Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________ 388 | શ્રી ઠાણાગ સૂત્ર-૨ તેજ તે શ્રમણ-માહણના શરીર ઉપર આક્રમણ કરી શકતું નથી, પ્રવેશ કરી શકતું નથી. ત્યારે તે ઉપરથી નીચે અને નીચેથી ઉપર જાય, પછી આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પરિક્રમા કરી અને આકાશમાં જાય છે અને ત્યાંથી પાછું તે શ્રમણ-માહણના પ્રબલ તેજથી પ્રતિહત થઈ તે ફરી ફેંકનારા પાસે જઈ તેના શરીરમાં પ્રવેશ કરી તેને તેની તેજોલબ્ધિ સાથે ભસ્મ કરે છે. જેવી રીતે મખલીપુત્ર ગોશાલકના તપ તેજે તેને પોતાને જ બાળી નાંખ્યો હતો. દસ અચ્છેરા : 152 दस अच्छेरगा पण्णत्ता, तं जहा उवसग्ग गब्भहरणं, इत्थीतित्थं, अभाविया परिसा / कण्हस्स अवरकंका, उत्तरणं चंदसूराणं // 1 // हरिवंसकुलुप्पत्ती, चमरुप्पाओ य अट्ठसयसिद्धा / अस्संजएसु पूया, दस वि अणतेण कालेण // 2 // ભાવાર્થ :- દશ આશ્ચર્યકારી ઘટનાઓ ઘટી છે, તે આ પ્રમાણે છે– (1) ભગવાન મહાવીર સ્વામીને ઉપસર્ગ આવ્યો. (2) તીર્થકર મહાવીરનું ગર્ભ સંહરણ થયું (3) મલ્લિનાથ તીર્થકર સ્ત્રીપણે થયા (4) ભગવાન મહાવીરની પ્રથમ દેશના ખાલી ગઈ. કોઈએ વ્રત પ્રત્યાખ્યાન ન કર્યા. (5) કૃષ્ણ અપરકંકા (અમરકંકા) નગરીમાં ગયા અને વાસુદેવ વાસુદેવનું શંખધ્વનિના માધ્યમે મિલન થયું (6) ચંદ્ર અને સૂર્ય દેવોનું વિમાન સહિત પૃથ્વી ઉપર આવવું (7) હરિવંશ કુળની ઉત્પત્તિ (8) ચમરનો ઉત્પાત (9) એકસો આઠ સિદ્ધ (10) અસંયતની પૂજા. આ દશ પ્રકારના આશ્ચર્ય અનંતકાળે થયા છે અને થાય છે. વિવેચન : છે - અચ્છેરા, આશ્ચર્યકારી ઘટનાઓ, ક્યારેક જ ઘટિત થતી ઘટના. જે ઘટના સામાન્યરૂપે ઘટિત ન થતી હોય પરંતુ વિશેષ સ્થિતિમાં અનંતકાળ પછી ઘટે તેને આશ્ચર્ય કહે છે. 'આશ્ચર્ય પદ અદ્ભુત અર્થમાં વપરાય છે. જે વસ્તુ વિસ્મય ઉત્પન્ન કરે, તેને આશ્ચર્ય રૂપ માનવામાં આવે છે. (2) ૩ષ્યા - ઉપસર્ગ - ધર્મ આરાધકને, સાધકને ધર્મ કે સાધના માર્ગથી ચલાયમાન કરવા મનુષ્ય, તિર્યંચ કે દેવ, જે વિનો ઉપસ્થિત કરે તેને ઉપસર્ગ કહે છે. સામાન્યતયા કેવળી ભગવાનને અને અનંત પુણ્યશાળી તીર્થકરોને ઉપસર્ગો આવતા નથી. પરંતુ મહાવીર સ્વામીને તીર્થકરાવસ્થામાં ગોશાલકનો ઉપસર્ગ સહન કરવો પડ્યો. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી અને ભગવાનને તેની અલ્પ અસર થઈ. ભગવતી સૂત્ર શતક-૧૫માં તેનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. (2) ગર્ભપહરણ :- એક માતાના ઉદરમાંથી બીજી માતાના ઉદરમાં ગર્ભનું સંક્રમણ થાય, તેને