Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન- ૧૦.
૩૫૧]
ભાવાર્થ – સત્યભાષાના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જનપદ સત્ય (૨) સમ્મત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામ સત્ય (૫) રૂપ સત્ય (૬) પ્રતીત્ય સત્ય (૭) વ્યવહાર સત્ય (૮) ભાવ સત્ય (૯) યોગ સત્ય (૧૦) ઔપમ્પ સત્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દસ પ્રકારના સત્ય વચનનું કથન છે. (૧) જનપદ સત્ય-જનપદ-દેશના લોકો જે વસ્તુ માટે જે નામનો પ્રયોગ કરતા હોય તે વસ્તુ માટે તે
શબ્દનો પ્રયોગ કરવો તે જનપદ સત્ય છે. જેમ પાણી માટે કન્નડ દેશમાં “નીર’, તમિલમાં
‘તણી’ કહે છે. પાણીને નીર કહેવું તે જનપદ સત્ય છે. (૨) સમ્મત સત્ય- જે અર્થ માટે જે શબ્દ રૂઢ હોય તેનો પ્રયોગ કરવો, જેમ કમળ અને દેડકા કાદવમાં
ઉત્પન્ન થાય છે છતાં કમળ માટે પંકજ શબ્દ રૂઢ થયો છે, દેડકા માટે નહીં. કમળને પંકજ કહેવું
સમ્મત સત્ય છે. (૩) સ્થાપના સત્ય- એક વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ કરવું. શેતરંજના મહોરાને હાથી, વજીર
કહેવા તે સ્થાપના સત્ય છે. નામ સત્ય- ગુણ વિહીન વસ્તુ કે વ્યક્તિનું તે નામ રાખવું. જેમ ભિખારીને લક્ષ્મીપતિ કહેવો તે
નામસત્ય છે. (૫) રૂપ સત્ય- રૂપ કે વેશ વિશેષના આધારે વ્યક્તિને તે રૂપે માનવું, જેમાં સ્ત્રી વેષધારી પુરુષને
સ્ત્રી, સાધુ વેષધારી પુરુષને સાધુ કહેવા તે રૂપ સત્ય છે. પ્રતીય સત્ય- અપેક્ષાએ વસ્તુ નાની મોટી, હલકી ભારે હોય, તેને તે રૂપે કહેવી, જેમ અનામિકા આંગળી કનિષ્ઠાની અપેક્ષાએ મોટી છે, મધ્યમાની અપેક્ષાએ નાની છે. અનામિકાને મોટી કહેવી
તે પ્રતીત્ય સત્ય છે. (૭) વ્યવહાર સત્ય- લોક વ્યવહાર અનુસાર કથન કરવું, જેમ પર્વત બળે છે. વાસ્તવમાં પર્વત બળતો
નથી, પર્વત પરનું ઘાસ-ઝાડ બળે છે પણ લોક વ્યવહારમાં પર્વત બળે છે; માર્ગ જાય છે; ગામ આવે છે; તેમ બોલાય તે વ્યવહાર સત્ય છે. ભાવ સત્ય- વ્યક્ત-પ્રગટ પર્યાયની અપેક્ષાએ વસ્તુને તે રૂપે કહેવી. જેમ કાગડામાં કાળા વર્ણરૂપ પર્યાય પ્રગટ છે,(બીજા લોહી, માંસના રક્ત વગેરે વર્ણો અપ્રગટ છે) તેથી કાગડાને કાળો કહેવો તે ભાવ સત્ય છે. યોગ સત્ય- કોઈ વસ્તુના સંયોગથી વસ્તુ કે વ્યક્તિને તે સંયોગી નામથી કથન કરવું, જેમ દંડના સંયોગથી વ્યક્તિને “દંડી' કહેવો.
(s)
10.