે યથાવત્ બોલતા ભગવંત ઉપર ગોશાળાએ કોપથી તેજોનિસર્ગ કર્યો. ઉંચા-નીચા આક્રોશ વચનો કહ્યા. તેં તેજ (તેજોલેશ્યા) ભગવંતને વિશે અસમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરમાં - ૪ - પ્રવેશ્યું. તેના વડે દગ્ધ થયેલ શરીરવાળો તે ગોશાળો અનેક વિક્રિયા બતાવીને સાતમી રાત્રિમાં કાળધર્મ પામ્યો. - - - જેને સમસ્ત નરદેવ, દેવેન્દ્ર નમેલ છે એવા, જઘન્યથી પણ કોર્ટિ સંખ્યક દેવો ભક્તિના સમૂહ વડે સેવિત પાદપાવાળા, વિવિધ ઋદ્ધિવાળા, હજારો શિષ્યોથી પરિવતિ, સ્વપ્રભાવથી શાંત કરેલ છે ૧૦૦ યોજનમાં રહેલ વૈર, મારી, વિવર અને દુર્ભિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુત્તર પુણ્યવાળા મહાવીર ભગવંતને પણ મનુષ્ય માત્ર, ચિર પરિચિત અને શિષ્ય સર્દેશ ગોશાલકે ઉપસર્ગ કર્યો, તે આશ્ચર્ય છે. માટે આશ્ચર્ય કથા— - સૂત્ર-૧૦૦૧ થી ૧૦૦૩ : [૧૦૦૧] દશ અચ્છેરગ કહ્યા છે – [૧૦૦૨] ઉપસર્ગ, ગર્ભહિરણ, સ્ત્રી તિર્થંકર, અભાવિત પર્યાદા, કૃષ્ણનું અપર્કકા ગમન, ચંદ્ર-સૂર્યનું ઉત્તરણ.... [૧૦૦૩] હરિવંશ કુલોત્પત્તિ, સમરોત્પાત, ૧૦૮ સિદ્ધ, અસંયતોની પૂજા. આ દશ આશ્ચર્યો અનંતકાલે થયા. • વિવેચન-૧૦૦૧ થી ૧૦૦૩ :- [સાથે જ લીધેલ છે. આ - વિસ્મયથી, ત્રર્યન્ત - જણાય છે તે આશ્ચર્યો - અદ્ભુતો. - x - (૧) ઉપરાર્ગાદિ બે ગાયા છે. ઉપસર્જન કરાય - ફેંકાય - પતિત થાય છે પ્રાણી ધર્મથી ૨૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ જેના વડે તે ઉપસર્ગો - દેવાદિ કૃત ઉપદ્રવો. ભગવંત મહાવીરને છાસ્થકાળમાં અને કેવલી કાલે મનુષ્ય-દેવ-તિર્યંચો વડે કરાયેલા થયા છે. પણ આ ઉપસર્ગ ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી. કેમકે તીર્થંકરો તો અનુત્તર પુણ્યના સંભારથી ઉપસર્ગના ભાજન થતા નથી, પણ સકલ ન-અમરતિર્યંચો સંબંધી સત્કારાદિના સ્થાનમાં જ થાય છે. માટે અનંતકાલે થનાર આ બનાવ અચ્છેરારૂપ છે. (૨) ગર્ભ-ઉદરસ્થ જીવનું હરણ થવું તે - x - ગર્ભહરણ. આ પણ તીર્થંકરની અપેક્ષાએ પૂર્વે નહીં થયેલ છતાં ભગવંત મહાવીરનું ગર્ભહરણ થયું. ઈન્દ્રાજ્ઞાથી હરિણેગમેષી દેવે, દેવાનંદાના ઉદથી સંહરીને ત્રિશલા રાજરાણીના ઉદરમાં સંક્રમાવ્યા. આ પણ અનંતકાલે થયેલ આશ્ચર્ય છે. (૩) તીર્થંકરપણે ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ કે સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરુષસિંહ, પુરુષવરગંધ હસ્તી, ત્રિભુવનમાં અવ્યાહત સામર્થ્યવાળા પ્રવતવિ છે. પણ આ અવસર્પિણીમાં મિથિલાનગરીના સ્વામી કુંભ રાજાની પુત્રી, મલ્લિ નામે તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવ અનંતકાળે થવાપણું હોવાથી આશ્ચર્ય. (૪) અભવ્યા-ચાસ્ત્રિધર્મને અયોગ્ય પર્વદા-તીર્થંકર સમવસરણે સાંભળનાર લોકો, સંભળાય છે કે – શૃંભિક ગ્રામ નગર બહાર વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન થયું. પછી ચાર નિકાયના દેવોએ સમવસરણ રચ્યું. ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને આવેલા અનેક મનુષ્ય, દેવો, વિશિષ્ટ તિર્થયોને પોતપોતાની ભાષાને અનુસરનારી, અતિ મનોહર, મહાધ્વનિ વડે કલ્પનું પાલન કરવાને ભગવંતે ધર્મકથા કહી. ત્યાં કોઈએ વિરતિ ન સ્વીકારી, તીર્થંકર દેશના પૂર્વે કદાપી નિષ્ફળ થઈ નથી. માટે આ આશ્ચર્ય. (૫) કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં જવું, આવું પૂર્વે કદી થયું નથી. માટે આશ્ચર્ય સંભળાય છે કે – દ્રૌપદી, ધાતકીખંડના ભરતની અપરકંકાનો પદ્મ રાજાએ દેવ સામર્થ્યથી અપહરણ કરાવી. દ્વારિકાવાસી કૃષ્ણે નારદના મુખથી જાણને - ૪ - ૪ - ત્યાં ગયા. - ૪ - દ્રૌપદીને પાછી લાવ્યા. ત્યાં કપીલ વાસુદેવે મુનિસુવ્રતજિન પાસે વૃત્તાંત જાણ્યો - ૪ - લવણસમુદ્ર ઉલ્લંઘતા કૃષ્ણને પંચજન્ય શંખ વગાડી તે જણાવ્યું. આ આશ્ચર્ય, (૬) ભગવંત મહાવીના વંદનાર્થે સમવસરણભૂમિમાં આકાશથી ચંદ્ર-સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું, તે પણ આશ્ચર્ય છે. (૩) હરિ નામના પુરુષ વિશેષનો વંશ-પુત્ર પૌત્રાદિ પરંપરા તે હરિવંશ. તે લક્ષણવાળા કુલની ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પતિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય છે. સંભળાય છે કે – ભરત ક્ષેત્રાપેક્ષા એ ત્રીજું હરિવર્ષ નામે યુગલીક ક્ષેત્ર છે. કોઈ પૂર્વભવના વિરોધી વ્યંતર દેવે એક મિથુનને ભરત ક્ષેત્રમાં મૂક્યું, પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ક્ષેત્રોત્પન્ન હરિ નામક પ્રથમ પુરુષનો વંશ તે હરિવંશ.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379