Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 369
________________ ૧૦/-/૯૫,૯૯૬ રા૫ વર્ણવાળી હોય છે. તેમાં “બાલ'ની આ અવસ્થા ધર્મ અને ધર્મીના અભેદથી તે બાલા. બાલા-જન્મેલ જીવની પ્રથમ દશા, તેમાં સુખ-દુઃખને બહુ ન જાણે. માટે તે બાલદશા છે... (૨) બીજી ‘કીડા' દશાને પ્રાપ્ત થયેલ જીવ વિવિધ ક્રીડા વડે ક્રીડે છે. પણ તેમાં કામભોગમાં તીવમતિ ઉપજતી નથી. (૩) મંદા-વિશિષ્ટ બલ બુદ્ધિપૂર્વક કાર્યમાં અસમર્થ અને મધ્ય ભોગ ભોગવવામાં સમર્થ જે અવસ્થામાં હોય તે મંદ દશા. કહ્યું છે કે – બીજી દશાને પ્રાપ્ત જે પુરષ, તેના ઘરમાં નિશ્ચિત ભોગો હોય તે ભોગવવા સમર્થ છે, પણ સામગ્રીને હોય તો ના ભોગવે અતિ ભોગોપાર્જને મંદ. (૪) બલા • જે અવસ્થામાં પુરુષને બલ હોય તો તેના યોગથી બલા કહેવાય. કહ્યું છે - ચોથી બલાદશાને પ્રાપ્ત પુષ, તે બળ બતાવવા સમર્થ હોય પણ નિરપદ્રવ પણ હોય જ... (૫) પ્રજ્ઞા-ઈચ્છિત અને પ્રાપ્ત કરવાના વિષયવાળી કે કુટુંબાદિની અભિવૃદ્ધિ વિષયક બુદ્ધિ, તેના યોગથી દશા પણ પ્રજ્ઞા અથવા પ્રકમાંથી જાણે તે પ્રજ્ઞાદશા. તેનું જ કઈવ વિવક્ષાએ કથન છે... (૬) પુરુષને ઈન્દ્રિયોમાં હીન કરાવે છે, ઈન્દ્રિયો સ્વવિષય ગ્રહણમાં થોડી અસમર્થ કરે છે માટે તે હાયની દશા છે કહ્યું છે - હાયની દશા પ્રાપ્ત પુરુષ કામભોગ વિરક્ત, ઈન્દ્રિય બળહીન થાય. (૩) પ્રગટ કરે કે વિસ્તારે છે કફ, ખાંસી આદિને જે દશા તે પ્રપંયા અથવા આરોગ્યથી ખસાવે તે પ્રપંયા. કહ્યું છે - સાતમી પ્રપંચા દશાને ક્રમશઃ પામેલો પુરુષ, ચીકણા ગ્લેમને કાઢે છે અને વારંવાર ખાંસે છે. (૮) પ્રાગભાર - થોડો નમેલ, એવા પ્રકારનું શરીર જે દશામાં થાય છે તે પ્રાગભારા. કહ્યું છે - આઠમી પ્રાગભારા દશાને પામેલો પુરુષ સંકોચાયેલ ત્વચાવાળો હોય, સ્ત્રીઓને અપ્રિય હોય, જરા વડે જર્જરિત હોય. (૯) મુમુહી - જરા રાક્ષસી વડે દબાયેલ શરીરરૂપ ઘરવાળા જીવને મૂકવા પ્રત્યે મુખ છે જે દશામાં મુમુખી. તે આ રીતે - નવમી મુમુખી દશાને આશ્રિત જે પુરષ છે, તે જરા વડે હાનિ પામે છે, જીવિતમાં પણ ઈચ્છારહિત વસે છે. નવ એટલે જીવિતમાં કે નરલક્ષણ જીવ. (૧૦) શાયની - સુવાડે છે અથવા સુએ છે જે દશામાં તે શાયની તેનું સ્વરૂપ આ છે - હીન અને ભિન્ન સ્વરવાળો, દીન, વિપરીત, શૂન્ય ચિત્ત, દુર્બલ અને દુ:ખીત થઈને દશમી દશાને પ્રાપ્ત પુરષ વસે છે. અનંતર પુરુષની દશા કહી. હવે પુરુષના સમાનામક વનસ્પતિની દશા પ્રકાાંતરથી કહે છે • સૂત્ર૯૯૭ થી ૧૦૦૦ : [૯] તૃણ વનસ્પતિકાયિક દશ ભેદે કહ્યા – મૂલ, કંદ યાવતુ પુW, ફળ, બીજ, (૯૯૮] બધી વિધાધર શ્રેણિઓ દશ-દશ યોજન પહોળાઈથી કહી ૨૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. બધી અભિયોગ શ્રેણિ ૧૦-૧e યોજન પહોળાઈથી કહી છે. [૯] વેયક વિમાનો ૧000 યોજન ઉd ઊંચાઈ વડે