Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
અંતરમાં કુતૂહલવૃત્તિ, ભયની વૃત્તિ અથવા અહંકારની ભાવના જાગૃત થાય; ઇત્યાદિ કોઈ પણ પ્રકારે તેનું ચિત્ત ચંચળ બની જાય તો, ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન-દર્શન નાશ પામે છે.
૧૦
કેવળજ્ઞાન-દર્શન ક્ષાયિક, અપ્રતિપાતિ જ્ઞાન છે, તે શુદ્ધ આત્મગુણ છે. મોહનીયાદિ ચાર ઘાતિકર્મના ક્ષય પછી જ કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાની સાધક પૂર્ણ ગંભીર અને આત્મ સ્વરૂપમાં જ સ્થિર હોય છે. તેઓમાં આંશિક પણ ચંચળતાની શક્યતા નથી. તેથી તે જ્ઞાન કોઈ પણ નિમિત્તથી નષ્ટ થતું નથી.
સૂત્રમાં અવધિજ્ઞાનના નાશ થવાના પ્રતિપક્ષમાં કેવળજ્ઞાન-કેવલદર્શન નાશ ન થવાના એક સરખા પાંચ કારણોનું કથન છે. કેવળજ્ઞાન નાશ ન થવાના સૂત્રમાં પણ સૂત્રકારે 'તપ્પમવાÇ' શબ્દ પ્રયોગ કર્યો છે, વાસ્તવમાં કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાથમિક ક્ષણમાં કે પછી કોઈ પણ કાલમાં, કોઈ પણ કારણથી નષ્ટ થતું નથી. કારણ કે કેવળજ્ઞાન કેવળદર્શન સાદિ-અનંત અને અપ્રતિપાતિ છે. નિધાનના વિશેષણો :- · પોળારૂં = પ્રાચીનકાળથી જમીનમાં દટાયેલા હોવાથી તેને પુરાણા-જૂના કહ્યા છે. કરાતારૂં = વિશાળ. મદ-મહાલયા = તે ભંડાર ખૂબ મોટા હોવાથી તેને મહતિમહાન= મોટામાં મોટા, અતિ મહાલય કહ્યા છે. મહિ ળારૂં = મહાનિધાન. પહીળસામિયાડું- ૩ચ્છિqસામિયાડું = તે ભંડારોના માલિક, સ્વામી નષ્ટ થઈ ગયા છે, જડમૂળથી નાશ પામ્યા છે. પછીળસેવારૂં ઇચ્છિળસેડયારૂં = પ્રહીણ- સેતુક. પુત્ર, પૌત્ર વગેરે સર્વ વારસદારો નષ્ટ થઈ ગયા છે અથવા આ નિધાનોના અસ્તિત્વને જાણનાર કોઈ નથી. પહીબનુત્તાવાઞાફે, કચ્છિળનુત્તાવારૂં = આ ભંડારોના સ્વામીના ગોત્ર કે કુળને જાણનાર વ્યક્તિ કે વ્યક્તિના ઘર નાશ પામી ગયા હોય, હૈયાત ન હોય.
નૈરયિકાદિના શરીરમાં વર્ણ, રસ ઃ
१८ णेरइयाणं सरीरगा पंचवण्णा पंचरसा पण्णत्ता, तं जहा- किण्हा, ખીલા, તોહિયા, હાલિદ્દા, સુનિતા । તિત્તા, કુવા, વસાવા, અનિતા, महुरा । एवं णिरंतरं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- નારકી જીવોના શરીર પાંચ વર્ણ અને પાંચ રસવાળા છે, તે આ પ્રમાણે છે– (૧) કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા તથા (૨) તીખા, કડવા, કષાયેલા, ખાટા અને મીઠા રસવાળા હોય છે.
તે જ રીતે વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોના જીવોના શરીર પાંચવર્ણ અને પાંચ રસવાળા હોય છે. વિવેચન :
સ્થૂળ દષ્ટિથી નારકી આદિ જીવોના શરીર અશુભ વર્ણ અને અશુભ રસવાળા અને દેવોના શરીર શુભ વર્ણ અને શુભ રસવાળા હોય છે. પરંતુ સૈદ્ધાંતિક દષ્ટિએ નારકી આદિ દરેક જીવોના શરીર પાંચે ય વર્ણ, પાંચે ય રસવાળા પુદ્ગલોથી નિર્મિત હોય છે. ઔદારિક કે વૈક્રિય શરીર સ્થૂલ શરીર છે.