Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૨
શ્રી ઠાણાગ સત્ર-૨
वित्थाराणंतए सासयाणंतए । ભાવાર્થ :- અનંતના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ અનંત– કોઈ વસ્તુનું ‘અનંત એવું નામ રાખવું. (૨) સ્થાપના અનંત– કોઈ વસ્તુમાં 'અનંત'ની સ્થાપના કરવી. (૩) દ્રવ્ય અનંત– પરિમાણ પર્યાયની દષ્ટિએ “અનંત'. જેમ કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો અનંત છે. (૪) ગણના અનંત- સંખ્યાની દષ્ટિએ અનંત. જેમ કે અનંત સંખ્યાની ગણના કરવી. (૫) પ્રદેશ અનંત- પ્રદેશોની અપેક્ષાએ 'અનંત'ની ગણના કરવી. જેમ કે અલોકમાં અનંત આકાશપ્રદેશ છે. (૬) એકતઃ અનંત- એક બાજુ અનંતની ગણના. જેમ અતીતકાલના અથવા અનાગત કાલના અનંત સમય છે. (૭) દ્વિધા અનંત– બંન્ને બાજુથી અનંતની ગણના. જેમ અતીત અને અનાગત બંને કાળના અનંત સમય છે. (૮) દેશ વિસ્તાર અનંત- દિશા અથવા પ્રતરની અપેક્ષાએ અનંત. જેમ કે અલોકમાં ગયેલી દિશા અને તેનો એક પ્રતર પણ અનંત પ્રદેશાત્મક છે. (૯) સર્વ વિસ્તાર અનંત- ક્ષેત્રની વ્યાપકતાની દષ્ટિએ અનંત. જેમ કે લોકાલોકનું સંપૂર્ણ આકાશ દ્રવ્ય અનંત છે. (૧૦) શાશ્વત અનંતશાશ્વતતા અને નિત્યતાની દષ્ટિએ અનંત. જેમ કે જીવાદિ દ્રવ્યો શાશ્વત અને નિત્ય છે.
વિવેચન :
સ્થાન-૫, ઉદ્-૩, સૂત્ર-૪૭માં બે સૂત્ર દ્વારા પાંચ-પાંચ પ્રકારના અનંતનું કથન કર્યું હતું. અહીં દશમું સ્થાન હોવાથી એક જ સૂત્રમાં દશ પ્રકારના અનંતનું કથન કર્યું છે. પૂર્વ વસ્તુઃ६० उप्पायपुव्वस्स णं दस वत्थू पण्णत्ता । अत्थि-णत्थिप्पवाय पुव्वस्स णं दस चूलवत्थू पण्णत्ता । ભાવાર્થ :- ઉત્પાદપૂર્વમાં દશ વસ્તુ(અધ્યયન) છે. અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં દશ ચૂલવસ્તુ(લઘુ અધ્યાય) છે. પ્રતિસેવનાના પ્રકાર :६१ दसविहा पडिसेवणा पण्णत्ता, तं जहा
दप्प पमाय अणाभोगे, आउरे आवईसु य ।
संकिए सहसक्कारे, भयप्पओसा य वीमंसा ॥१॥ ભાવાર્થ :- પ્રતિસેવના એટલે વ્રતોની મર્યાદાથી પ્રતિકૂળ આચરણ દશ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે– (૧) દર્પ પ્રતિસેવના- ઉદ્ધત ભાવથી કે સ્વચ્છંદતાથી વ્રતના મૂલગુણ કે ઉત્તરગુણમાં દોષ લગાડવો તે