છે. [૧ooo] દશ કારણે તેજલેશ્યા સહ વર્તતા ભસ્મીભૂત કરે તે આ - (૧) કોઈ તયારૂપ શ્રમણ, માહણની અતિ આશાતની કરે, તે અત્યારશાલિત સાધુ ક્રોધ પામીને ઉપસર્ગ કરનાર પર તેજ ફેંકે, પરિતાપ ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેજલેયા વડે તિજાલેચાયુક્ત અનાને બાળી નાંખે. () કોઈ તેવા શ્રમણ, માહણની અતિ આશાતના રે, અત્યાતિત સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તેના પર તેજોવૈશ્યા મૂકે, પીડા કરે, પીડા કરીને તે જ વેજોલેશ્યા વડે તેજલેશ્યા યુકતને બાળીને ભસ્મ કર (૩) કોઈ તણારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આશાતીત સાધુ અને તેનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે બંને પ્રતિજ્ઞા કરે કે આને હણવો. બંને તેના પર તેજોવૈયા મૂકે, પરિતાપ કરે, પરિતાપીને તેની જ તેજલેશ્યા વડે તેને બાળીને ભસ્મ કરે. (૪) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે ત્યાણાતિત તે સાધુ ક્રોધ પામીને તેના ઉપર તેજોલે મૂકે, તેના શરીરમાં ફોડા ઉપજાવે ફોડા ફુટે, ફોડા ફુડા પછી તેજલેશ્યા સહિત એવા તેને બાળીને ભસ્મ કરે. (૫) કોઈ તથારૂપ શ્રમમ, માહણની અત્યાશાતના કરે, અત્યાણાતિત છે. સાધુનો પક્ષપાતી દેવ ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોવેરા , તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે. ફોડા ફૂટ્યા પછી તે દેવ, તે તેજોવેશ્યા યુકત દુષ્ટને બાળીને ભસ્મ કરે. (૬) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, અત્યાશાતિત છે સાધુ અને તેનો પક્ષપાતી દેવ કોપ પામે. બંને પેલા અધમને મારવા પ્રતિજ્ઞા કરે. તે દુષ્ટ ઉપર વેશ્યા મૂકે. તે દુષ્ટના શરીરમાં ફોડા થાય, તે ફોડા ફૂટે, પછી તેઓ તેજલેયાવાળા તેને બાળીને ભસ્મ કરે. () કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આતિત સાધુ ક્રોધ પામીને તે દુષ્ટ ઉપર તેજલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, ફોડા ફૂટે પછી તેમાં નાની ફોડલીઓ થાય, તે ફોડલી ફૂટે પછી તે જ તેજલેશ્યાયુક્ત અનાયને બાળીને ભસ્મ કર (૮) (૯) – એ રીતે પૂર્વવત્ દેવના અને બંનેના બે આલાપક કહેવા (૧૦) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, તેની ઉપર તેજોલેસ્યાને મૂકે, તે તેજલેશ્યા, સાધુને આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ આમતેમ ઉંચી-નીચી થાય છે, પછી આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને ઉંચે આકાશમાં જાય છે. ત્યાંથી હણાઈને પાછી ફરે છે, પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી, તેજલેચાયુકત એવા તેને ભસ્મસાત્ કરે છે. જેમ ગોપાલક મંખલિપુત્ર તેનાથી હણાયો.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379