Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 427
________________ સ્થાન-૧૦ ૩૬૯ ભાવાર્થ :- છદ્મસ્થજીવ દશ પદાર્થને સંપૂર્ણપણે જાણતા નથી અને જોતા નથી, તે આ પ્રમાણે છે— (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર મુક્ત જીવ (૫) પરમાણુ પુદ્ગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ જિન થશે કે નહીં (૧૦) આ જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં. સંપૂર્ણ જ્ઞાન-દર્શનના ધારક એવા અર્હત, જિન, કેવળી, એ દશ પદાર્થોને સંપૂર્ણરૂપે જાણે છે અને જુએ છે, આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર મુક્ત જીવ (૫) પરમાણુ પુદ્ગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ જિન થશે કે નહીં (૧૦) આ જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં. વિવેચન : છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત સ્થાનોનું નિરૂપણ ક્રમશઃ સ્થાન-૫, ઉર્દૂ.-૩, સ્થાન-૬, ૭ અને ૮માં છે. પ્રસ્તુત સૂત્રમાં અંતિમ બે બોલ સહિત દશ સ્થાનનું કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. છતમત્ત્વે :– છદ્મસ્થ. સામાન્ય રીતે ઘાતિકર્મનું આવરણ જેને હોય તેને છદ્મસ્થ કહે છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં છ સ્થપવેનાત્ર અવધ્યાવિરહિત વ ગ્રાહ્ય કૃતિ । છદ્મસ્થ’ પદથી અવધિ આદિ અતીન્દ્રિય જ્ઞાન રહિતનું ગ્રહણ થાય છે. કારણ કે અવધિજ્ઞાની શબ્દાદિને રૂપી હોવાથી જાણી શકે છે. મતિ-શ્રુતજ્ઞાની તેને જાણી શકતા નથી. દસ અધ્યયનવાળા દશ શાસ્ત્રઃ दस दसाओ पण्णत्ताओ, तं जहा- कम्मविवागदसाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, आयारदसाओ, पण्हावागरणदसाओ, બંધ- વસાઓ, વોળિવિસાઓ, વીહવસાઓ, સંગ્વેવિયવસાઓ । ભાવાર્થ :- દશ દશા (દશ અધ્યયન)વાળા દશ આગમ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મ વિપાક દશા (૨) ઉપાસક દશા (૩) અંતકૃત દશા (૪) અનુત્તરોપપાતિક દશા (૫) આચાર દશા(દશાશ્રુતસ્કંધ) (૬) પ્રશ્નવ્યાકરણ દશા (૭) બંધ દશા (૮) દ્વિગૃદ્ધિ દશા (૯) દીર્ઘ દશા (૧૦) સંક્ષેપિક દશા. १०३ कम्मविवागदसाणं दस अज्झयणा पण्णत्ता, તેં નહાमियापुत्ते य गोत्तासे, अंडे सगडेति यावरे । माहणे णंदिसेणे य सोरिए य उदुंबरे ॥ सहसुद्दाहे आमलए, कुमारे लेच्छई इ य ॥१॥

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474