Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 321
________________ ૮|-| ૮૨ થી ૩૮૫ ૧૧૯ કરેલ સંપરાય-કપાય સંજવલન લોભલક્ષણ જેમાં વેદાય છે તે સૂક્ષ્મ સંપરાય.. રામ સહિત તે સાગ, જે સંયમ તે સરાણ સંયમ અથવા સરાગ સાધુનો સંયમ તે સરાગસંયમ •x - બીજો – આ જ પ્રથમ સમયથી વિશેષિત... આ બંને પણ બે શ્રેણી અપેક્ષાએ વળી બે પ્રકારે હોવા છતાં કહ્યું નથી, માટે ચાર ભેદો ન કહ્યા. તથા બાદર સંપરાય-સંજ્વલન ક્રોધાદિ જેમાં છે તે, તથા વીતરાણ સંયમ તો બંને શ્રેણીના આશ્રયથી બે ભેદે છે, વળી પ્રથમ-પ્રથમ સમય ભેદથી કૈક બે ભેદે છે, એમ ચાર ભેદ મળી એકંદર આઠ ભેદો છે. [૮૫] સંયમીઓ પૃથ્વી પર હોય છે માટે ત્રણ પૃથ્વી સૂઝ, સરળ છે. વિશેષ એ - આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર લંબાઈ-પહોળાઈથી છે. ઈષપ્રાગભારાનું ઈષતું નામ પણ છે. કેમકે રનપ્રભાદિ અપેક્ષાએ લઘું છે.. એમ પ્રાગભારના હૃસ્વવથી ઇષપ્રાભાા .. આ કારણે જ તનુ-પાતળી.. અતિ તનુત્વથી તનુ તનુ.. તેણીમાં સિદ્ધ થાય માટે સિદ્ધિ.. સિદ્ધોના આશ્રયત્નથી સિદ્ધાલય.. સર્વ કર્મોથી મૂકાય માટે મુક્તિ.. મુક્તના આશ્રયે મુક્તાલય. સિદ્ધિ શુભાનુષ્ઠાનમાં અપ્રમાદીતાથી થાય, માટે તેને કહે છે• સૂત્ર-૩૮૬ થી ૩૮૮ : આઠ સ્થાનોમાં સમ્યક રીતે પ્રવર્તન, પ્રયત્ન અને પરાક્રમ કરવું જોઈએ - પણ પ્રમાદ કરવો ન જોઈએ. (૧) ન સાંભળેલા શ્રાધમને સમ્યફ સાંભળવા માટે ઉધમ કરવો. (૨) સાંભળોલ ધર્મોને અવધારણ કરવા અને વિસરાય નહીં તેવા દેઢ કરવા ઉધમ કરવો. (૩) પાપ કર્મોને ન કરવા માટે સંયમ વડે ઉધમ કરવો, (૪) પુર્વ સંચિત કર્મોન ખપાવવા અને વિશોધન કરવા માટે તપ વડે ઉધમ કરવો. (૫) સંગૃહિત પરિણતના સંગ્રહ માટે ઉધમ કરવો. (૬) રક્ષાને આચારગોચર શીખવવાને ઉધમ કરવો, (૩) પ્લાનને અપ્લાન કરવા તૈયાવરય કરવા માટે ઉધમ રવો. (૮) સાધર્મિકમાં કલહ ઉત્પન્ન થતાં તેમાં અનિશ્ચિત ઉપશ્ચિત અપક્ષગ્રાહી મધ્યસ્થભાવભૂત અને સાધર્મિકોમાં શબદ, અલ્પકલહ, અથ તું-તું કેમ થાય તે વિચારી ઉપશાંત કરવા ઉધમ કરવો.. [૮] મહાશુક્ર અને સહસાર કામાં વિમાનો દેoo યોજન ઉંચા છે. [૪૮] અહંતુ અરિષ્ટનેમિને દેવ-મનુષ્ય-અસુરની હદમાં કોઈ વાદમાં જીતે નહીં એવી ઉત્કૃષ્ટી ૮૦૦ વાદી મુનિઓની સંપદા હતી. • વિવેચન-૩૮૬ થી ૨૮૮ : [૩૮૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – આઠ વસ્તુઓને વિશે નહીં પ્રાપ્ત થયેલમાં સંબંધ કરવો, પ્રાપ્ત થયેલના અવિયોગને માટે યત્ન કરવો, શક્તિ થાય થવા છતાં તેના પાલનમાં અતિ ઉત્સાહ કરવો, વધારે શું ? એ પ્રમાણે ચાટ સ્થાનક લક્ષણ કહેવાતા આ વિષયમાં પ્રમાદ કરવો ન જોઈએ. (૧) ન સાંભળેલ શ્રુતભેદરૂપ ધર્મોને સાંભળવામાં ઉધમી થવું કે સાંભળવાને ૧૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 