Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ST
ઘટના છે કે એક સમયમાં ઋષભદેવ સ્વામી આદિ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થયા. આગમ અને વૃત્તિ બંનેમાં આ ઘટનાનો ઉલ્લેખ માત્ર છે. તેમાં ૧૦૮ની ગણનાવિધિ દર્શાવી નથી. પરંપરાથી ૧૦૮ની ગણનામાં ઋષભદેવ સ્વામી + તેમના બાહુબલી આદિ ૯૯ પુત્રો + ૮ પૈત્ર, આ રીતે ૧૦૮ ની ગણના કરવામાં આવે છે. અન્ય અનેક પ્રતોમાં આ જ રીતે ગણના કરી છે. અહીં પ્રશ્ન થાય છે કે સમવાયાંગ સૂત્રના– સમવાય-૮૪માં ઋષભદેવ સ્વામી, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરીનું એક સરખું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય દર્શાવ્યું છે. એક સમાન આયુષ્યવાળા પિતા-પુત્રનું નિર્વાણ એક સાથે કઈ રીતે થાય? તેથી બાહુબલીને ઋષભદેવ પ્રભુ સાથે નિર્વાણમાં લઈ ન શકાય માટે તેના સિવાયના શેષ ૯૮ પુત્રો જ ગણનામાં લઈ શકાય છે અને તેમ કરવાથી ગણના ૧૦૭ની જ થાય છે તેના સમાધાન માટે આગમના અન્ય વિધાનનું અનુસંધાન કરવામાં આવ્યું. પ્રજ્ઞાપના સૂત્રમાં વિધાન છે કે એક સમયે જઘન્ય બે તીર્થંકર સિદ્ધ થાય છે. જઘન્ય બે માં એક ભારત અને એક ઐરાવતના એમ બે તીર્થકર એક સાથે સિદ્ધ થાય છે. ભરત ક્ષેત્રમાં જે સમયે ઋષભદેવ સિદ્ધ થયા તે સમયે ઐરાવત ક્ષેત્રના પ્રથમ તીર્થકર સિદ્ધ થયા છે. તેથી ઋષભદેવ સ્વામી + ૯૮ પુત્રો+૮ પૌત્ર અને + ઐરાવતક્ષેત્રના પ્રથમ તીર્થકર મળીને એક સમયમાં ૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ થયા, તેમ સમજવાથી પ્રશ્નનું સમાધાન થઈ જાય છે.
સ્થાન–૧૦, સૂત્ર-૨૮માં દસ રાજધાનીમાં દસ રાજા દીક્ષિત થયા, તે પ્રમાણે ઉલ્લેખ છે. આ દસ રાજાના નામ રૂપે દસ ચક્રવર્તીના નામ છે. સામાન્ય રીતે જોતાં એમ જ લાગે કે બે ચક્રવર્તીએ સંયમ લીધો નથી, તે નરકે ગયા છે; તેમને વર્જીને શેષ દસ ચક્રવર્તીઓ ક્રમશઃ એક-એક રાજધાનીમાં દીક્ષિત થયા હશે. અહીં શંકા થાય કે શાંતિનાથ, કુંથુનાથ, અને અરનાથ, આ ત્રણે ચક્રવર્તી એક જ રાજધાનીમાં થયા છે, તો દસ રાજધાની કેવી રીતે ઘટિત થાય? ઠાણાંગવૃત્તિમાં તેનું સ્પષ્ટીકરણ મળ્યું નહીં પરંતુ નિશીથચૂર્ણિમાં સમાધાનકારી શબ્દો મળ્યા કે " ત્રણે તીર્થંકર ચક્રવર્તી એક જ નગરમાં થયા છે. તેથી આ દસમાંથી કેટલીક રાજધાનીઓમાં દસ ચક્રવર્તી દીક્ષિત થયા તેમ સમજવું.
સ્થાન-૮, સૂત્ર-૨૮માં ભગવાન મહાવીરના ગોદાસ વગેરે નવગણનો ઉલ્લેખ છે. આ સૂત્રની વ્યાખ્યામાં વૃત્તિકારે ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સમયમાં નવગણ ઉત્પન્ન થયાનું કથન કર્યું છે. તેનું જ અનુસરણ અન્ય આચાર્યોએ કર્યું છે. પરંતુ આ નવમા સ્થાનમાં જ પ્રભુ મહાવીરના શ્રીમુખેથી થયેલું કથન આ પ્રમાણે છે– “ઉત્સર્પિણી કાળની આગામી ચોવીસીમાં પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશે, તે તીર્થની સ્થાપના કરશે અને જેમ મારા શાસનમાં નવ ગણ છે તેમ તેમના શાસનમાં પણ નવ ગણ થશે;” આ વાક્યાંશ જ સૂચવે છે કે ભગવાનના સમયમાં અગિયાર ગણધરના નવ ગણ હતા અને તે ગણ ગણધરના નામે ન હતા પરંતુ અન્ય નામે હતા. કારણ કે ગણ-ગચ્છ કે સમૂહના નામકરણની વિવિધ અપેક્ષાઓ હોય છે, તેમાંથી કોઈપણ અપેક્ષાએ નામકરણ થઈ શકે છે.