Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 431
________________ સ્થાન- ૧૦ ૩૭૩. સત્રોક્ત દશ અધ્યયનના નામ ત્રીજા વર્ગના હોય તેમ જણાય છે. તેમાં પણ પ્રથમ ત્રણ અધ્યયનના નામ જ સમાન છે, શેષ નામ ભિન્ન છે. (૫) આચાર દશા – તેનું રૂઢ નામ દશાશ્રુતસ્કંધ સૂત્ર છે. તેમાં જ્ઞાનાચાર વગેરેનું વર્ણન છે. (૬) પ્રશ્નવ્યાકરણ દશા :- આ દશમા અંગમાં અનેકવિધ પ્રશ્નોના વ્યાકરણ-ઉત્તર છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્ન વ્યાકરણ સૂત્રના જે દશ અધ્યયન કહ્યા છે, તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. મૂલ પ્રશ્નવ્યાકરણમાં વિવિધ વિધાઓ અને મંત્રો હશે અને કોઈ સમયે તેનો વિચ્છેદ થઈ ગયો હશે. વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં માત્ર પાંચ આસવ અને પાંચ સંવરનું જ વિસ્તૃત વર્ણન છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે દશ દશા અને પ્રત્યેકના દશ-દશ અધ્યયનોના નામોનું કથન કર્યું છે. તેમાં વૃત્તિકારે એકથી છ દશાના દશ-દશ અધ્યયન વિષયક કથન કર્યું છે. વર્તમાને ઉપલબ્ધ આગમોના અધ્યયનથી તે નામોમાં ઘણી ભિન્નતા પ્રતીત થાય છે. તે ઉપરાંત અંતિમ ચાર દશાના દશ-દશ અધ્યયન માટે વૃત્તિકારે 'મામ ગપ્રતીતા' અમોને જ્ઞાત નથી, તેમ કહીને મૌન રહ્યા છે. તે ચાર દશા અને તેના અધ્યયનોના નામ વર્તમાને નંદી સૂત્રમાં ઉપલબ્ધ નથી. આ ચારે સૂત્ર વર્તમાનમાં અનુપલબ્ધ અને અપ્રસિદ્ધ છે. તેમ છતાં અન્ય રૂપે તેના અવશેષ મળે છે યથા સાતમાં બંધદશા શાસ્ત્રના “ભાવના’ અને ‘વિમુક્તિ” નામના બે અધ્યયન, આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રતસ્કંધમાં જોડાયા છે અને તેના માટે મહાવિદેહ ક્ષેત્રથી સ્થૂલિભદ્રની બહેન દ્વારા લાવવાની ઇતિહાસ પરંપરા પ્રચલિત છે. નવમા દીર્ઘદશા શાસ્ત્રના સૂર્ય, ચંદ્ર, શુક્ર અને બહુપુત્રિકા આ ચાર અધ્યયન વર્તમાનમાં નિરયાવલિકા સુત્રના ત્રીજા વર્ગમાં છે. દશમા સંક્ષેપિક દશાશાસ્ત્રના દશ અધ્યયન નંદી સુત્રમાં દશ શાસ્ત્ર રૂપે ઉલ્લેખિત થયા છે. વ્યવહાર સૂત્રમાં પણ તેને સ્વતંત્ર શાસ્ત્રરૂપે કહ્યા છે. અવસર્પિણી ઉત્સર્પિણી કાળની સ્થિતિ:११३ दस सागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणीए । ભાવાર્થ :- અવસર્પિણી કાળ દશ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ११४ दस सागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणीए । ભાવાર્થ – ઉત્સર્પિણી કાળ દશ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. નૈરચિક આદિના દસ પ્રકાર:११५ दसविधा णेरइया पण्णत्ता, तं जहा- अणंतरोववण्णा, परंपरोववण्णा,

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474