સમુખ જવું. (૨) એ રીતે સાંભળેલ-શ્રોસેન્દ્રિય વિષયકૃતને મનોવિષયી કરવા માટે, અવિસ્મૃત-સ્મૃતિ-સંસ્કાર વિષયી કરવા તત્પર થવું. (૩) વૃત્તિ નથી. (૪) વિવેચનાનિર્જર માટે, આથી જ આત્માની વિશુદ્ધિ માટે તત્પર થવું. (૫) અસંગૃહીતઅનાશ્રિત શિષ્યવર્ગના સંગ્રહ માટે. (૬) વિભક્તિ પરિણામથી નવદીક્ષિતને સાધુ સામાચારી, વિષય-છ વ્રત આદિ અથવા આચાર-જ્ઞાનાદિ વિષય પાંચ ભેદે, ગોચભિક્ષાય તે આચારગોચર. અહીં વિભક્તિના પરિણામથી આચાર ગોચરની ગ્રહણતા અર્થાત્ શૈક્ષને આચારાદિ શીખવવાને. () અગ્લાનિ-ખેદરહિત કરવાને, (૮) અધિકરણ-વિરોધ, તે સાઘમિકોમાં, નિશ્ચિત સગ, ઉપાશ્ચત - દ્વેષ અથવા આહારાદિની લાલસા અને શિષ્ય તથા કુલાદિની અપેક્ષા. આ બંનેથી હિત તે અનિશ્રિતોપાશ્રિત, શાસ્ત્રને બાધિત પક્ષને જે ગ્રહણ ન કરે તે અપક્ષગ્રાહી, આથી જ મધ્યસ્થભાવને પ્રાપ્ત થયેલ. * x • તે ચિંતવે કે - કઈ રીતે સાધુઓ, મહાશદથી રહિત થાય, તથાવિધ કલહકારી વચનથી તિ થાય, ક્રોધથી કરેલ મનોવિકાર વિશેષથી હિત થાય એમ વિચારતો ક્રોધને શાંત કરવા માટે તત્પર થાય. [૮] અપમાદીને દેવલોક પણ મળે, માટે દેવલોક પ્રતિબદ્ધ અટકને કહે છે. તે મહાશુક» આદિ સુગમ છે... [૪૮] અનંતરોક્ત વિમાનવાસી દેવો વડે પણ વસ્તુવિચારમાં કેટલાંક વાદીઓ જીતાય નહીં માટે તેના અટકને કહે છે, આ સૂત્રો સુગમ છે. -- નેમિનાથના આ શિષ્યો મધ્ય કોઈક કેવલી થઈને વેદનીયકર્મની સ્થિતિઓને આયુષ્યકર્મની સ્થિતિ સાથે સમાન કરવા માટે કેવલી સમુઠ્ઠાત કરેલ છે માટે સમુદ્યાત મને કહે છે– • સૂત્ર-૩૮૯ : આઠ સમયનો કેવલી સમઘાત કહેલ છે – પહેલા સમયે દંડ કરે, બીજસમયે કપાટ કરે, ત્રીજ સમયે મંથન કરે, ચોથા સમયે લોકને પુરે છે, પાંચમા સમયે આંતરાને સંહરે છે, છકા સમયે મંથાનને સંહરે છે, સાતમાં સમયે કાટને સંરે છે, આઠમા સમયે દંડને સંહરે છે. • વિવેચન-૭૮૯ - સમુઠ્ઠાતને પ્રારંભતો પ્રથમ અવશ્ય આવર્જીકરણને કરે છે. અર્થાતુ નર્મ પ્રમાણ ઉદયાવલીમાં ન આવેલ કમને પ્રોપવાની પ્રવૃત્તિ કરે. પછી સમુઠ્ઠાતને કરે. તેમાં પહેલા સમયમાં સ્વદેહ પ્રમાણ પહોળો અને ઉંચો, નીચે, બંને તરફ લાંબો લોકાંત સુધી જનારો જીવપ્રદેશ સમૂહરૂપ દંડની જેમ દંડ કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે. બીજા સમયે તે જ દંડને પર્વ-પશ્ચિમ બે દિશામાં પ્રસારીને બંને પડખે લોકાંતગામી કપાટને કરે છે. ત્રીજા સમયે તેને જ દક્ષિણ-ઉત્તર બે દિશામાં પ્રસારવા વડે મંયાનને કરે છે. તે લોકાંત સધી પહોંચનાર હોય છે. એ રીતે લોકને પ્રાયઃ બહુ પૂરેલ હોય છે, પણ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી, કેમકે જીવપદેશોનું સમશ્રેણી ગમન હોય છે.

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379