Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન- ૧૦.
૩૪૫
કથન છે. અહીં અંતિમ બે-બે ગુણ સહિત દશ-દશ ગુણનું કથન છે. આલોચના કરનાર અમાયી અને અનyપશ્ચાત્તાપી હોવા જોઈએ. (૯) અમાયી હોય તે જરૂરી છે. કારણ કે માયા કપટનો ત્યાગ કરનારા વ્યક્તિ જ યથાર્થ રીતે આલોચના કરી શકે છે. (૧૦) અને અનનપશ્ચાત્તાપી- આલોચના કર્યા પછી પોતાની અપકીર્તિ, અપયશ આદિ થાય અથવા અન્ય કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પણ તેને આલોચના કરવાનો પશ્ચાત્તાપ ન થાય, તો જ તેની આલોચના સફળ થાય છે.
આલોચના સાંભળનાર પ્રિયધર્મી અને દઢધર્મી હોવા જોઈએ. કોઈના ગમે તેવા દોષોને સાંભળીને તે સ્વયં સંયમધર્મથી વિચલિત ન થઈ જાય તે માટે ધર્મની દઢતા જરૂરી છે.
પ્રાયશ્ચિત્ત પ્રકાર :|६५ दसविधे पायच्छित्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे, तवारिहे, छेयारिहे, मूलारिहे, अणवटुप्पारिहे, पारंचियारिहे। ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) આલોચના યોગ્ય ગુરુ સમીપે નિવેદન કરવાથી જેની શુદ્ધિ થાય છે. (૨) પ્રતિક્રમણ યોગ્ય- 'મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ' આ રીતે ઉચ્ચારણ કરવાથી જે દોષની શુદ્ધિ થાય છે. (૩) તદુભય યોગ્ય- જેની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બન્નેથી થાય. (૪) વિવેક યોગ્ય– જેની શુદ્ધિ ગ્રહણ કરેલા અશુદ્ધ ભક્ત-પાનાદિના ત્યાગથી થાય છે. (૫) વ્યુત્સર્ગ યોગ્ય-જે દોષની શુદ્ધિ કાઉસ્સગથી થાય છે. (૬) તપને યોગ્ય-જે દોષની શુદ્ધિ અનશનાદિ તપથી થાય છે. (૭) છેદને યોગ્ય- જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયના છેદથી થાય છે. (૮) મૂલ યોગ્ય– જે દોષની શુદ્ધિ પુનઃ દીક્ષા દેવાથી થાય. (૯) અનવસ્થાપ્ય યોગ્ય- જે દોષની શુદ્ધિ અમુક સમય સુધી વિશિષ્ટ તપસ્યા કરાવીને, અંતે ગૃહસ્થ વેશ અંગીકાર કરાવીને પુનઃ દીક્ષા દેવાથી થાય છે. (૧૦) પારાંચિત યોગ્ય- નવમા અનવસ્થા પ્રાયશ્ચિત્તની જેમ આ દસમા પ્રાયશ્ચિત્તની વિધિ હોય છે. પરંતુ સમયાવધિ અને તપસ્યામાં વિશેષતા હોય છે.
વિવેચન :
સ્થાન-૬, સૂત્ર-૧૮માં છ પ્રકારના; સ્થાન-૮, સૂત્ર-૨૩માં આઠ પ્રકારના અને સ્થાન-૯, સૂત્ર-૩૯માં નવ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. અહીં દશમા પારંચિત પ્રાયશ્ચિત્ત સહિત દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તેનું સદષ્ટાંત સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
- (૧) જ્ઞાન-ધ્યાનાદિના ગ્રહણ સમયે અવિનય રૂપ દોષનું પ્રાયશ્ચિત્ત આલોચના યોગ્ય છે. (૨) ધર્મકથાદિ પ્રવૃત્તિના કારણે અવશ્યકરણીય કાર્યોને ભૂલી જાય તો તેને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૩) ભય, ઉતાવળ, વિસ્મરણ, અજ્ઞાન, અશક્તિ, આપત્તિ વગેરે કારણોથી મહાવ્રતોમાં અતિચાર લાગે તો તેને માટે આલોચના યુક્ત પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તનું કથન છે. (૪) શક્તિનું ગોપન કર્યા વિના પુરુષાર્થશીલ હોવા છતાં પ્રાસુક આહાર ગ્રહણ કરતાં સમયે વિસ્મરણ થઈ જાય અને સદોષ આહાર