Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૯ ,
[ ૨૮૩ ]
ભાવાર્થ- જંબૂઢીપ નામના દ્વીપમાં ભરત વર્ષમાં આ જ અવસર્પિણીમાં થયેલા નવ બલદેવ અને નવ વાસુદેવના નવ પિતાના નામ આ પ્રમાણે છે– (૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મ, (૩) રૌદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાસિંહ, (૭) અગ્નિસિંહ, (૮) દશરથ, (૯) વસુદેવ. આ રીતે સમવાયાંગ સૂત્ર કથિત સંપૂર્ણ વર્ણન અહીં સમજવું જોઈએ યાવત તે એક ભવ કરી મોક્ષ જશે.
|१९ जंबुद्दीवे दीवे भारहे वासे आगमेसाए उस्सप्पिणीए णव बलदेव-वासुदेवपियरो भविस्संति, णव बलदेव-वासुदेवमायरो भविस्संति । एवं जहा समवाए णिरवेसेसं जाव महाभीमसेणे, सुग्गीवे य अपच्छिमे ।
एए खलु पडिसत्तू, कित्तिपुरिसाण वासुदेवाणं ।
सव्वे वि चक्कजोही, हम्मेहिती सचक्केहि ॥१॥ ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ અને નવ વાસુદેવના નવ માતા-પિતા થશે. આ રીતે જેમ સમવાયાંગમાં વર્ણન કર્યું છે, તેવું જ વર્ણન મહાભીમસેન અને સુગ્રીવ સુધીનું અહીં જાણવું.
ગાથાર્થ– તે કીર્તિપુરુષ વાસુદેવના પ્રતિશત્રુ(પ્રતિવાસુદેવ) થશે. તે બધા ચક્રાયુદ્ધી થશે અને તે બધા પોતાના જ ચક્રથી વાસુદેવ દ્વારા મૃત્યુ પામશે.
વિવેચન :
વાસુદેવ અને બળદેવ બંને ભાઈઓ જ હોય છે. બળદેવ મોટા અને વાસુદેવ નાના હોય છે. તે બંનેના પિતા એક જ હોય જ્યારે માતા ભિન્ન-ભિન્ન હોય છે. વાસુદેવની પૂર્વે પ્રતિવાસુદેવ થાય, તેઓ ત્રણ ખંડ ઉપર વિજય મેળવે છે. વાસુદેવ સાથે યુદ્ધ થાય તેમાં પ્રતિવાસુદેવ વાસુદેવને મારવા ચક્ર મૂકે, તે ચક્ર વાસુદેવને કાંઈ કરે નહીં પરંતુ તેને અધીન થઈ જાય છે, તેના હાથમાં સ્થિર થઈ જાય છે. પછી વાસુદેવ તે ચક્રને પ્રયત્નપૂર્વક પ્રતિવાસુદેવ ઉપર ફેંકે છે. પુણ્ય ક્ષીણ થવાથી પ્રતિવાસુદેવનું પોતાનું જ ચક્ર પોતાનો શિરચ્છેદ કરી નાંખે છે અને પ્રતિવાસુદેવે જીતેલા ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ બની જાય છે. આ સંપૂર્ણ વર્ણન સમવાયાંગ સૂત્રમાંથી જાણવું. ચક્રવર્તી નવ નિધિ - २० एगमेगे णं महाणिही णव-णव जोयणाई विक्खंभेणं पण्णत्ते । ભાવાર્થ :- એક એક મહાનિધિ નવ-નવ યોજન વિસ્તૃત છે. २१ एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स णव महाणिहिओ पण्णत्ता,