Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 303
________________ el-I૬૮૮,૬૮૯ ૮૪ • સૂત્ર-૬૮૮,૬૮૯ - [૬૮૮) શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિલવો કહ્યા છે - બહુરતા, જીવપદેશિકા, અવ્યક્તિકો, સામુચ્છેદિકો, દોક્રિયા, કૌરાશિકો, અદ્ધિકો... આ સાત પ્રવચન નિલનોના સાત મિયિાય હતા – જમાલી, વિષ્યગુપ્ત, આષાઢ, અ#મિત્ર, ગંગ, લલુક, ગોષ્ઠામાહિલ. આ સાત પ્રવચના નિહ્નવોના સાત ઉત્પત્તિનગરો હતા. તે આ [૬૮૯) વસ્તી, ઋષભપુર, શ્વેતાંબિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજિકા, દશપુર આ નિલવોની ઉત્પત્તિના નગરો છે. • વિવેચન-૬૮૮,૬૮૯ : [૬૮૮] સૂગ સુગમ છે. વિશેષ એ કે - પ્રવચન એટલે આગમ, નિઝુવતે - અપલાપ કરે કે અન્યથા પ્રરૂપે, તે પ્રવચન નિલવ કહ્યા છે. (૧) જત - ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે વસ્તુની ઉત્પત્તિ ના માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિ માનવાચી વૈદુપુ - ઘણા સમયનો વિશે રતા - આસક્ત થયેલા તે બહરતા અર્થાત દીર્ધકાળમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા.. (૨) પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપદેશો, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકારવાથી જીવપ્રદેશ વિધમાન છે જેઓને તે જીવ પ્રાદેશિકો. અર્થાતુ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા. આ રહસ્ય છે. (3) અવ્યક્ત - અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત વિધમાન છે જેઓને તે અવ્યકિતકો અd સંયતાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા એ ભાવના છે... (૪) સમુચ્છેદ-ઉત્પત્તિ પછી તુરંત સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદવિનાશ. સમુચ્છેદને જે કહે છે. તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે, તેમ પ્રરૂપે. (૫) બે કિયા એકત્રિત થાય તે દ્વિક્રિય. અથવા તેને અનુભવે છે તે ઐકિયા અર્થાત્ કાલના અભેદથી બે કિયાના અનુભવને પ્રરૂપનાર. () જીવ, અજીવ, નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ગિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ઐરાશિકો સાથ ત્રણ મશિને પ્રરૂપનારા. (૩) જીવ વડે કર્મ સ્પશયેિલ છે, પણ સ્કંધના બંઘવતુ બદ્ધ નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો - ઋષ્ટકર્મ વિપાક પ્રરૂપકો. ધમચિાર્ય - ૫ - ઉકત પ્રરૂપણાદિ લક્ષણ ધૃતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધમચાર્યો. તે મતના ઉપદેશદાતા. તેમાં (૧) જમાલી ક્ષત્રિયકુમાર, તે શ્રમણ ભગવંત મહાવીરના ભાણેજ, ભગવંતની સુદર્શના નામે પુત્રી અનામ પિયાના નામ છે.) નો ભતાં તેણે ૫ooના પરિવાર સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, આચાર્યવ પામ્યા. વિચરતા શ્રાવતી નગરીમાં તેડુંક ચૈત્યમાં આવ્યા. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેઓ વેદનાથી પરાભવ પામ્યા. શયનાર્થે સંથારો પાથરવાની આજ્ઞા કરી. સંથારો કર્યો ? એમ પૂછ્યું. સંથારો કતાં સાધુએ સંથારો પથરતો હતો છતાં પાથર્યો એમ કહ્યું. જઈને જોયું તો સંથારો કરાતો જોયો. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્મોદયથી વિપરીત બુદ્ધિવાળા જમાલિએ કહ્યું- ભગવંત જે કહે છે – “કરાતુ હોય તે કર્યું” તે અસત્ય છે, કેમકે પ્રત્યક્ષ વિરુદ્ધ છે અને પ્રત્યક્ષ વિરુદ્ધતા તો આની અદ્ધ પાથરેલ સંથારામાં ન પાથરવાપણું દેખવાથી છે. તેથી ક્રિયમાણપણાએ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કૃતત્વ ધર્મ દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે કહ્યું છે— મારો આ સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે, તેથી કરાતું હોય તે કર્યું કહેવાય નહીં, પણ કરેલું જ કર્યું કહેવાય. આ રીતે પ્રરૂપતા જમાલીને સ્થવીરોએ કહ્યું કે - હે આર્ય ! ‘કરતું હોય તે કર્યું એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ‘કરાતુ હોય તે કર્યું નહીં સ્વીકારશો તો ક્રિયાના અનારંભ સમયની જેમ પાછળ પણ કિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો ? આથી તો સદાકાળ કાર્યનો પ્રસંગ આવશે કેમકે ક્રિયાના અભાવમાં વિશેષપણું જ ન રહે. વળી જે કહ્યું કે અર્ધ પાથરેલ સંથારામાં ન પાથરેલપણું જોવાથી, તે પણ અયુક્ત છે. કારણ કે જયારે જે આકાશ દેશમાં વસ્ત્ર પથરાય ત્યારે તે આકાશદેશમાં પથરાયેલું જ છે. એ રીતે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે. • x - તે આ પ્રમાણે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવદ્વયનો છે, એ રીતે વીરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યું નહીં, તે આ બહુતર ધર્માચાર્ય. (૨) વસુદેવ ધર્માચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્ય. રાજગૃહીમાં આત્મપ્રવાદ નામના પૂર્વ [ના અધ્યયનકાળે આવો પ્રશ્ન આવ્યો.] હે ભદંત! એક જીવપદેશને જીવ એમ કક્વાય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા યાવતું એક પ્રદેશ વડે જૂન જીવપદેશો પણ “જીવ’ એમ ન કહેવાય. આ હેતુથી કૃM, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશતુલ્ય જીવ એમ કહેવાય. આ આલાપકને ભણતા કર્મોદયથી વિપરીત મતિવાળો થયો અને કહેવા લાગ્યો - એક આદિ જીવપદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ “જીવ' રૂપ વ્યપદેશને પામતા નથી, પણ ચરમપદેશ સહિત જ જીવ'રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમપદેશ ‘જીવ’ છે કેમકે જીવવનું તભાવભાવીપણું છે. તેમણે આમ કહેતા તેને ગુરુએ કહ્યું આ ખોટું છે. - કેમકે એ રીતે જીવના અભાવનો પ્રસંગ આવશે. - કેવી રીતે? તે સ્વીકારેલ અંત્યપદેશ પણ અજીવ થાય ? શેષ પ્રદેશોના પરિણામપણાથી અત્ય પ્રદેશની જેમ. પણ આ ચરમપદેશ પૂરણ છે, તેથી તેનું જીવપણું પણ ઘટતું નથી. એકનું પૂરણપણું અવિશેષ છે. કેમકે એક વિના તેનું સંપૂર્ણત્વ છે. ઇત્યાદિ તેને ઘણું સમજાવ્યું, તો પણ તેણે સ્વીકાર્યું નહીં, ત્યારે તેને સંઘથી બહાર કર્યો. તેને આમલકા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે સંખડીમાં ભોજન લેવાને માટે ઘેર લાવીને આગ્રહથી વિવિધ ખાધકાદિ પદાર્થોને સમીપે રાખીને એક-એક અવયવ દરેક પદાર્થનો આપ્યો. ત્યારે તિષ્યગુપ્તને થયું કે- શું તું અમારી મશ્કરી કરે છે ? શ્રાવકે કહ્યું તમારો જ આ સિદ્ધાંત છે. - x • ઇત્યાદિ. એ રીતે આ ધમચાર્યને પ્રતિબોધ્યા. (3) આષાઢ-શ્વેતાંબિકા નગરીમાં પોલીસ ઉધાનમાં સ્વશિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા. રાત્રિના હૃદયશૂળથી મરણ પામીને દેવ થયા, શિષ્યોની

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379