Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૮
असोओ किण्णराणं च, किंपुरिसाणं तु चंपओ । णागरुक्खो भुयंगाणं, गंधव्वाण य तेंदुओ ॥२॥
૨૭૧
ભાવાર્થ :- આઠ પ્રકારના વાણવ્યંતર દેવોના આઠ ચૈત્યવૃક્ષ છે, તે આ પ્રમાણે છે– (૧) પિશાચોનું ચૈત્યવૃક્ષ કદમ્બ છે (૨) યક્ષોનું ચૈત્યવૃક્ષ વટ છે (૩) ભૂતોનું ચૈત્યવૃક્ષ તુલસી છે (૪) રાક્ષસોનું ચૈત્યવૃક્ષ કંડક છે (૫) કિન્નરોનું ચૈત્યવૃક્ષ અશોક છે (૬) કિંપુરુષનું ચૈત્યવૃક્ષ ચંપક છે (૭) મહોરંગનું ચૈત્યવૃક્ષ નાગવૃક્ષ છે (૮) ગંધર્વોનું ચૈત્યવૃક્ષ હિંદુકવૃક્ષ છે.
વિવેચન :
પ્રસ્તુતમાં વ્યંતર દેવોના આઠ પ્રકારનું કથન છે. આગમમાં વ્યંતર દેવોના આઠ, સોળ, છવ્વીસ અને જીવના ૫૬૩ ભેદની ગણનામાં છવ્વીસ વ્યંતરના પર્યાપ્તા-અપર્યાપ્તા તેમ બાવન પ્રકાર દર્શાવ્યા છે. આ આઠમું સ્થાન હોવાથી અહીં વ્યંતરોના મુખ્ય આઠ ભેદ કહ્યા છે.
ચેય હવવા :– ચૈત્યવૃક્ષ. આગમમાં બે પ્રકારના ચૈત્યવૃક્ષનો ઉલ્લેખ છે– તીર્થંકરના ચૈત્યવૃક્ષ અને દેવોના ચૈત્યવૃક્ષ. ચૈત્ય શબ્દના અનેક અર્થ થાય છે. ચૈત્યવૃક્ષમાં તે શબ્દ જ્ઞાન અને આનંદ અર્થમાં છે.
(૧) તીર્થંકર સંબંધિત ચૈત્ય વૃક્ષમાં ચૈત્ય શબ્દ જ્ઞાન સૂચક છે. તીર્થંકરોને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તે વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે.
(૨) દેવો સંબંધિત ચૈત્ય વૃક્ષમાં ચૈત્ય શબ્દ આનંદ સૂચક છે. જે વૃક્ષ દેવોના ચિત્તને આનંદિત, પ્રફુલ્લિત કરે; જે વૃક્ષ દેવોને રુચિકર હોય તેને ચૈત્યવૃક્ષ કહે છે. આઠ પ્રકારના વ્યંતર દેવોને ભિન્ન-ભિન્ન વૃક્ષ પ્રિય હોય છે. તે વૃક્ષ, તે તે દેવોનું ચૈત્યવૃક્ષ કહેવાય છે.
मणिपीठिकानामुपरिवर्त्तिनः सर्वरत्नमया उपरिच्छत्रध्वजादिभिरलङ्कृताः સુધમ્મવિસમાનામવ્રતો યે શ્રુતે ત ત કૃતિ સંભાવ્યતે । – [સ્થાનાંગ વૃત્તિ.] દેવોના ચૈત્યવૃક્ષ મણિપીઠિકા ઉપર સ્થાપિત હોય છે. તે સર્વ રત્નમય હોય છે. તેનો ઉપરનો ભાગ છત્ર, ધ્વજા આદિથી વિભૂષિત હોય છે. તે તે દેવોની સુધર્મા સભાની આગળ તે સ્થાપિત હોય છે.
સૂર્ય વિમાનનું અંતર ઃ
११३ इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठजोयणसए उड्डुं अबाहाए सूरविमाणे चारं चरइ ।
ભાવાર્થ:- આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી એટલે સમભૂમિથી આઠસો યોજનની ઊંચાઈ પર સૂર્ય વિમાન ભ્રમણ કરે છે.